ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે કે, 2026-27નું 'અલ નીનો' કોઈ સામાન્ય કુદરતી ઘટના નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે. પેસિફિક મહાસાગરમાં અસામાન્ય ગરમી ભારતના ચોમાસા, નદીઓ, જંગલો અને પર્વતોના સંતુલનને બગાડી શકે છે. નુકસાન થઈ ગયા પછી માથા પર હાથ મુકવાને બદલે, વૈજ્ઞાનિકોએ સરકાર અને સંશોધન સંસ્થાઓને આજથી જ સતર્ક અને તૈયાર રહેવા વિનંતી કરી છે.

Powerful-El-Nino2
instagram.com

ભારતમાં હવામાન આગામી મહિનાઓમાં બગડી શકે છે. દેશના 180થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, 2026-27માં આવનારું 'અલ નીનો' ખૂબ જ શક્તિશાળી હોઈ શકે છે. તે આપણા જંગલો, નદીઓ, મહાસાગરો અને વન્યજીવનને ખુબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, નુકસાન થઈ ગયા પછી તેનો અંદાજ લગાવવાને બદલે, સરકાર અને એજન્સીઓ અત્યારથી જ તેની  દેખરેખ અને નિવારણ માટે તૈયારી શરૂ કરાવી દે તો વધુ સારું છે.

પેસિફિક મહાસાગર અસામાન્ય રીતે ગરમ પાણીનો અનુભવ કરી રહ્યું છે, જેના કારણે દેશભરના પર્યાવરણવિદો અને હવામાનશાસ્ત્રીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 180થી વધુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, 2026-27ની અલ નીનો ઘટના સામાન્ય કરતાં ઘણી વધુ ખતરનાક હશે. તે આપણા જંગલો, નદીઓ, પર્વતો અને વન્યજીવનને સીધી અસર કરશે. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ઝેનોડો પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં, સંશોધકો ચેતવણી આપે છે કે, વિનાશ પછી આંકડાઓ એકઠા કરવાને બદલે, સરકાર અને ફંડિંગ એજન્સીઓ અત્યારથી જ પાયાના સ્તરે દેખરેખ પ્રણાલીઓ સ્થાપિત કરી દે તો વધુ સારું છે.

Powerful-El-Nino1
aajtak.in

અલ નીનો ઘણીવાર ભારતમાં નબળો વરસાદ અને તીવ્ર ગરમી લાવે છે. આ વખતે, વૈજ્ઞાનિકો આગાહી કરે છે કે, દેશના ઘણા ભાગો નવેમ્બર 2026ની શરૂઆતથી જ ભઠ્ઠી જેવી ગરમીનો અનુભવ કરવાનું શરૂ કરશે. પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થશે. ગરમીના મોજા કોંક્રિટના જંગલોમાં રૂપાંતરિત થયેલા શહેરોમાં જીવન મુશ્કેલ બનાવશે. બીજી બાજુ, જંગલોમાં ભેજ ઓછો થઇ જવાને કારણે જંગલમાં આગ વધશે, જે વન્યજીવનના ખોરાક, પ્રજનન અને સમગ્ર ખાદ્ય શૃંખલા માટે ગંભીર ખતરો ઉભો કરશે.

આ કટોકટીની ગરમી ફક્ત જમીન પૂરતી મર્યાદિત રહેશે નહીં. દરિયાના તાપમાનમાં વધારો થવાથી ખતરનાક દરિયાઈ ગરમીના મોજા આવવાની ધારણા છે. આની સૌથી વધુ અસર કોરલ રીફ પર થશે, જ્યાં વ્યાપક બ્લીચિંગ થવાથી મુંગા જીવ મરી શકે છે. દરિયાઈ રહેઠાણોમાં ફેરફાર થવાથી માછલીની ઉપલબ્ધતામાં ઘટાડો થશે, જે સમુદ્ર પર નિર્ભર માછીમારોની આજીવિકા પર સીધી અસર કરશે.

Powerful-El-Nino
hindi.downtoearth.org.in

ખેડૂતો, ભરવાડો અને માછીમારો પર દરેક હવામાન ઘટનાની સૌથી પહેલી અસર થાય છે. દુષ્કાળ પાકનો નાશ કરશે, અને ગોચરના વિનાશથી પશુધન માટે ઘાસચારાની અછત સર્જાશે. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે અલ નીનોને રોકી શકાતો નથી, પરંતુ તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે. આ માટે સ્થાનિક હવામાન મથકોની સ્થાપના, રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ફિલ્ડમાં વૈજ્ઞાનિકોને સામેલ કરવાની જરૂર છે, સેટેલાઇટ ડેટા અને ભૂતકાળના અભ્યાસો પર આધાર રાખવાને બદલે. જો આપણે આ વખતે ચુકી જઈશું, તો આપણે પ્રકૃતિમાં થઇ રહેલા આ ઐતિહાસિક ફેરફારોનું દસ્તાવેજીકરણ કરવાની તક હંમેશા માટે ગુમાવી દઈશું.

About The Author

Top News

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

હાલમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે, કારણ કે જ્યારે વરસાદની ખૂજ જરૂરિયાત હતી, ત્યારે પડ્યો ખરો. પરંતુ હવે નૈઋત્યના ચોમાસાની...
Gujarat 
મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

15 ઓક્ટોબર, 2026થી હાઇ લેલ્યૂ UPI ટ્રાન્ઝેક્શન પર નવો 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) લાગૂ થવા જઈ...
Business 
UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો

આ ગણેશ ચતુર્થીએ, તેલંગાણાના 'પાવર સિટી' તરીકે ઓળખાતા પાલવંચાના શહેરમાં એક ભવ્ય દૃશ્ય જોવા મળ્યું. બે અલગ...
Astro and Religion 
ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.