ગુજરાતમાં ખેતીની જમીન કેમ ઘટી રહી છે? છેલ્લા 5 વર્ષનો આંકડો જાણીને ચોંકી જશો

ગ્રામીણ કક્ષાએ ખેતી અને પશુપાલન લોકોની જીવાદોરી છે. મોટાભાગના લોકો આના પર જ નિર્ભર હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની જમીન સતત ઘટી રહી છે. તેના આંકડા જાણીને ચોંકી જશો. જો કે, આ પાછળના કેટલાક કારણો પણ છે.

અત્યારે વધતી જતી મોંઘવારીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની દોડમાં ગુજરાતમાં ખેતીની જમીની સતત ઘટી રહી છે. gujarati.indianexpress.comના અહેવાલ મુજબ, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખેતી લાયક જમીન અંદાજે 2.28 લાખ હેક્ટર કે 1.83 ટકા ઘટી ગઇ છે. એક બાજુ ખેતીની જમીન ઘટી છે અને બાજુ ખેતીની જમીન વેચનાર ખેડૂતો મજૂરી કરવા મજબૂર થયા છે. ખેતી મોંઘી થતાં ખેડૂતો ખેતીલાયક જમીનો વેચી રહ્યાં છે જેથી ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Farmer
gemini.google.com

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.83 ટકા ખેતીલાયક જમીન ઘટી છે. લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સ આંકડામાં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં વર્ષ  2021-22 ખેતી લાયક જમીન 124.62 લાખ હેક્ટર હતી, જે વર્ષ 2022-23માં ઘટીને 123.68 લાખ હેક્ટર થઇ ગઇ. વર્ષ 2023-24માં આ જમીન હજી વધારે ઘટીને 123.17 લાખ હેક્ટર થઇ ગઇ, તો વર્ષ 2024-25માં ખેતી લાયક જમી122.38 લાખ હેક્ટર થઇ ગઇ. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતી લાયક જમીન ઘટી ગઇ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સરકારી અહેવાલ મુજબ વર્ષ 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે વર્ષ 2024-25 સુધીમાં ઘટીને માત્ર 122.38 લાખ હેક્ટર રહી ગઈ છે. જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધુ 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર જમીન બિન-ખેતીમાં ફેરવાઈ ગઈ છે.

ખેતીની જમીન ઘટવા પાછળ ઝડપી શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોની સરહદો સતત વિસ્તરી રહી છે. હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે ખેડૂતો ઊંચી કિંમતે ખેતીલાયક જમીનો વેચી રહ્યા છે.

farmer
gemini.google.com

સરકારી આંકડા મુજબ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ ઘટાડો થયો છે. સાબરકાંઠામાં 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. તો અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવામાં આવી છે.

મહત્ત્વનું કારણ એ પણ છે, હવે બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ જોતાં ખેડૂતોને ખેતી પોષાય તેમ નથી જેથી તેઓ ખેતીલાયક જમીન વેચી રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર રૂ. 12,631 છે જેના કારણે નવી પેઢી ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહી છે.

ગુજરાત મોડેલમાં ઉદ્યોગોને પ્રાથમિકતા મળતા હાઈવે ટચ ખેતીની જમીનો ફેક્ટરીઓ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને લોજિસ્ટિક પાર્કમાં ફેરવાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ, સુરત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જમીનમાં ખારાશ વધી રહી છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશને લીધે પણ હજારો હેક્ટર જમીન બિન-ઉપજાઉ બની છે.

દરિયાઈ ખારાશ અને જમીનનું ધોવાણ : દરિયાઇ ખારાશના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનનું પ્રમાણ ઘટ્યું છે. ઉપરાંત પુરના કારણ જમીનનું ધોવાણ થવાથી પણ ખેતી લાયક જમીન ઘટી રહી છે.  ખેતી લાયક જમીન ઘટવાનું સૌથી મુખ્ય કારણ ખેતી માંથી ઓછી આવક છે. કૃષિ પાકોના ઉત્પાદન બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેના કારણે ખેતી હવે ખોટનો ધંધો બની ગયો છે. ખેડૂતોમાં ખેતી કરવાનો ઉત્સાહ ઓછો થઇ રહ્યો છે.

farmer
gemini.google.com

એક બાજુ બિયારણ અને જંતુનાશકોની કિંમત વધવાની સાથે સાથે ખેત મજૂરોનું મજૂરી પણ વધી છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર ₹ 2,631 છે, જે આજના મોંઘવારીના સમયમાં અત્યંત ઓછી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતી માંથી પુરતું વળતર ન મળતા ખેતીની જમીન વેચી રહ્યા છે.

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, જો ગુજરાતમાં જમીન બિન-ખેતી થવાનો આ ટ્રેન્ડ ન રોકાયો, તો આગામી સમયમાં નાના ખેડૂતો ખેતમજૂર બની જશે અને ધાન્ય પાકોની તીવ્ર અછત સર્જાઈ શકે છે. સરકાર દ્વારા જે રીતે બેફામ નોન એગ્રીકલ્ચરને મંજૂરી આપવામાં આવે છે તેનાથી ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. તંત્ર દ્વારા આ મામલે નિયંત્રણ નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.