ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની સીધી અસર ખેલાડીઓ પર પડશે. અત્યાર સુધી, ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન અને વરિષ્ઠતાના આધારે કરાર મળતા હતા. જોકે, હવે BCCI 'મેચ માટે ઉપલબ્ધતા'ને પણ એક મહત્ત્વપૂર્ણ માપદંડ બનાવવાનું વિચારી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, બોર્ડ એ જોશે કે કોઈ ખેલાડી કેટલી મેચો રમવા માટે ફિટ અને ઉપલબ્ધ હતો.

team-india2
indiatv.in

તાજેતરના મહિનાઓમાં, ટીમ ઈન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ વારંવાર ઈજાઓનો શિકાર બન્યા છે, જેના કારણે તેઓ મહત્ત્વપૂર્ણ મેચો રમી શક્યા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડ ઈચ્છે છે કે ખેલાડીઓ શક્ય તેટલી વધુ મેચો માટે ફિટ રહે. BCCI હાલમાં આખી સીઝન દરમિયાન ખેલાડીની ફિટનેસ અને ઉપલબ્ધતા પર નજર રાખવા માટે એક ફોર્મ્યૂલા પર ચર્ચા કરી રહ્યું છે. બોર્ડ મર્યાદા નક્કી કર શકે છે કે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ ઓછામાં ઓછી કેટલી મેચ રમવા માટે ઉપલબ્ધ રહેવું જોઇએ.

rain1
gujaratsamachar.com

શું આ નિયમ અત્યારે લાગુ કરવામાં આવ્યો છે?

'સ્પોર્ટ્સ તક' સાથે વાત કરતા, BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે. હાલમાં ચર્ચાઓ માત્ર બોર્ડની આંતરિક વાતચીત ચાલી રહી છે, એ ચેક કરવામાં આવી રહ્યું છે કે એવા નિયમને લાગૂ કરવા યોગ્ય અને શક્ય હશે કે નહીં. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, જો આ નિયમને મંજૂરી આપવામાં આવે છે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે માત્ર સારું પ્રદર્શન કરવું પૂરતું નહીં હોય; આકર્ષક અને કરોડો રૂપિયાના કરાર મેળવવા માટે ટીમ માટે ફિટ રહેવું એ પૂર્વશરત બની જશે.

About The Author

Top News

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.