સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે એકાએક બસ હાંકી મુકી હતી, જેથી એક વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જો કે, આ ઘટનામાંસદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ જોઈ શકાય છે કે BRTS બસમાં મુસાફરો ખીચોખીચ ભરેલા છે. બસ હંકારી મુકતા વૃદ્વ અને કેટલાક યુવાનોના હાથ બસના બારણા સાથે ફસાઇ ગયા છે. જેને કારણે તેઓ નીચે પટકાય છે. આ દરમિયાન લોકોની ચીસો પણ સંભળાઇ રહી છે.

BRTS Bus
https://x.com/BenefitNews24

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરત શહેરના પર્વત પાટીયા BRTS જંક્શન પર દરરોજ મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. લાંબા સમય સુધી BRTS બસ ન આવવાના કારણે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. સમયસર બસ સેવા ઉપલબ્ધ ન થતા સ્ટેશન પર અવ્યવસ્થા અને અરાજકતાનો માહોલ સર્જાય છે. લાંબા સમય સુધી BRTS બસ ન આવવાના કારણે મુસાફરોની ભીડ વધુ હતી. આ સમયે એક બસ આવતા જ મુસાફરો ઝડપથી બસમાં ચઢી રહ્યા હતા. જો કે આ સમયે બસના ડ્રાઈવરે અચાનક બસ ભગાવી દીધી હતી. દરવાજો પણ બંધ થતા બસમાં ચઢતા વૃદ્ધ મુસાફરનો હાથ ફસાયો હતો. બસના દરવાજામાં ફસાયેલા હાથ સાથે વૃદ્ધ મુસાફર 2-3 ફૂટ સુધી ધસડાયા હતા. એટલું જ નહીં બસમાં ચઢતા અન્ય બે યુવક પણ વૃદ્ધની માથે પડ્યા હતા. જો કે બસ તાત્કાલિક રોકાવી દેવાતા કોઈ જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક મુસાફરોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, BRTS ડ્રાઇવરો અત્યંત બેફામ અને વધુ ઝડપે બસ હંકારી રહ્યા છે. ગતિ મર્યાદા બહાર બસ ચલાવવામાં આવતી હોવાથી અંદર ઊભેલા મુસાફરો સંતુલન ગુમાવીને એકબીજા પર પડી જવાના બનાવો રોજિંદા બન્યા છે. આ સિવાય, ચાલુ બસ દરમિયાન પણ દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હોવાથી મુસાફરો પર જીવનું જોખમ રહે છે. મુસાફરોની સુરક્ષા પ્રત્યે તંત્ર અને ડ્રાઈવરો દ્વારા દાખવવામાં આવતી આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુસાફરોનો આક્રોશ છે કે, મહાનગરપાલિકાનું BRTS તંત્ર બસોની સંખ્યા વધારવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેના પરિણામે દરરોજ નોકરીયાતો અને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં જ જ સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર એમ.થેન્નારસન સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે અધિકારીઓને શહેરની હાલની બસ સેવા વિશે પૂછપરછ કરી હતી. અધિકારીઓએ માત્ર 600 બસ કાર્યરત હોવાનું જણાવતા પૂર્વ કમિશનરે ભારે ટીકા કરી હતી અને યાદ અપાવ્યું હતું કે, તેમના કાર્યકાળમાં 900 બસ રોડ પર દોડતી હતી. સુવિધાઓ વધારવાને બદલે ઘટાડવા બદલ તેમણે તંત્રને આડે હાથ લીધું હતું. હાલમાં વાયરલ થયેલા વીડિયો બાદ મુસાફરોએ જવાબદાર કર્મચારીઓ અને ડ્રાઇવર સામે તુરંત કાર્યવાહી કરવાની અને સુરક્ષિત બસ સંચાલનની ઉગ્ર માંગ કરી છે.

BRTS Bus
divyabhaskar.co.in

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ BRTS તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. મુસાફરો અને સ્થાનિકોએ જવાબદાર બસ ચાલક સામે કડક કાર્યવાહી કરવાની, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની તેમજ BRTS સેવામાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માગ ઉઠતા સુરત મહાનગરપાલિકાએ ડ્રાઇવરને તાત્કાલિક ટર્મિનેટ કરી બ્લેક લિસ્ટ કરી દીધો છે જ્યારે એજન્સીને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ...
Gujarat 
આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.