ભરોસો એ શ્રદ્ધા- વિશ્વાસનું સંયુક્ત રૂપ છે : મોરારિ બાપુ

:દ્રઢાગ્રહી માણસ જડા ગ્રહી ન હોવો જોઈએ, એ જળા ગ્રહી હોવો જોઈએ 
:ગ્રહણ કરવું, ધૈર્ય રાખવું એ પૃથ્વીનો વિશેષ ગુણ છે 
: તુલસીદાસના માનસમાં ‘સબ’ ની પ્રાધાન્યતા છે 

 બાપુ દ્વારા સહજ રીતે થઈ રહેલી સ્વસ્તિક યાત્રા ગઈકાલે સૌર્યભૂમિ ઝાંસીની ભૂમિ પર પહોંચી હતી. સાતમા પડાવ પર પહોંચેલી આ ‘દિલ જોડવા’ની યાત્રામાં સૌ કથાપ્રેમીઓ અને બાપુપ્રેમીઓને અઢળક આનંદ અને પ્રસન્નતા મળી રહી છે. સૌ ‘ફ્લાવર્સ’ ને યાત્રા સહેજે પણ ‘દુર્ગમ’ નથી લાગી રહી પણ ‘સુગમ’ અને ‘સુમનની’ અનુભૂતિ કરાવી રહી છે. ઝાંસીની રાણી - વીરાંગના લક્ષ્મીબાઈના સમર્પણ શૌર્યાકિંત ભૂમિ પરના કથાના પ્રેમમય સંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું કે, રાષ્ટ્રીય ચેતનાથી સભર આ ભૂમિ પર ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ થોડાક કલાકો માટે આવી છે ત્યારે નવરાત્રિના મા જગદંબાની ભક્તિના દિવસો ચાલી રહ્યા છે. એક વીરાંગના રાણી લક્ષ્મીબાઈની ચેતનાને વંદન કરું છું. કથા પૂર્વે ‘વંદે માતરમ્’ નું ગાન થયું હતું. બાપુ સહિત મનોરથી પરિવારના સદસ્યો (મદનલાલ પાલીવાલ પરિવાર) અને કથા પંડાલના સૌ કથાપ્રેમીઓએ સાવધાનની ભૂમિકામાં ઊભા રહીને ભારતમાતાની પ્રાર્થનામાં જોડાયા હતા. સ્વસ્તિક આધી દૈવિક સંદર્ભે સંવાદ કરતા પ્રિય બાપુ એ કહ્યું હતું કે, સ્વસ્તિકનો એક અર્થ કલ્યાણ છે. સ્વસ્તિકમાં ચતુષ્કલ છે. ચતુષ્પદ છે. તો આ ચતુષ્પદ શું છે? 

મારી દૃષ્ટિએ આ ચાર માર્ગ છે (1) દેવમાર્ગ (2) પિતૃમાર્ગ (3) ગુરુમાર્ગ (4) સૂર્યમાર્ગ દેવમાર્ગ એટલે દિવ્યમાર્ગ અને આ દિવ્યમાર્ગ એટલે સત્ય પ્રેમ કરુણાનો માર્ગ, સત્ય વિચાર, ઉચ્ચાર અને આચાર, એ પણ પ્રિય સત્ય, બીજાનું શુભ કરનાર સત્ય. એટલુજ નહીં પણ બીજાના સત્યનો સ્વીકાર કરવો.  આપણે મોટાભાગે આપણા સત્યનો આગ્રહ કરીએ છીએ. અન્યના સત્યનો સ્વીકાર નથી કરતા ! ભગવદમાં કહ્યું છે કે, ‘સત્યમ પરમ ધીમહિ’ બીજું પ્રેમ માર્ગ, પ્રેમ કરનાર જે માર્ગે ચાલે એ માર્ગે દિવ્ય માર્ગ બની જાય છે. ત્રીજું : કરુણા જેમાં કરુણા હોય એ દિવ્યમાર્ગના યાત્રિક છે. દેહમાર્ગની ત્રણ સ્થિતિ છે. સ્થૂળ શરીર સંદર્ભે. આત્મનંદ આત્મભાન અને આત્મપરિચય. આત્મપ્રસન્નતા એટલે કોઈ પરમપુરુષની વાણી સાંભળીને થતી અનુભૂતિ એ  આત્મપ્રસન્નતા. સ્વસ્તિકમાર્ગનું કેન્દ્રબિંદુ પરમતત્વ - પરમ બ્રહ્મ છે. વિશ્વની તમામ ઘટનાનું કેન્દ્ર બ્રહ્મ છે. અને એ બ્રહ્મનું નામ રામ છે. તમે જેને માનતા હો તે બ્રહ્મ- શંકર, મા દુર્ગા, હનુમાનજી વગેરે 

પૂજ્ય મોરારિ બાપુએ કથા રત્નો રજૂ કરતા કહ્યું કે, આગ્રહી માણસ ‘જડાગ્રહી’ ન હોવો જોઇએ એ ‘જળાગ્રહી’ હોવો જોઈએ. વિશ્વામિત્ર એટલે એક વૈશ્વિક વિચાર : બિંદુજી મહારાજ (સાકેતવાસી), તેમણે કહ્યું કે, પિતૃમાર્ગ એટલે તર્પણ યજ્ઞ અને શ્રાવણનો માર્ગ. ગુરમાર્ગ એટલે શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો માર્ગ. બાપુએ કહ્યું કે, પુષ્પવાટિકા વાળી જાનકી રામના હૃદયમાં છે. અશોકવાટિકાવાળી જાનકી રાવણનાં હૃદયમાં છે. બાપુએ કબીર નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈ રે મારગ, મારે જોવા રે, કબીર કહે કે ઈ રે મારગ મારે જોવા રે.. હો… પૂજ્ય બાપુએ કહ્યું કે, ‘માનસ’મા સબ શબ્દની પ્રધાનતા છે, ભગવતગીતામાં ‘સમ’ શબ્દની સ્વસ્તિક એટલે સૌનું કલ્યાણ. અંતે જેનામાં નિરંતર કરુણા છે એ દિવ્યમાર્ગનો યાત્રિક છે.

About The Author

Related Posts

Top News

ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ અજિત...
Sports 
ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને પડકારીને દિલ્હી હાઈકોર્ટના...
National 
શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

ભારતમાં, દશેરા મુખ્યત્વે 'ખરાબ' પર 'સારા'નો વિજય અને રાવણના દહન તરીકે ઉજવવામાં આવે છે....
National 
આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન ચાર દાતાઓ પાસેથી સ્વેચ્છાએ રૂ. ...
Politics 
વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.