દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે 50 લાખ રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરવાનો આરોપ છે. આટલું જ નહીં, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે ચોરેલા પૈસાનો મોટો ભાગ તેની ગર્લફ્રેન્ડ પર ખર્ચ કર્યો. તેને લગભગ 1.5 લાખનો iPhone પણ ભેટમાં આપ્યો હતો.

આ કેસમાં આરોપીની ઓળખ યશ ધાનુકા તરીકે થઈ છે. એવો આરોપ છે કે જ્યારે તેના માતા-પિતા બહાર હતા ત્યારે ઘરના લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના કાઢી લીધા હતા. માતા-પિતા જ્યારે પાછા ફર્યા તો, કિંમતી વસ્તુઓ ગાયબ હોવાનું જણાયું. ત્યારબાદ, યશના પિતાએ 24 ઓગસ્ટના રોજ જોરહાટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. યશ ધાનુકા ઉપરાંત, FIRમાં જીતેન્દ્ર સોમાણી, રોહિત પ્રસાદ અને પબાલી દત્તાના નામ પણ સામેલ છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કથિત ચોરીનું ષડયંત્ર કેવી રીતે કરવામાં આવ્યું હતું અને આરોપીઓની શું ભૂમિકા હતી.

MG-Hector-Tomahawk4
ndtv.com

તપાસ દરમિયાન, યશે જણાવ્યું હતું કે તેણે તેના મિત્રો જીતેન્દ્ર સોમાણી અને રોહિત પ્રસાદ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. તેનો આરોપ છે કે બંનેએ તેને ચોરી કરવા માટે ઉશ્કેર્યો હતો અને આખી પદ્ધતિ જણાવી હતી. યશના જણાવ્યા મુજબ, લોકર સુધી પહોંચવા માટે એક તાળા બનાવનારની મદદ પણ લેવામાં આવી હતી. યશે એવું પણ જણાવ્યું હતું કે તેણે ચોરેના પૈસામાંથી લગભગ ₹5 લાખ પાબલી દત્તા પર ખર્ચ્યા હતા. આ ખર્ચમાં આશરે ₹1.5 લાખનો iPhone અને રોકડ રકમ આપવાનો સમાવેશ થાય છે.

યશે મીડિયાને જણાવ્યું હતું કે, મને ખરેખર અફસોસ છે. જીતુ સોમાણીએ મને ગેરમાર્ગે દોર્યો. તેણે સોમાણી અને પ્રસાદ પર ચોરીના આયોજનમાં સામેલ હોવાનો અને ચોરાયેલા દાગીનાના ઠેકાણે લગાવવામાં મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસમાં બીજી એક મહત્ત્વપૂર્ણ વિગત બહાર આવીછે. યશ પોતે અમદાવાદ ગયો નહોતો. અહેવાલો અનુસાર, જીતેન્દ્ર સોમાણી 4 ઓગસ્ટે અમદાવાદ ગયો હતો, જ્યારે યશ આસામમાં રહ્યો હતો. ત્યારબાદ જોરહાટ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

GF1
aajtak.in

યશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. પોલીસ હવે ચોરીની સંપૂર્ણ રકમ અને સોનાના દાગીના શોધવા માટે કામ કરી રહી છે. સાથે જ એ માહિતી મેળવવામાં આવી રહી છે કે, FIRમાં નામિત અન્ય વ્યક્તિઓની કથિત ભૂમિકા શું હતી. હાલમાં બધા આરોપોની તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.