જામનગરમાં પત્નીએ જ પતિને સાઈનાઈડ આપી પતાવી દીધો, પછી ફેક્ટરીમાં દાટ્યો... બે વર્ષ પછી દીયરે...

જામનગરથી પ્રેમ, વિશ્વાસઘાત અને ષડયંત્રની એક ભયાનક કહાની સામે આવી છે, જેણે બધાને હેરાન કરી દીધા છે. પોતાના અનૈતિક સંબંધમાં આડે આતે પતિને ખતમ કરવા માટે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને એક ભયાનક કાવતરું ઘડ્યું. પતિના દારૂમાં સાઈનાઈડ આપીને મારી નાખ્યો અને તેની ઓળખ છુપાવવા માટે તેના શરીરને ભાડાની ફેક્ટરીમાં 12 થી 15 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યું હતું.

49

આરોપી મહિલા પૃથ્વીનું નિલેશ મનસુખભાઈ કચેતિયા નામના પુરુષ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતી. આ સંબંધ વચ્ચે તેનો પતિ જીગ્નેશ આડે આવતો હોય તેવું લાગી રહ્યું હતું. જીગ્નેશથી છૂટકારો મેળવવા માટે પૃથ્વી અને નિલેશે એક ભયંકર પ્લાન બનાવ્યો. તેમણે સાથે મળીને કપટથી જીગ્નેશને દારૂમાં સાઈનાઈડ ભેળવીને પીવડાવ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. ગુનો કર્યા પછી, તેમણે દરેડ વિસ્તારમાં ભાડાની ફેક્ટરી પસંદ કરી અને ત્યાં 12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદીને જીગ્નેશના મૃતદેહને દાટી દીધો.

46

હત્યા બાદ આરોપી પત્નીએ સાસરિયાઓને ગેરમાર્ગે દોરવા માટે એક બનાવટી કહાની બનાવી. જ્યારે પણ પરિવારના સભ્યો જીગ્નેશ વિશે પૂછતા ત્યારે પૃથ્વી દાવો કરતી કે તે કામ માટે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે સંબંધીઓએ તેનો ફોન નંબર માંગ્યો, ત્યારે તેણે ખોટું બોલ્યું, કહ્યું કે જીગ્નેશ જ્યાં કામ કરે છે તે કંપનીમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની કે વાત કરવાની મંજૂરી નથી. આ બનાવટી કહાનીના આધારે ચાલાક મહિલા લગભગ બે વર્ષ સુધી તેના સાસરિયાઓને છેતરવામાં સફળ રહી.

48

આ ભયાનક ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતકના ભાઈ અશોક ધર્મેશભાઈ માવડિયાએ ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવ્યો. અશોકે પૃથ્વીને કહ્યું કે તે પોતે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે અને જીગ્નેશની કંપનીનું સરનામું પૂછ્યું. આના પર જ્યારે પૃથ્વીએ બહાના બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અશોકને શંકા ગઈ. અશોકે કડક શબ્દોમાં કહ્યું કે તેને તેના પર શંકા છે અને તે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો છે. આ સાંભળીને પૃથ્વી ગભરાઈ ગઈ અને તેણે કબૂલાત કરી કે તેણે બે વર્ષ અગાઉ જીગ્નેશની હત્યા કરી નાખી હતી.

50

પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધી અને તેના દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં દરેડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં ખોદકામ હાથ ધર્યું. જીગ્નેશના હાડપિંજરના અવશેષો આશરે 12 થી 15 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવ્યા. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ કેસ નોંધીને વધું કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.