માતાને વધુ પ્રેમ કરતા બાળકોને પિતા બાઇક પર બેસાડીને લઇ ગયો અને નહેરમાં ફેંકી દીધા

કર્ણાટકના યાદગિર જિલ્લાના શાહપુર તાલુકાના ગોગી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, એક પિતાએ કૌટુંબિક વિવાદને કારણે પોતાના જ માસૂમ બાળકોને નહેરમાં ફેંકી દીધા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાનું નામ શાંતપ્પા છે. આરોપી શાંતપ્પાનો પોતાની પત્ની રેણુકા સાથે મિલકતના વિવાદને લઈને વારંવાર ઝઘડો થતો રહેતો હતો. ઘટનાના દિવસે પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ઝઘડા પછી ગુસ્સે ભરાયેલા શાંતપ્પાએ તેના ત્રણ બાળકોને બાઇક પર બેસાડ્યા અને ઘરેથી નીકળી ગયો. તે બાળકોને લઇને નજીકની નહેર પાસે પહોંચ્યો. ત્યાં, તેણે તેની 9 વર્ષની પુત્રી સાનવી અને અઢી વર્ષના પુત્ર સૃજનને નહેરમાં ધકેલી દીધા. આ ભયાનક ઘટના દરમિયાન શાંતપ્પાની ત્રીજી પુત્રી 6 વર્ષની સંજના પણ હતી. જ્યારે તેણે તેના ભાઈ-બહેનોને નહેરમાં ફેંકતા જોયા ત્યારે તે ગભરાઈ ગઈ.

નાની સંજનાએ તેના પિતાના પગ પકડી લીધા અને રડતા પોતાના જીવન માટે વિનંતી કરવા લાગી. તેણે પોતાના પિતાને કહ્યું કે તે તેને ન મારે અને તેને વળગી પડી. તેની પુત્રીની નિર્દોષ વિનંતીઓને કારણે તેણે સંજનાને ન મારી. ત્યારબાદ તે તેને સુરક્ષિત રીતે યાદગિર પાછો લઇ આવ્યો.

crime
udayavani.com

યાદગીર પહોંચ્યા પછી, આરોપી શાંતપ્પાએ પોતે પોલીસ ઇમરજન્સી નંબર,112 ડાયલ કર્યો. તેણે પોલીસ કર્મચારીઓને જાણ કરી કે તેણે તેના બાળકોને નહેરમાં ફેંકી દીધા છે. આરોપીએ પોતે જ આટલી ગંભીર ઘટનાની જાણ કરવા માટે ફોન કરતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને એક ટીમ ઘટનાસ્થળે મોકલી.

યાદગિરના પોલીસ અધિક્ષક (SP) પૃથ્વી શંકરે ઘટના અંગે સંપૂર્ણ વિગતો આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ગોગી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં બની હતી. SP પૃથ્વી શંકરે જણાવ્યું કે માહિતી મળી ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી, જેના કારણે ફાયર અને રેસ્ક્યૂ ટીમ માટે અંધારામાં શોધખોળ હાથ ધરવી અશક્ય બની ગઈ હતી. ત્યારબાદ, બીજા દિવસે સવારે લગભગ 6:00 વાગ્યે કેનાલમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. અમારી ફાયર અને રેસ્ક્યૂ ટીમ નવ વર્ષની સાનવી અને અઢી વર્ષની સૃજનના મૃતદેહ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે બાળકોના મૃતદેહ મળતાની સાથે જ આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવશે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

police
thenewsmill.com

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી શાંતપ્પા માનસિક રીતે પરેશાન લાગી રહ્યો હતો છે. પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે બંને બાળકોને તેમની માતા પ્રત્યે વધુ લાગણી હતી; આરોપીએ દાવો કર્યો હતો કે તેની એ બાળકો સાથે લાગણી નહોતી. હાલમાં, પોલીસ શક્ય તેટલી ઝડપથી બાળકોને શોધવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે બાળકો મળી આવ્યા પછી કેસ અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.