મોરબીના ગામમાં જોવા મળ્યો અજીબોગરીબ નજારો, કૂવાનું પાણી હિલોળે ચડ્યું; વીડિયો

મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલા એક ખેતરના કૂવામાં છેલ્લા બે દિવસથી એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે સ્થિર રહેતું કૂવાનું  પાણી અહીં કોઈ બાહ્ય કારણ વગર આપમેળે હિલોળે ચડ્યું છે. જમીનની અંદર જાણે દરિયામાં મોજાં ઊછળતા હોય તેવું દૃશ્ય સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું છે. આ અદભૂત ઘટના જોવા માટે આસપાસના ગામોમાંથી પણ લોકો સ્થળ પર પહોંચી રહ્યા છે. કોઈપણ જાતના બાહ્ય કારણ વગર કૂવાના પાણીમાં થયેલી આ અસામાન્ય હિલચાલને કારણે આસપાસના ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

morbi1
morbinews.in

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, આ ઘટના વીરપરડા ગામના એક કૂવા પાસે આ અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ દૃશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા, જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ અસામાન્ય ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. સામાન્ય રીતે ભૂગર્ભમાં થતી હિલચાલ, જમીન દબાણ અથવા ટેક્ટોનિક પ્લેટોમાં થતા ફેરફારોને કારણે આવી કુદરતી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વૈજ્ઞાનિક કે સત્તાવાર પુષ્ટિ વગર આનું ચોક્કસ કારણ કહી શકાતું નથી.

morbinews.inના અહેવાલ મુજબ, લોકો તેની પાછળ કોઈ ભૂસ્તરીય અથવા વૈજ્ઞાનિક કારણ હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અંગે પર્યાવરણવીદ અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર તેમજ નવરંગ નેચર ક્લબના વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે તેમના લાંબા અનુભવ દરમિયાન તેમણે આવી ઘટના ક્યારેય જોઈ નથી. તેમના મત મુજબ આ કુદરતનો એક અનોખો કરિશ્મા હોઈ શકે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. તેમણે ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર મામલે મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે વીડિયો ધ્યાનમાં રાખીને સંબંધિત સર્કલ અધિકારીને સ્થળ પર તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કૂવાના પાણીની સ્થિતિ, જમીનની રચના તથા અન્ય સંભવિત કારણોની ચકાસણી કરવામાં આવશે. તપાસનો અહેવાલ મળ્યા બાદ જ આ રહસ્યમય ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

morbi
x.com/BenefitNews24

સામાન્ય રીતે ભારે વરસાદ કે પૂરના કારણે ભૂગર્ભ જળસ્તરમાં અચાનક પલટો આવતો હોય છે, પરંતુ આ ઘટના માટે માત્ર વરસાદ જવાબદાર છે કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, જમીનના પેટાળમાં થતી કોઈ આંતરિક પ્રક્રિયા અથવા ટેક્ટોનિક હિલચાલ પણ પાણીમાં આ પ્રકારની અસ્થિરતા સર્જી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.