- Gujarat
- સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો
સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો
સુરત, 26 ઓગસ્ટ 2026: વેલ્યુ ફેશન પર કેન્દ્રિત માર્કેટપ્લેસ સ્નેપડીલે આજે ‘પ્રોજેક્ટ ગતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ 45 દિવસનો એક્સીલરેશન પ્રોગ્રામ છે, જેનો હેતુ નવા સેલર્સને આગામી તહેવારોની ખરીદીની સિઝન માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. સ્નેપડીલે ભારતના ગ્રાહકો માટે ફેશન પ્રોડક્ટ્સ શોધવાની અને ખરીદી કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સ્વાભાવિક બનાવવાના હેતુથી AI આધારિત વિવિધ સુવિધાઓની શ્રેણી પણ રજૂ કરી છે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સ્નેપડીલ સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને સોર્સિંગના મુખ્ય કેન્દ્રોમાં પોતાના સેલર ઇકોસિસ્ટમનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.

સુરતમાં સ્નેપડીલના એક્ટિવ સેલર્સની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. હવે શહેરનો સ્નેપડીલના સમગ્ર ભારતના એક્ટિવ સેલર બેઝમાં 27.2 ટકા હિસ્સો છે અને તે દેશભરના કુલ વેચાણમાં 31.3 ટકા યોગદાન આપે છે. સુરતનું સુવ્યવસ્થિત અને વૈવિધ્યસભર મેન્યુફેક્ચરિંગ તથા સોર્સિંગ ઇકોસિસ્ટમ સ્નેપડીલના માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સુરતના સેલર્સ મહિલાઓના એથનિક વેર, જેમ કે સાડી, સલવાર સૂટ, કુર્તી, લહેંગા, ગાઉન અને એથનિક ફેબ્રિક્સ ઉપરાંત પુરુષો અને બાળકોના વિવિધ પ્રકારના વસ્ત્રો માટે મજબૂત પસંદગી પૂરી પાડે છે.
એકંદરે, ગુજરાતમાં સ્નેપડીલના એક્ટિવ યુઝર છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણગણા વધ્યા છે જેમાં રાજ્ય હવે સમગ્ર ભારતના વેચાણમાં 34.9 ટકાનું યોગદાન આપે છે.
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને દિવાળી સુધી ચાલુ રહેવાની હોવાથી, ‘પ્રોજેક્ટ ગતિ’માં ભાગ લેનારા સેલર્સને 5 મુખ્ય લાભ મળશે:
1. ઝીરો કમિશન ઉપરાંત એડવર્ટાઇઝિંગ ક્રેડિટ: પ્રોડક્ટ્સની વિઝિબિલિટી વધારવા અને સેલર્સને શરૂઆતના ઓર્ડર મેળવવામાં મદદ કરવા માટે મફત એડવર્ટાઇઝિંગ ક્રેડિટ આપવામાં આવશે. આ સાથે સેલર્સ સ્નેપડીલના ઝીરો કમિશન માર્કેટપ્લેસ મોડલનો પણ લાભ લઈ શકશે.
2. ઝડપી પેમેન્ટ સાયકલ: ટૂંકા પેમેન્ટ સાયકલના કારણે સેલર્સ પાસે વર્કિંગ કેપિટલ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે. તેનાથી તેઓ ઝડપથી ઇન્વેન્ટરી ફરી ભરી શકશે અને પોતાના બિઝનેસમાં ફરીથી રોકાણ કરી શકશે.
3. AI આધારિત કેટલોગિંગ સપોર્ટ: સ્નેપડીલનું ‘SnapList AI’ ટૂલ સેલર્સને વધુ સારી ગુણવત્તાવાળા અને વિગતવાર પ્રોડક્ટ કેટલોગ તૈયાર કરવામાં મદદ કરશે, જેથી ગ્રાહકો માટે પ્રોડક્ટ્સ શોધવાનું વધુ સરળ બને.
4. ટ્રેન્ડ અને માર્કેટપ્લેસ ઇનસાઇટ્સ: સેલર્સને ફેશનના નવા ટ્રેન્ડ, ગ્રાહકોની પસંદગી, લોકપ્રિય પ્રોડક્ટ ફીચર્સ, વિવિધ પ્રાઇસ પોઇન્ટ્સ અને માંગના ટ્રેન્ડ અંગે માહિતી મળશે. તેના આધારે સેલર્સ ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ પ્રોડક્ટ્સની વધુ યોગ્ય રેન્જ તૈયાર કરી શકશે.
5. પ્રાયોરિટી સપોર્ટ: નવા સેલર્સને શરૂઆતના 45 દિવસ દરમિયાન વિશેષ સપોર્ટ આપવામાં આવશે. તેનાથી તેમને માર્કેટપ્લેસની કામગીરી સમજવામાં, સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવામાં અને પ્લેટફોર્મ પર પોતાનો બિઝનેસ સ્થાપિત કરવામાં મદદ મળશે.

