ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકોને હવેથી સસ્તા અનાજનો લાભ નહીં મળે, ફટકારાઇ નોટિસ; જાણો શું છે આખો મામલો?

ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યુરિટી (NFS) યોજના હેઠળ આવતા 55 લાખ રેશનકાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. આ રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ હોવા છતા તેઓ NFS યોજનાનો લાભ લઈ રહ્યા હતા. ભારત સરકારે આવા લોકોના ઇન્કમટેક્સ રિટર્ન, આધારકાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે આ માહિતી ગુજરાત રાજ્યની પુરવઠા કચેરીને મોકલી છે. આ ડેટાના આધારે, જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા 55 લાખ રેશનકાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે.

etvbharat.comના અહેવાલ મુજબ, નોટિસ પ્રાપ્ત કરનાર રેશનકાર્ડ ધારકોને 21 દિવસમાં મામલતદાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ રજૂઆત બાદ તેમના રેશનકાર્ડ રદ કરવા કે માન્ય રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે, આ 55 લાખ રેશનકાર્ડ ધારકોને હવેથી સસ્તા અનાજનો લાભ મળશે નહીં, અને તેમના રેશનકાર્ડ NFSમાંથી સામાન્ય (non-NFS) કાર્ડમાં ફેરવવામાં આવશે.

fake ration card
gujaratsamachar.com

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, સુખી સંપન્ન પરિવારો પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશનકાર્ડ મેળવી ગરીબ લાભાર્થી બની બેઠા હતા. જેમની પાસે આલીશાન બંગલા છે, વૈભવી કાર છે, ખેતીલાયક જમીનો છે અને જેઓ નિયમિત ઈનકમ ટેક્સ ભરે છે, આ ઉપરાંત કંપનીના ડિરેક્ટરો પણ ગરીબ બનીને મફત અનાજ અનાજ મેળવી કરી રહ્યા હતા.

ગરીબોના હકનું અનાજ આવા ધનિકોના ઘરે પહોંચાડવાનું કૌભાંડ સરકારી તંત્રની સિસ્ટમની સામે અનેક સવાલો ઊભા કરે છે. કેન્દ્રના નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં વિગતો રજૂ કરી છે કે, કેન્દ્રીય એજન્સીઓએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને આરટીઓ પાસેથી લિંક થયેલા ડેટા મેળવ્યા હતા. આ તમામ ડેટાના ક્રોસ-વેરિફિકેશનમાં ધનિકોની પોલ ખુલી ગઈ છે અને ખોટા લાભાર્થીઓનો પર્દાફાસ થયો છે.

સરકારે રેશનકાર્ડની ચકાસણી કર્યા વિના બારોબાર હજારો ટન અનાજ વહેંચીને વાહીવાહી તો મેળવી લીધી. પરંતુ હવે જ્યારે લાખો નકલી રેશનકાર્ડ હોવાનો ખુલાસો થયો છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા વિભાગે મૌન સાધી રાખ્યું છે સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રાશનિંગ દુકાનદારોની મિલીભગત વગર આ કૌભાંડ વર્ષો સુધી કેવી ચાલી શકે? તે એક મોટો પ્રશ્ન છે. તંત્રની આ ઢીલી નીતિને લીધે સરકારી ભંડોળનો દુરુપયોગ થયો છે.

Jasprit Bumrah
hindi.crictracker.com

સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે, અત્યાર સુધી 15 લાખ જેટલાં બોગસ કાર્ડધારકોના નામે હજારો ટન અનાજ કોણ લઈ ગયુ? કોના આશીર્વાદ હેઠળ બોગસ રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હતાં? કયા સરકારી અધિકારીઓની મિલીભગત હતી.

એવી માંગ ઉઠી રહી છે કે, ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આવા નકલી ગરીબો સામે માત્ર રેશન કાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી ન હોવી જોઈએ. સરકારના ટેક્સ અને સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવી જોઇએ અને તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

દેશમાં ગરીબોનો હક છીનવી લેનારા લોકોને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકારે ડેટા રાજ્ય સરકારને સોંપ્યા છે. આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું છે. આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. દરેક જિલ્લામાં આવા રેશનકાર્ડ ધારકોને નોટીસ આપવામાં આવી છે. જો આ નોટીસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશનકાર્ડ દ્વારા અપાતુ અનાજ બંધ કરવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય રેશનકાર્ડમાં તબદીલ કરાશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં...
Tech and Auto 
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

તામિલનાડુના CM વિજય થલાપતિની સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ રાજ્યના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં હવે રાજ્ય...
National 
તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.