- Gujarat
- સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક....
સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો
સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી વધુ કામદારોના થઈ રહેલા શોષણ સામે મજદૂર યુનિયન દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે સુરતમાં એમ્બ્રોડરી ફેક્ટરીઓમાં કામ શ્રમિકો કરતા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો છે. તેમની માગ છે કે, રવિવારની રજા અને 8 કલાકની નિશ્ચિત નોકરીના સમય કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ન છોડવાનો મક્કમ નિર્ણય શ્રમિકોએ કર્યો છે. એક મજૂરે આક્ષેપ લગાવ્યો પોલીસવાળા અમારો ફોટો પાડીને ધમકીઓ આપી રહ્યા છે શા માટે અમારા ફોટાઓ પાડી રહ્યા છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે સોમવારે કલેકટર મળશે. પરંતુ મજૂરો કહી રહ્યા છે કે સોમવાર સુધી અમે અહીંયા બેસશું.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, એક સમયે પોલીસને શંકા ગઈ કે એક મજૂર ખિસ્સામાં પથ્થર લઈને પહોંચ્યો છે, ત્યારે તેને ચેક કરવા માટે કહ્યું ત્યારે સામે મજૂરોએ હાથ જોડીને કહ્યું અમે તમારા હક માટે આવ્યા છીએ, કોઈ તમાશો કરવા માટે આવ્યા નથી. મજૂર સંઘના આગેવાનો મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક મોકો આપો પરંતુ મજૂરો માનવા તૈયાર નથી અને સૂત્રોચ્ચા ચાલુ કરી દીધી છે તેઓ તેમના આગેવાનનું પણ માનવા તૈયાર નથી તેમણે તેમની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે.
શ્રમિકોએ કહ્યું કે, તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ છે અમે અમારો હક માંગીએ છીએ અમે નથી ભીખ માંગતા નારા સાથે મજૂરોનો ઉગ્ર વિરોધ કરી રહેલા મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજવા તૈયાર નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં. અમને રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ'
અરવિંદ રાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા મળવી જોઈએ અને પૂરો પગાર પણ મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો પણ સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. અમને અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારે રજા મળવી જ જોઈએ.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે, જેવી રીતે અદાલતમાં સની દેઓલનો ડાયલોગ છે; બીજું કશું જ થઈ રહ્યું નથી. તેમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ છે. છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે અને કોઈ તેમની વાત સાંભળતું નથી, સામાન્ય જનતાની કોઈને પડી નથી. જો તેમની આ માગણી સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગળ વધીને રસ્તા રોકી દેશે, ચક્કાજામ કરશે અને જે કંઈ પણ કરવું પડશે તે તમામ આંદોલન કરશે. મજૂરોનો ઉગ્ર વિરોધ મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજતા નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં.
અગાઉ આપવામાં આવેલી આવેદનપત્રની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર ન મળતા શ્રમિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું હતું કે, જો આગામી 30 તારીખ સુધી અમારી માંગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું. સરકારી કાયદાઓનો અમલ સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તે માટે યુનિયન ઉગ્ર આંદોલન કરશે.
કલેક્ટરે સોમવારે ચર્ચા માટે બોલાવ્યા હોવા છતા શ્રમિકો જવા માટે તૈયાર ન થયા, ત્યારે SP વિજય મલ્હોત્રાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જે શ્રમિકોને સોમવારે મીટિંગમાં આવવું હોય તેઓ અત્યારે જ નીકળી જાય, પરંતુ જેમને પોલીસ કે વહીવટી તંત્ર સાથે ઘર્ષણ કે સંઘર્ષ જ કરવો છે તેઓ પોતાના સ્થાને જ રોકાઈ રહે.
DCP નકુમે કહ્યું કે, જો અમારું ના માન્યા તો અમારી સાથે ઘર્ષણ થશે, એફઆઈઆર દાખલ થશે. એસીપી વિજય મલ્હોત્રાએ કહ્યું, તમારી માગણીઓને તમારા આગેવાને કલેક્ટર સમક્ષ રજૂ કરી દીધી છે. તમે અહીંથી સ્થળ ખાલી કરો.
મજૂરોએ કહ્યું કે, તારીખ પર તારીખ, તારીખ પછી તારીખ... કેટલી વાર આવશે? આ તો સની દેઓલનો પ્રખ્યાત ડાયલોગ જ બની ગયો છે! છેલ્લી વખતે પણ સુનાવણી માટે મંગળવારનો સમય આપ્યો હતો, પરંતુ કશું જ પરિણામ આવ્યું નહીં. આ દરમિયાન વેપારીઓની મીટિંગો યોજાઈ અને કેટલીય બેઠકો પણ થઈ, છતા કશું જ સાંભળવા મળ્યું નથી. શું ભારતમાં કોઈ કાયદો જ નથી? હવે 30 તારીખનો નવો સમય આપવાની વાત થઈ રહી છે, પણ છેલ્લી વખતે મંગળવારની તારીખ આપ્યા છતા કંઈ જ ન થતા હવે લોકોને આ તારીખો પર વિશ્વાસ રહ્યો નથી. અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આજે જ સુનાવણી થશે, પરંતુ જો ઉકેલ નહીં આવે તો લોકો ભૂખ હડતાળ પર બેસશે અને વિશાળ રેલી પણ યોજશે.

