ભારતીય ટીમને સમજવું પડશે આ IPL નથી ચાલી રહી, થોડું જવાબદાર બનવું પડશે

ઇંગ્લેન્ડે પહેલીવાર ભારત સામે T20 શ્રેણી જીતી, જ્યારે ભારતનો T20 મેચમાં સતત પાંચમો પરાજય થયો.

બ્રિસ્ટલમાં ચોથી T20 મેચમાં, ભારતે ઇંગ્લેન્ડને 159 રનનો લક્ષ્યાંક આપ્યો. ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને કેપ્ટન હેરી બ્રુકે બીજી વિકેટ માટે અણનમ 144 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને કારણે, ઇંગ્લેન્ડે માત્ર 13.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

બ્રુકે 35 બોલમાં 79 રન બનાવ્યા, જ્યારે સોલ્ટે પહેલા નવ બોલમાં એક પણ રન ન બનાવ્યા હોવા છતાં, 42 બોલમાં 59 રન બનાવ્યા.

India-Lose-T20 Series
hindi.news18.com

ઇંગ્લેન્ડ હવે પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય લીડ ધરાવે છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ થયા પછી, ઇંગ્લેન્ડે ત્યાર પછીની 3 મેચમાં ધમાકેદાર જીત મેળવી હતી.

ભારતની સતત હાર અને આ શ્રેણી પહેલા આયર્લેન્ડ સામે બે અણધારી હારથી શ્રેયસ ઐયર પર દબાણ વધ્યું છે, જેમણે જૂનની શરૂઆતમાં ભારતના T20 કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેતા, શ્રેયસ ઐયરે ચોથા નંબર પર 49 બોલમાં અણનમ 80 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો પૂરતો ટેકો ન મળ્યો, અને ભારત ફક્ત 158-7 સુધી પહોંચી શક્યું.

પાછલી બે મેચની જેમ, ભારતીય બેટ્સમેનોએ હવામાં ઉતાવળિયા શોટ રમ્યા, જે સીધા ઇંગ્લેન્ડ ફિલ્ડરોના હાથમાં ગયા.

3

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી આઉટ થનાર પ્રથમ ખેલાડી હતો. તેણે જોફ્રા આર્ચરનો બોલ હવામાં રમ્યો, અને સેમ કુરન તેનો કેચ પકડ્યો. તેણે 15 રન બનાવ્યા.

કપ્તાન સિવાય, શિવમ દુબે એકમાત્ર બેટ્સમેન હતો જે બે આંકડા સુધી પહોંચ્યો હતો. તેણે 23 બોલમાં 22 રન બનાવ્યા અને શ્રેયસ સાથે ચોથી વિકેટ માટે 53 રન ઉમેર્યા.

ત્યારપછી તેણે વિલ જેક્સના બોલ પર લોંગ-ઓન પર ટોમ બેન્ટનને કેચ આપી દીધો.

2-20ના આંકડા સાથે પોતાની ઓવર પુરી કરનારા આર્ચરે કેટલાક શાનદાર ફૂટવર્ક સાથે ભારતની ઇનિંગનો અંત કર્યો. તેણે પોતાના પગથી બોલને સ્ટમ્પ તરફ વાળીને નોન-સ્ટ્રાઈકર એન્ડથી દોડી રહેલા અક્ષર પટેલને રન આઉટ કર્યો.

India-Lose-T20 Series
instagram.com

શ્રેણીની અંતિમ મેચ શનિવારે સાઉથમ્પ્ટનમાં રમાશે, જ્યાં બે વખતના T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારત 5 મેચની T20 શ્રેણીમાં ઓછામાં ઓછી એક જીતનો લક્ષ્ય રાખશે.

બ્રિસ્ટોલમાં આકરા તડકાની સાંજ પછી, નવા કેપ્ટન શ્રેયસ ઐયરને હવે ભારતીય મીડિયા અને ક્રિકેટ ચાહકો તરફથી તીવ્ર ટીકાનો સામનો કરવો પડશે.

31 વર્ષીય શ્રેયસને આયર્લેન્ડ પ્રવાસ પહેલા ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જોકે તે 2023થી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તેણે માર્ચમાં T20 વર્લ્ડ કપ જીત અપાવનાર સૂર્યકુમાર યાદવનું સ્થાન લીધું. આ ભારતની સતત બીજી T20 વર્લ્ડ કપ જીત હતી. 2024માં, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

શ્રેયસે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ટાઇટલ અપાવ્યું અને 2025માં પંજાબ કિંગ્સને રનર-અપ કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય કેપ્ટનશીપ તેના માટે ઘણી પડકારજનક સાબિત થઈ છે.

India-Lose-T20 Series
hindi.news18.com

કેપ્ટન તરીકેની તેની પહેલી જ મેચમાં, ભારતનો આયર્લેન્ડ સામેનો પહેલો પરાજય થયો. બીજી મેચમાં એક રનથી થયેલા પરાજયને કારણે ભારતે શ્રેણી પણ ગુમાવી હતી.

ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 વરસાદને કારણે રદ થઇ હતી, પરંતુ તે પછીની 3 મેચમાં ભારત પુરી રીતે પછડાઈ ગયું હોય તેવું દેખાયું.

