સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સામે નોંધાયો કેસ, જાણો શું છે આખો મામલો

સુરતના લિંબાયત વિસ્તારમાં હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનો સભ્ય અને સામાજિક કાર્યકર્તાની ઓળખ ધરાવતા અહમદ મોહંમદશફી શેખ સામે 4 લાખની બળજબરીથી ખંડણી માંગવા અંગે ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી સભ્ય 2010-2015 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતનો પૂર્વ સભ્ય રહી ચૂક્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઉપરાંત તે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતો, પરંતુ તેની પક્ષવિરોધી પ્રવૃત્તિઓ તેમજ ઉઘરાણાની અવારનવાર મળતી ફરિયાદોને ધ્યાને રાખી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ તેને આશરે 6 મહિના અગાઉ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. તેમ છતા સામાજિક કાર્યકર્તાનો નકાબ પહેરીને તે વેપારીઓ અને બિલ્ડરો પાસેથી રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો છે.

ફરિયાદી જુબેર ખલીઉલ્લા અંસારી જઓ બિલ્ડિંગ મટિરિયલ્સનો ધંધો કરે છે, તેમણે બે મહિના અગાઉ ગોવિંદનગર, લિંબાયત ખાતે પ્લોટ નં. 314 અને 315 વાળી ખુલ્લી જગ્યા ખરીદી હતી. તમામ સરકારી ધારાધોરણો મુજબ બાંધકામ શરૂ કરાયું હતું. જોકે, 17 જુલાઈ 2026ના રોજ આરોપી રઈશ શેખ ફરિયાદીની ‘ઉબેત ફોમ’ (ખાતા નં. 292, 293) નામની ઓફિસે ધસી આવ્યો હતો. તેણે ધમકી આપી હતી કે ‘તમારું બાંધકામ ગેરકાયદે છે અને SMC વાળા ગમે ત્યારે તોડી પાડશે.’

ફરિયાદીએ બાંધકામ કાયદેસર હોવાનું કહેતા રઈશ શેખે રોફ ઝાડીને કહ્યું હતું કે, ‘હું અગાઉ પણ SMC પાસે તમારું H-2 ગોવિંદનગરવાળું કન્સ્ટ્રક્શન તોડાવી ચૂક્યો છું, એટલે આ પણ તોડાવી દઈશ. જો આ બચાવવું હોય તો SMCમાં વ્યવહાર કરવો પડશે અને મને 4 લાખ આપવા પડશે.’

raish-shaikh
divyabhaskar.co.in

આરોપી દ્વારા SMC માર્ફતે બાંધકામ તોડી પડાવવાનો અને ગેરકાયદે બાંધકામના કેસમાં જેલમાં પૂરી દેવાનો ડર બતાવવામાં આવતા ફરિયાદી જુબેર અંસારી અત્યંત ગભરાઈ ગયા હતા. તે સમયે ડરના માર્યા તેમણે પૈસા આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ ધંધામાં આર્થિક નુકસાન થયું હોવાના કારણે તેઓ 4 લાખની રકમ ચૂકવી શક્યા નહોતા. આથી, 25 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે રઈશ શેખ ફરીથી ઉબેત ફોમ ઓફિસની બહાર આવ્યો હતો અને એક અઠવાડિયામાં નાણાંની સગવડ કરવા આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી અવારનવાર રૂબરૂ આવીને તેમજ વોટ્સએપ કોલ કરીને સતત ચાર લાખ રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો.

અવારનવારની ધમકીઓ અને બ્લેકમેઈલિંગથી કંટાળી ગયેલા બિલ્ડરે આખરે હિંમત દાખવી હતી. આરોપી રઈશ શેખ જ્યારે પણ પૈસાની ઉઘરાણી કરવા આવતો અથવા ફોન કરતો, ત્યારે ફરિયાદીએ ચાલાકીપૂર્વક તેનું વીડિયો શૂટિંગ અને ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ વાયરલ પુરાવાઓમાં આરોપી રઈશ શેખ ખુલ્લેઆમ પૈસાની લેતી-દેતી અંગે વાટાઘાટો કરતો અને SMCનો ડર બતાવીને ખંડણી માંગતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગયો હતો. આરોપીની આ કરતૂતોના નક્કર પુરાવા હાથમાં આવતાં ફરિયાદીને કાયદાકીય લડાઈ લડવાનું બળ મળ્યું હતું.

સતત ધમકીઓ અને તોડબાજીના કારણે બિલ્ડર જુબેર અંસારી માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે આખી ઘટનાની જાણ પોતાના પરિવારના સભ્યોને કરી હતી. પરિવારે હિંમત આપતા અને કાયદાનો સહારો લેવાનું જણાવતા ફરિયાદીએ હિંમત કરીને લિંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આરોપી રઈશ શેખ વિરુદ્ધ એકત્રિત કરેલા તમામ વીડિયો અને ઓડિયો પુરાવાઓ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. આ પુરાવાઓના આધારે પોલીસે આરોપીની કરતૂતોનો પર્દાફાશ કરી તેની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ફરિયાદી જુબેર અંસારીની વિગતવાર ફરિયાદના આધારે લિંબાયત પોલીસે રઈશ અહમદ મોહંમદશફી શેખ વિરુદ્ધ BNSની કલમ 176 મુજબ ગુનો રજિસ્ટર કરી જાહેર રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સમગ્ર મામલાની આગળની તપાસ PSI કે.પી. જાડેજાને સોંપવામાં આવી છે. પોલીસ હવે આરોપી સામે કાયદેસરના પગલાં ભરી તેની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિ સમિતિના સભ્ય તરીકે રહીને તોડબાજી કરનાર સામે કાર્યવાહી થતા જ સમગ્ર સુરતમાં ભારે ચર્ચા જાગી છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.