ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા સુગર્સ જેવી મોટી કંપનીઓના શેરમાં રોકાણકારોએ ભારે નફા-બુકિંગ કરી. બજારમાં ટ્રેડિંગ દરમિયાન, આ કંપનીઓના શેર 3.5% સુધી તૂટી ગયા. શેરના ભાવમાં આ અચાનક ઘટાડા પાછળ સરકારનો એક મુખ્ય નીતિગત નિર્ણય રહેલો છે. આગામી તહેવારોની સીઝનને જોતા સરકારે રૉ સુગર (કાચી ખાંડ)ની ડ્યુટી-ફ્રી આયાત અંગેના નિયમો હળવા કર્યા છે. આ નિર્ણયે સમગ્ર ખાંડ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

બજાર ખુલતાની સાથે જ ખાંડ કંપનીના શેર પર વેચાણનું દબાણ સ્પષ્ટ નજરે આવી રહ્યું હતું. સરકારે ખાંડ આયાતકારોને કાચા ખાંડને રિફાઇન કરવા અને તેને સ્થાનિક બજારમાં વેચવા માટે મોટી રાહત આપી છે. આ સમાચાર સામે આવતા જ, રોકાણકારોએ અનુમાન લગાવી લીધું કે આગામી દિવસોમાં ખાંડના પુરવઠામાં ઝડપી વધારો થશે. પુરવઠો વધવાથી ખાંડના ભાવ નિયંત્રણમાં રહેવાની ધારણા છે, જેની સીધી અસર ખાંડ મિલોના નફા પર પડી શકે છે. આ આશંકાને કારણે, રોકાણકારોએ નફો બુક કરતા તેમના શેર વેચવાનું શરૂ કર્યું.

sugar2
tv9hindi.com

તહેવારોની મોસમ ખૂબ નજીક આવી રહી છે. સામાન્ય રીતે મીઠાઈઓની માંગને કારણે આ સમયગાળા દરમિયાન ખાંડનો વપરાશ ખૂબ વધે છે. તાજેતરમાં, સ્થાનિક ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સરકાર બિલકુલ ઇચ્છતી નથી કે તહેવારો દરમિયાન સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડે. આ સાથે જ, સરકાર બજાર સંગ્રહખોરીને કડક રીતે કાબૂમાં લેવા માંગે છે. આ જ કારણ છે કે, બજારમાં શુદ્ધ ખાંડનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેણે ડ્યૂટી-ફ્રી આયાતના નિયમોમાં છૂટછાટ આપી છે.

આ અગાઉ, 20 ઓગસ્ટના રોજ, સરકારે એક નોટિસ જાહેર કરી હતી. તે હેઠળ ટેરિફ-રેટ ક્વોટા (TRQ) દ્વારા 31 ઓક્ટોબર, 2026 સુધી 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, નિયમમાં એવું હતું કે આયાતકારોને કાચી ખાંડને રિફાઇન કરીને 31 ઓક્ટોબર સુધીમાં સ્થાનિક બજારમાં વેચવાનું ફરજિયાત હશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ હવે આ નિશ્ચિત સમયમર્યાદા દૂર કરીને આયાતકારોને મોટી રાહત આપી છે. નવા નિયમ હેઠળ, આયાતકારો પાસે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવાની તારીખથી સંપૂર્ણ બે મહિનાનો સમય રહેશે. આ ફેરફારથી આયાતકારોને કાચી ખાંડને પ્રોસેસ કરવાથી લઇને બજારમાં સપ્લાય કરવા માટે વધુ સમય મળશે.

sugar
indiatvnews.com

સરકારે આયાત સાથે સંકળાયેલા વેપારીઓને વધુ રાહત આપી છે. SION E-52 હેઠળ જાહેર કરાયેલા હાલના એડવાન્સ ઓથોરાઇઝેશનને એક વખત માટે TRQ સ્કીમમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ખાસ જોગવાઈ એવા મામલાઓમાં લાગુ પડે છે જ્યાં કાચી ખાંડની આયાત 20 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ ગઈ હોય. તેમાં એ રિફાઇન્ડ ખાંડ પણ સામેલ થે, જેનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત એ ખાંડ પણ આ દાયરામાં આવશે. જેને આયાતી કાચા માલમાંથી પ્રક્રિયા કરવામાં આવશે. જો કે, સરકારે આ રૂપાંતરણ માટે એક શરત પણ રાખી છે. સંબંધિત કંપનીઓએ આયાત સમયે મળેલી GST મુક્તિની ચૂકવણી કરવી પડશે, ત્યારે જ તેમને આ નવી યોજનાનો લાભ મળશે.

About The Author

Related Posts

Top News

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-08-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.