પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર! સીરિઝ વચ્ચે 7 ખેલાડીઓ અને 2 કોચ બહાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ અત્યાર સુધી ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમને બંને શરૂઆતની મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટો નિર્ણય લીધો છે. PCBએ કંઈક એવું કર્યું છે જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે.

સીરિઝની મધ્યમાં જ બોર્ડે મુખ્ય કોચ સરફરાઝ અહમદ, બોલિંગ કોચ ઉમર ગુલ અને મોહમ્મદ રિઝવાન સહિત સાત ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ અજીબગરીબ નિર્ણય પર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ PCB ચેરમેન રમીઝ રાજાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. BBC પોડકાસ્ટમાં વાત કરતા રમીઝ રાજાએ ટિપ્પણી કરી હતી કે ક્રિકેટના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. તેમણે PCBના આ પગલાને પેનિક બટન દબાવવાનું ગણાવ્યું.

pakistan
cricinfo.com

રમીઝે કટાક્ષ કર્યો કે પાકિસ્તાને તો ખરેખર એક વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. ક્રિકેટમાં આવું થતું નથી. આ તો ફૂટબોલ જેવું થઇ ગયું, જ્યાં સીઝનની મધ્યમાં જ મેનેજરને કાઢી મૂકવામાં આવે છે. આ સીરિઝ હજુ પણ ચાલી રહી છે; બોર્ડ સરળતાથી બીજા 10 દિવસ રાહ જોઈ શક્યું હોત.

રમીઝ રાજા એ વાતથી ખૂબ જ નારાજ છે કે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં આટલી મોટી ઉથલપાથલ મચાવી દીધી. સાત નવા ખેલાડીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી પાંચ ખેલાડીઓએ ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમી નથી. રમીઝે ચેતવણી આપી હતી કે આવા વર્તનથી ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓનું મનોબળ તૂટી જશે અમે જે નવા ખેલાડીઓ આવ્યા છે, તેઓ પણ ભયભીત રહેશે. આનાથી ટીમમાં સ્વાર્થ વધશે અને દરેક વ્યક્તિ ફક્ત પોતાનું સ્થાન બચાવવા માટે રમશે.

રમીઝે સરફરાઝ અહેમદ અને ઉમર ગુલ જેવા દિગ્ગજોને જે રીતે બહાર કરવામાં આવ્યા તેના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ એવા ખેલાડીઓ છે જેમણે વર્ષોથી પાકિસ્તાનને ગૌરવ અપાવ્યું છે, છતા તેમને અચાનક આ રીતે બહાર કરી દેવામાં આવ્યા છે. જો તમે તમારા દિગ્ગજોનો આદર નથી કરતા, તો ભવિષ્યમાં કોઈ પાકિસ્તાન ક્રિકેટ સાથે નોકરી કેમ કરવા માંગશે?

ramiz2
indianexpress.com

જ્યારે રમીઝને પૂછવામાં આવ્યું કે સમગ્ર પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમ કેવી રીતે સુધારશે? ત્યારે રમીઝ રાજાએ લાચારીની વ્યક્ત કરતા કહ્યું કે મને વાસ્તવમાં કોઇ આઇડિયા નથી. બધું જ પાટા પરથી ઉતરી ગયું છે. તેમનું માનવું છે કે આગામી એક કે બે વર્ષ આવી જ ઉથલપાથલથી ભરપૂર રહેશે.

ઇંગ્લેન્ડમાં પાકિસ્તાને પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 103 રનથી હારી હતી, જ્યારે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ હવે 9 સપ્ટેમ્બરથી બર્મિંઘમના એજબેસ્ટન ખાતે રમાશે.

About The Author

Related Posts

Top News

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.