જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મુખ્ય ગરબા આયોજનમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને ચોક્કસ શરતો લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ મુસ્લિમ આ ગરબામાં આવવા માંગતો હોય તો તેણે તિલક લગાવવું પડશે અને માતાજીની પૂજા કરવી પડશે.

આ જાહેરાત બોરીવલીમાં યોજાયેલા ગરબા મહોત્સવના ભૂમિપૂજન અને પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાય, ધારાસભ્ય મનીષા ચૌધરી અને પૂર્વ ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા મહોત્સવમાં પ્રખ્યાત ગરબા ગાયિકા ફાલ્ગુની પાઠક અને દાંડિયા સિંગર ગીતા રબારી પોતાના પરફોર્મન્સ આપવાના છે.

beta-garba3
youtube.com

નવરાત્રી પહેલા મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયા મહોત્સવમાં મુસ્લિમોની ભાગીદારીને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે આ નિવેદનો સામે આવ્યા છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) એ પણ આવા આયોજનોમાંથી મુસ્લિમોને દૂર રાખવાની માંગ કરી છે અને આયોજકોને આવનારા શ્રદ્ધાળુઓ/લોકોની ઓળખ ચકાસવા માટે વિનંતી કરી છે.

મુસ્લિમોના પ્રવેશ અંગે વાત કરતા સંજય ઉપાધ્યાયે વગર શરતે તેમની ભાગીદારી સામે સખત વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે ગરબામાં મુસ્લિમો માટે કોઈ પ્રવેશ નથી. જે પણ આવવા માંગતા હોય તેમણે પોતાની પત્ની, બહેન અને પુત્રી સાથે આવવું પડશે, તિલક લગાવવું પડશે અને માતાજીની પૂજા કરવી પડશે. વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન ધર્મમાં વિશ્વાસ રાખો અને પછી આવો. આ જગ્યા 'લવ જેહાદ' માટે નથી.

પૂર્વ ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટીએ પણ આ મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. શેટ્ટીએ જણાવ્યું કે જો કોઈ મુસ્લિમ તિલક લગાવીને આવે તો તે ગરબામાં ભાગ લઈ શકે છે. તેમણે એ દાખલો આપ્યો હતો કે જ્યારે હિંદુ નેતાઓ ઈદની ઉજવણીમાં જાય છે ત્યારે તેઓ ટોપી પહેરે છે. ગોપાલ શેટ્ટીએ કહ્યું કે જ્યારે આપણે કહીએ છીએ કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજો હિંદુ જ હતા, તો તેમણે તિલક લગાવવું જોઈએ.

05

તેમણે ઉમેર્યું કે જેમ હિંદુઓ મુસ્લિમ તહેવારો કે ઉત્સવોમાં જાય ત્યારે ટોપી પહેરે છે, તેમ ગરબામાં આવવા માંગતા મુસ્લિમોને તિલક લગાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. આયોજનના સંયોજક સંતોષ સિંહે જણાવ્યું હતું કે આ વર્ષે ગરબા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કાર્યક્રમ સ્થળે પ્રવેશ આપતા પહેલા તમામ લોકોના ઓળખપત્રની ચકાસણી કરવામાં આવશે.

Photo-(2)

મહારાષ્ટ્રમાં નવરાત્રી દરમિયાન ગરબા અને દાંડિયામાં મુસ્લિમોને પ્રવેશ આપવો કે નહીં તે અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે ત્યારે બોરીવલીના આ આયોજનમાં આ કડક નિયમો લાદવામાં આવ્યા છે. VHP એ પણ આધાર કાર્ડ ચેકિંગ અને તિલક લગાવવા જેવા નિયમોનું પાલન કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફાલ્ગુની પાઠક અને ગીતા રબારીના કાર્યક્રમોને કારણે બોરીવલીનું આ આયોજન વિસ્તારના સૌથી મોટા ગરબા મહોત્સવોમાંથી એક બની રહેવાની ધારણા છે.

About The Author

Top News

જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મુખ્ય ગરબા આયોજનમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને ચોક્કસ શરતો લાદવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના...
Politics 
જો કોઈ મુસ્લિમને ગરબામાં આવવું હોય તો તેણે તિલક લગાવી માતાજીની પૂજા કરવી પડશેઃ BJP MLA

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-09-2026 દિવસ: સોમવાર મેષ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્યમાં સિદ્વિ પ્રાપ્ત થશે, મિત્રથી મિલન થાય, પ્રવાસનું આયોજન થાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.