સ્નેપડીલના પ્લેટફોર્મ પર વેચાણમાં સૌથી મોટો હિસ્સો ફેશન પ્રોડક્ટ્સનો હોવાથી, કંપનીએ ગ્રાહકોને ઇમેજ સર્ચ અને વાતચીતના માધ્યમથી ફેશન પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરવા માટે વિવિધ ઉકેલો ધરાવતી એઆઈ સ્યુટ પણ રજૂ કરી છે.
વિઝ્યુઅલ ડિસ્કવરી માટે સ્નેપડીલે એઆઈ આધારિત ‘Snap&Shop’ ઇમેજ સર્ચ સુવિધા શરૂ કરી છે. તેના દ્વારા ગ્રાહકોને પોતાની પસંદના આઉટફિટનો ફોટો અથવા સ્ક્રીનશોટ અપલોડ કરવાની સુવિધા મળે છે. એઆઈ આ તસવીરનું વિશ્લેષણ કરીને માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ તેના જેવા પ્રોડક્ટ્સ શોધી આપે છે. ‘Snap&Shop’ દર મહિને 10 લાખથી વધુ ઇમેજ સર્ચ પ્રોસેસ કરે છે.
સ્નેપડીલે લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ) દ્વારા સંચાલિત કન્વર્સેશનલ સર્ચ સુવિધા પણ રજૂ કરી છે. તેના કારણે ગ્રાહકોને ચોક્કસ કીવર્ડ્સ પર આધાર રાખવાને બદલે સામાન્ય ભાષામાં પોતાની જરૂરિયાત મુજબ સર્ચ કરવાની સુવિધા મળે છે. ગ્રાહકો “મારે રક્ષાબંધન માટે રૂ. 700થી ઓછી
કિંમતની કુર્તી જોઈએ છે” અથવા “ઉનાળામાં ઓફિસ માટે આરામદાયક શર્ટ જોઈએ છે” જેવી પોતાની જરૂરિયાત લખી શકે છે. એઆઈ ગ્રાહકની જરૂરિયાત, પ્રસંગ, બજેટ અને સંદર્ભને સમજીને યોગ્ય પરિણામો રજૂ કરે છે. સ્નેપડીલ હવે દર મહિને 50 લાખથી વધુ એઆઈ આધારિત કન્વર્સેશનલ સર્ચ પ્રોસેસ કરે છે.
હાલમાં સ્નેપડીલના તમામ ગ્રાહક ઓર્ડરમાંથી 76 ટકા ઓર્ડર કંપનીના એઆઈ આધારિત રેકમેન્ડેશન એન્જિન ‘StyleMatch’થી પ્રભાવિત થાય છે. આ સિસ્ટમ ગ્રાહકની બ્રાઉઝિંગ વર્તણૂક, અગાઉની ખરીદીનો ઇતિહાસ, સ્થાન, સ્ટાઇલની પસંદગી અને રિયલ-ટાઇમ ઇન્ટરેક્શનના આધારે શોપિંગ અનુભવને વ્યક્તિગત બનાવે છે.

સેલર અને ખરીદી બાદના ગ્રાહક અનુભવને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘SnapList AI’ સેલર્સને પ્રોડક્ટ કેટલોગ તૈયાર કરવામાં અને તેમાં વધુ માહિતી ઉમેરવામાં, પ્રોડક્ટ રેન્જમાં રહેલી ખામીઓ ઓળખવામાં તેમજ કિંમતો અંગે ઉપયોગી માહિતી મેળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ‘Pinpoint AI’ સરનામાં સંબંધિત માહિતીની ચોકસાઈ વધારવામાં મદદ કરે છે, જ્યારે ‘Retina AI’ સંભવિત ડિલિવરી જોખમોને ઓળખવામાં અને રિટર્ન ઘટાડવામાં મદદ કરે છે.
આ જાહેરાત અંગે સ્નેપડીલના સીઈઓ અચિંત સેતિયાએ જણાવ્યું હતું કે, “સુરત એ મજબૂત ઉદાહરણ રજૂ કરે છે કે મેન્યુફેક્ચરિંગ આધારિત બિઝનેસ ઇકોસિસ્ટમ હવે ડિજિટલ કોમર્સ થકી વિકાસ કરી શકે છે. સુરત ટેક્સટાઇલ્સ અને ફેશનમાં તેની મજબૂતાઇ માટે જાણીતું રહ્યું છે અને હવે સ્થાનિક વેપારીઓ ગુજરાતથી આગળ વધીને અન્ય વિસ્તારોના ગ્રાહકો સુધી પહોંચવા માટે ઇ-કોમર્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં અમારા સેલર્સની ઝડપથી વધી રહેલી સંખ્યા દર્શાવે છે કે સ્થાનિક વ્યવસાયો માટે હવે કોઈ સપ્લીમેન્ટ્રી ચેનલ રહી નથી પરંતુ બજાર માટેનો મહત્વનો માર્ગ છે. તહેવારોની સિઝન દેશભરની માંગને ગતિ આપે છે ત્યારે અમે આ મોમેન્ટમનો લાભ લેવા માટે સુરતના સેલર્સ માટે એક મહત્વની તક જોઈ રહ્યા છીએ અને ‘પ્રોજેક્ટ ગતિ’નો હેતુ નવા સેલર્સને આ તકનો લાભ લેવામાં મદદ કરવાનો છે.”

