હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી- આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર મેઘાએ મંડાણ માંડ્યા છે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે, વરસાદમાં વિલંબ થતા અનેક વિસ્તારોમાં વાવણી પર પણ અસર પડી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્ય કેવું વાતાવરણ રહેશે તેને લઇને આગાહી કરી કરી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે વધુ એક વરસાદી વહન આવવાની શક્યતા દર્શાવી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલે કહ્યું કે, હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની અછત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ વરસાદ થઈ નથી રહ્યો. ગુજરાતના ઘણાં ભાગોમાં અછતના ડાખલા વાગી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. હજુ વરસાદ આવે એટલે પાક સુધરી શકે છે. હવે ઇન્દ્રદેવ ઐરાવત પર બેસીને વરસાદી વહન લાવશે. જ્યાં સુધી કડાકા ન થાય ત્યાં સુધી વરસાદનો માર્ગ ખબર પડે નહીં. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. હવે વીજળી થશે. જનધનને વીજળીના પ્રપાતથી પણ કાળજી રાખવી પડી શકે છે. અષાઠ સુદ નોમની વીજળી થાય તો સારું. અષાઢ સુદ બીજ અને પાંચમના વાવળ બહું મળ્યાં નથી.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, "હવે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હજી એક વરસાદી વહન આવી રહ્યું છે. તારીખ 21 અને 22થી વરસાદી વાતાવરણ બની શકે છે. તારીખ 24-27 જુલાઈમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે

ambalal-patel
gujaratfirst.com

.

તેમણે ઉત્તર ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરી છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ભારેથી અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ શકે છે, તેથી ખેડૂતોને અગાઉથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો સમયસર પાણીનો નિકાલ નહીં થાય તો ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વધી શકે છે. તેથી ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સાથે અંબાલાલ કાકાએ આગાહી આપતા જણાવ્યું છે કે, આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.

ambalal patel
gujaratsamachar.com

આગાહીકારના મતે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી વહન આવી રહ્યું છે. આ વરસાદી વહનનો ભાગ આશરે દક્ષિણ ભાગથી રહેવાની શક્યતા છે. નર્મદા બંધમાં પણ પાણી આવવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીની આવક થશે. ઉત્તર ગુજરાતની નદીઓ, તળાવ અને વોખરામાં પણ પાણી વધવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં સૌથી ભારે વરસાદ પડ્યો છે. તેવી જ રીતે સુરત, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી છે. તેની સાથે સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે એવું કહે છે. અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અત્યારે શ્રી ગંગાનગર, રોહતક, હરદોઈ, વારાણસી, ડેલ્ટનગંજ, પુરુલિયા અને દીઘા પરથી એક ચોમાસાનો ટ્રફ પસાર થાય છે જે સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે.

પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને નજીક કિનારાવર્તી આંધ્ર પ્રદેશ પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. તેવી જ રીતે રાજસ્થાન અને પડોશી વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 અને 4.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવશે. ગુજરાતમાં ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થયા પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પરડીમાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.