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 4 વિકેટથી હાર્યા પછી, ભારતને ટ્રેન્ટ બ્રિજ ખાતે 125 રનથી રેકોર્ડબ્રેક હારનો સામનો કરવો પડ્યો, જ્યારે બ્રિસ્ટલમાં 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આની પહેલા ભારત 4 વખત ફક્ત 9 વિકેટથી હાર્યું હતું.

IPLની બેટિંગ-ફ્રેન્ડલી પિચોથી દૂર ભારતીય બેટ્સમેન અસ્વસ્થ દેખાતા હતા. તેઓએ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ નિષ્ફળ રહ્યા.

India-Lose-T20 Series
bhaskar.com

ભારતની પહેલી 6 વિકેટો હવામાં રમેલા શોટથી પડી ગઈ. ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર પણ સરળ કેચ આપીને આઉટ થયા હતા, જ્યારે ટીમ ફરી એકવાર શોર્ટ બોલ રમવા સામે સંઘર્ષ કરી રહી હતી.

ભૂતપૂર્વ વિકેટકીપર દીપ દાસગુપ્તાએ કહ્યું કે, ભારતની બેટિંગમાં યોજનાનો અભાવ હતો અને તેઓ સમજી નથી શકતા ટીમ કઈ દિશામાં જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત છેલ્લી બે ઓવરમાં ફક્ત 8 રન જ બનાવી શક્યું.

બીજી તરફ, ભારતનું કામચલાઉ બોલિંગ આક્રમણ પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ ગયું, કારણ કે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા બંનેને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

India-Lose-T20 Series
lokmatnews.in

એક તરફ શ્રેયસ ઐયર પર દબાણ વધી રહ્યું છે, ત્યારે ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ થોડી રાહત અનુભવી રહ્યા હશે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર પછી તેના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

હવે, તેમની T20 ટીમે તેમની છેલ્લી 22 મેચોમાંથી 19 મેચ જીતી છે. ભારત સામેની તેમની પ્રથમ T20 શ્રેણી જીત્યા પછી, ઇંગ્લેન્ડની ટીમ અપેક્ષા કરતાં વધુ સકારાત્મક મૂડમાં 'ધ હંડ્રેડ' માટે મહિનાના વિરામમાં પ્રવેશ કરશે.

ફિલ સોલ્ટ ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડનો સૌથી વધારે રન બનાવનારો ખેલાડી હતો અને આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, જ્યારે સતત બીજી મેચમાં તેણે પ્રથમ ઓવરમાં એક પણ રન બનાવ્યો ન હતો.

હેરી બ્રુક ત્રીજી ઓવરમાં તેમની સાથે જોડાયો, અને પાવરપ્લે પૂરો થાય ત્યાં સુધીમાં તેઓએ ટીમનો સ્કોર 62/1 સુધી પહોંચાડ્યો.

India-Lose-T20 Series
aajtak.in

તેમણે ત્યારપછી ઝડપથી રન બનાવ્યા, આઠમી અને દસમી ઓવર વચ્ચે 52 રન ઉમેરીને મેચ ભારતની પહોંચની બહાર કરી દીધી.

બ્રુકે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. વોશિંગ્ટન સુંદરની 8મી ઓવરમાં તેણે સતત 4 ચોગ્ગા પણ ફટકાર્યા.

જોસ બટલર આઉટ થનારો ઇંગ્લેન્ડનો એકમાત્ર બેટ્સમેન હતો. તે 8 રન બનાવીને અર્શદીપ સિંહની ઓવરમાં વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો.

35 વર્ષીય બટલરનું ફોર્મ ઇંગ્લેન્ડ માટે ચિંતાનો વિષય છે. તેણે પોતાની છેલ્લી 18 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં સરેરાશ માત્ર 15.16નો સ્કોર કર્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 39 રન છે.

ઇંગ્લેન્ડ પાસે શનિવારની અંતિમ મેચમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોશ ટોંગને આરામ આપવાનો વિકલ્પ રહેશે.

જોકે, જો ઇંગ્લેન્ડ આ મેચ જીતી જાય છે, તો તેઓ T20 વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી જશે.

About The Author

Related Posts

Top News

ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતીય ક્રિકેટ ટીમમાં આ સમયે ઈજાઓનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. અહેવાલો અનુસાર BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ...
Sports 
ટીમ ઈન્ડિયામાં મોટો ખેલ ચાલી રહ્યો લાગે છે, શું હર્ષિત રાણા-સુંદર માટે નિયમો તોડાયા?

ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેતૃત્વમાં, સોમવારે દિલ્હીમાં જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન...
World 
ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018ના નિકોલ પોલીસ...
Gujarat 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી થતા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. બેંગલુરુમાં એક હાઇ-પ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં AI...
National 
AIને પૂછ્યું- જીવ લીધા પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો? પછી 3 લોકોને પતાવી દીધા; પોલીસેકંપની પાસે ચેટ હિસ્ટ્રી માંગી
Copyright (c) Khabarchhe All Rights Reserved.