ઇંગ્લેન્ડ પ્રવાસે વૈભવ સૂર્યવંશી માટે હશે અલગ ડ્રેસિંગ રૂમ, કારણ છે ICCનો ખાસ નિયમ

ભારતીય ક્રિકેટમાં ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી તેના પહેલા સીનિયર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલા ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેની બેટિંગ નહીં, પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લાગૂ પડતો એક ખાસ નિયમ છે. 15 વર્ષીય વૈભવને ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેના સાથી ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરવો પડશે.

આ વ્યવસ્થા ICCના સેફગાર્ડિંગ (બાળ સુરક્ષા) નિયમો હેઠળ કરવામાં આવી રહી છે. ICC અને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના નિયમો અનુસાર, 16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પુખ્ત ખેલાડીઓ સાથે ચેન્જિંગ રૂમ શેર કરી શકતા નથી. આ વ્યવસ્થાની પુષ્ટી કરતા ECBએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં થનાર આ સીરિઝ ICCના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, એટલે તેના સેફગાર્ડિંગ પ્રોટોકોલ લાગૂ થશે. ICCના નિયમોની સાથે, બોર્ડની 'સેફ હેન્ડ્સ' નીતિ પણ સમગ્ર પ્રવાસ દરમિયાન અમલમાં રહેશે.

abdullah1
bhaskar.com

વૈભવની ઉંમરને ધ્યાનમાં રાખીને વધારાના સલામતી અને દેખરેખની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેના માતા-પિતા સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સાથે જ રહેશે અને એ જ હોટલમાં રોકાશે. સામાન્ય પરિસ્થિતિમાં આવું હોતું નથી, પરંતુ વૈભવની ઉંમરને ધ્યાનમાં રાખીને ખાસ પરવાનગી આપવામાં આવી છે. ECBનું માનવું છે કે પરિવારની હાજરી યુવા ખેલાડીને જરૂરી સહયોગ અને સંભાળ પૂરી પાડશે.

બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ નિયમો વૈભવની ક્રિકેટ પ્રવૃત્તિઓને અસર કરશે નહીં. તે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે, ટીમ મીટિંગમાં ભાગ લેશે, અભ્યાસ કરશે અને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે સામેલ રહેશે. આ પ્રતિબંધ ફક્ત મેચ પહેલા અને પછી કપડાં બદલવા દરમિયાન લાગૂ થશે.
ઈંગ્લેન્ડ સીરિઝ ICCના અધિકારક્ષેત્ર હેઠળ યોજાઈ રહી છે એટલે ત્યાં, આ નિયમો લાગૂ પડશે. જો કે, આ વ્યવસ્થા આયર્લેન્ડ સામેની બે T20 મેચો માટે લાગૂ કરવામાં આવશે નહીં, કારણ કે તે મેચ ક્રિકેટ આયર્લેન્ડના નિયંત્રણ હેઠળ યોજાઈ રહી છે.

રસપ્રદ વાત એ છે કે, ભારતીય ઘરેલૂ ક્રિકેટ અથવા IPLમાં આવા નિયમો નથી. રાજસ્થાન રોયલ્સ માટે રમતા વૈભવ છેલ્લા બે સીઝનમાં સીનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી ચૂક્યો છે. વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સફર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કરનાર આ બેટ્સમેને તેની પહેલી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે પુરુષોની T20 ક્રિકેટમાં કિશોર વયે સૌથી ઝડપી સદી ફટકારી, જે ફક્ત 38 બોલમાં આવી હતી. ત્યારબાદ તેણે પોતાના પ્રદર્શનને વધુ ઉંચાઇ આપી અને IPL 2026 સીઝનમાં 776 રન બનાવનાર ખેલાડી રહ્યો. તેણે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ 72 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો.

તાજેતરમાં, ત્રિકોણીય સીરિઝની ફાઇનલમાં શ્રીલંકા-A સામે ભારત-A માટે રમતા, વૈભવે ફક્ત 29 બોલમાં 94 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે ફક્ત 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.

venezuela3
youtube.com

બધાની નજર હવે શુક્રવારે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ પર છે. જો વૈભવને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળે તો તે ભારતનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનશે. હાલમાં, આ રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેમણે 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

સચિન તેંદુલકર પછી ભારતીય ક્રિકેટમાં સૌથી મોટા ટીનેજ સ્ટાર ગણાતા વૈભવ સૂર્યવંશી માટે ઇંગ્લેન્ડ પ્રવાસ તેની કારકિર્દીમાં વધુ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.