રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ વર્ષથી આ પદ સંભાળી રહ્યા હતા અને એવી ચર્ચા હતી કે તેમનો કાર્યકાળ 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી લંબાવી શકાય છે. જોકે, BCCIએ પોતાનો નિર્ણય બદલ્યો અને અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થઇ જશે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માની નિવૃત્તિ અંગેનો મામલો અને VVS લક્ષ્મણ સાથેનો વિવાદ અગરકરની વિદાય પાછળના મુખ્ય કારણો છે.

અજીત અગરકરની વિદાય પાછળનું કારણ શું છે?

PTIના અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલાં આગરકરે ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો કે તેઓ લોર્ડ્સ વન-ડે બાદ રોહિત શર્માથી આગળ વધશે. જ્યારે રોહિતને આ વિશે જાણ કરવામાં આવી ત્યારે તે ખૂશ નહોતો અને અધિકારીઓ સમક્ષ આ બાબતે વાત હતી. આ સમાચાર બહાર આવ્યા બાદ BCCIએ નિવેદન આપ્યું અને રોહિત શર્માનું સમર્થન કર્યું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે BCCI ધીમે-ધીમે રોહિતથી આગળ વધવા માંગતું હતું, ત્યાં અગરકરનું માનવું હતું કે વર્લ્ડ કપમાં યશસ્વી જયસ્વાલે રમવું જોઈએ.

ajit-agarkar2
m.rediff.com

રોહિત શર્માએ લોર્ડ્સ વન-ડેમાં સદી ફટકારી દીધી. અગરકરને લાગ્યું હતું કે રોહિતની વધતી જતી ઉંમર તેની વિરુદ્વ જઈ શકે છે. અહેવાલ મુજબ, આ પરિસ્થિતિએ અગરકર માટે મુશ્કેલી વધારી દીધી અને તેમને અહેસાસ થયો કે તેમના કોન્ટ્રેક્ટના વિસ્તરણની શક્યતા ઓછી છે.

PTIના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે VVS લક્ષ્મણ અને અજીત અગરકર એક સમયે સાથી ખેલાડીઓ હતા, તેમ છતા ઈજાગ્રસ્ત ખેલાડીઓની પોલિસી અને 'ઈન્ડિયા A'ની મેચોના શેડ્યૂલ અંગે તેમના વિચારો અલગ હતા. 'ઈન્ડિયા A'ની મેચોનું શેડ્યૂલિંગ 'સેન્ટર ઓફ એક્સલન્સ'ના વડા (હાલમાં VVS લક્ષ્મણ) દ્વારા સંભાળવામાં આવે છે. આ ઉપરાંત, ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસીની ટાઇમલાઇન અંગે પણ સ્પષ્ટતાનો અભાવ હતો.

ajit-agarkar
cricinfo.com

ઈંગ્લેન્ડ સામેની T20I અને વન-ડે સીરિઝમાં મળેલી હાર બાદ BCCIએ સમીક્ષા બેઠક બોલાવી હતી. મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં અજીત અગરકર હાજર રહ્યા નહોતા. અહેવાલો અનુસાર, BCCIના સચિવ દેવાજીત સૈકિયાએ અમુક અંશે તેમનો બચાવ કર્યો હતો, પરંતુ બોર્ડના ઘણા અધિકારીઓને લાગ્યું હતું કે અજીત આગરકરે આ મહત્ત્વપૂર્ણ બેઠકનો ભાગ બનવું જોઈતું હતું. આનાથી BCCI અને અગરકર વચ્ચેના સંબંધો ખરાબ થઇ ગયા. ત્યારબાદ પરિસ્થિતિ લગભગ હાથમાંથી નીકળી ગઈ અને તેમનું બહાર થવું માત્ર એક ઔપચારિકતા રહી ગઇ હતી.

About The Author

Related Posts

Top News

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.