ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...

વાહન માલિકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રહેવાની શક્યતા છે. E20 ઇંધણ અંગે ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારહાલમાં E25 એટલે કે 25% ઇથેનોલ ધરાવતું પેટ્રોલ લાગુ કરવાની કોઈ ઉતાવળમાં નથી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, લોકોની ચિંતાઓ અને વધતા વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણયને થોડા સમય માટે મુલતવી રાખી શકે છે.

આ નિર્ણય શા માટે મુલતવી રાખવામાં આવશે?

તાજેતરમાં, ઘણા વાહન માલિકોએ E20 પેટ્રોલથી એવરેજમાં ઘટાડો, વાહન ખરાબ થવા અને જૂના વાહનો પર પ્રતિકૂળ અસરોની ફરિયાદ કરી છે. આ કારણે, સરકાર E25 લાગૂ કરતા પહેલા વધુ પરીક્ષણ, તકનીકી અભ્યાસ અને પરામર્શ કરવા માંગે છે. હાલમાં, E20 પેટ્રોલ દેશભરમાં ઉપલબ્ધ છે; તેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

43

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સરકાર ઇચ્છે છે કે E25 રજૂ કરતા પહેલા વાહન ઉત્પાદકો, તેલ માર્કેટિંગ કંપનીઓ અને અન્ય તમામ સંબંધિત એજન્સીઓ સંપૂર્ણપણે તૈયાર રહે. આમાં વાહનોનું ફરીથી પરીક્ષણ અને એન્જિન કેલિબ્રેશન જેવી વસ્તુઓ પર પણ કામ કરવામાં આવશે.

વાહન માલિકોનું કહેવું છે કે, E20 પેટ્રોલનો ઉપયોગથી કેટલીક કારમાં એવરેજમાં ઘટાડો થવાની ફરિયાદ આવી છે. જૂના વાહનોમાં એન્જિન અને કેટલાક પાર્ટ્સ ખરાબ થયા છે અને હવે તેને લઇને પણ પ્રશ્નો ઉભા થયા છે. જો કે, ઓટો કંપનીઓ અને સરકારનું કહેવું છે કે E20 વ્યાપક પરીક્ષણ પછી જ રજૂ કરવામાં આવ્યું હતું અને નવા વાહનો માટે સંપૂર્ણપણે સલામત છે.

41

સરકાર ભવિષ્યમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે, પરંતુ તે આ ક્ષણે E25 લાગૂ કરવાના નિર્ણયમાં ઉતાવળ કરશે નહીં. પહેલા, તપાસ પૂર્ણ કરવામાં આવશે; પછી જ ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.