- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 01-07-2026
દિવસ: બુધવાર
મેષ: આજે કોઇપણ કારણસર પોતાના સ્થાનથી દૂર રહેવાના યોગ છે, તમે કાર્યક્ષેત્રે પર લાપરવાહ બનશો, જેનાથી લાભથી વંચિત રહો, સ્વાસ્થ્ય સારું રહે.
વૃષભ: આજે પરાક્રમમાં વૃદ્વિ બને પરંતુ, ધર્મ,કર્મ અને આસ્થામાં ઉણપ આવે,પેટ સંબંધિત સમસ્યાઓ થાય માટે ખાવા-પીવામાં સાવચેતી રાખવી.
મિથુન: અકારણ બેચેની અને ચિંતામાં દિવસ રહે, પોતાની તુલના બીજા સાથે કરીને દુખી થશો, સ્વાસ્થ્ય મધ્યમ રહે.
કર્ક: આજનો દિવસ માનસિક રૂપથી પ્રસન્ન રહેશે,સ્વાસ્થ્ય જાળવવું, આર્થિક સ્થિતિ સુધારવા કોઇના પર આધારિત નિર્ણય લેવો પડે.
સિંહ: નોકરિયાત વર્ગને આજે ભાગ દોડ વાળો દિવસ રહે, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, પડવા વાગવાના યોગ બને.
કન્યા: આવક કરતાં જાવક વધુ રહે, કોઇપણ વીજ ઉપકરણથી સાચવવું, માનસિક બેચેની રહે, કોઇને આર્થિક વાયદો ન આપવો.
તુલા: આજે પરિસ્થિતિ તમારી અનુકુળતા મુજબ થતી જણાશે, કાર્ય વ્યવસાયમાં પણ આજે અનેક લાભ થવાના યોગ છે, સ્વાસ્થ્ય મધ્યમ રહે.
વૃશ્વિક: આર્થિક યોજનાઓને લઇને આજે ભાગદોડ વધારે થાય, ઘણા સમયથી અટકેલા કામ થાય, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી.
ધન: ઉતાર-ચઢાવ સાથે દિવસ રહે, પરિવારનો સાથે સહકાર મળી રહે, સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.
મકર: સરકારી કાર્યમાં આજે તમે વ્યસ્ત રહેશો, સંતાન તરફથી ખુશી મળે, તમારી વિદ્યાનો પ્રભાવ પાડી શકશો, સ્વાસ્થ્યમાં નાની-મોટી તકલીફ રહે.
કુંભ: કોઇ ભૂલ મનમાં અનેક આશંકાઓ ઉપજાવે, જે મળ્યુ છે તેના કરતા નથી મળ્યુ તેના વિશે વિચારશો, પેટની તકલીફો રહે.
મીન: આજનો દિવસ ક્યાંક ને ક્યાંક કોઇ અભાવ દર્શાવે, આર્થિક રોકાણ ટાળવું, નકારાત્મકતાથી દૂર રહેવું, પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.

