સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન

સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા રાજકારણમાં પણ ભૂકંપ સર્જાયો છે. રવિવારે ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

એક તરફ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવો કરે છે અને બીજી તરફ સાંસદ કક્ષાના નેતાઓને પણ રોડ-રસ્તાના કારણે વીડિયો બનાવી વિરોધ દર્શાવવો પડે છે.  હાલ આ મુદ્દો આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે આ ચાર જવાબદાર અને ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓમાંથી આ વીડિયો મીડિયા કે સોશિયલ મીડિયા સુધી કોણે પહોંચાડ્યો અને વાયરલ કર્યો?

27

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે સુરત મનપાની ભારે ટીકા થઈ રહી છે. જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો કે, તુરંત જ વિરોધપક્ષ અને નેટીઝન્સે મનપા તંત્ર સાથે ભાજપ સરકાર સામે પણ પ્રહારો શરૂ કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર ગોવિંદ ધોળકિયાના વીડિયોના કારણે ભારે ફજીતી થઈ રહી છે, કારણ કે તેઓ પોતે સાંસદ છે અને તેમણે જ પોતાની સરકારની પોલ ખોલવી પડી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જો એક અબજપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ સુરતના રસ્તાના કારણે આ રીતે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો પછી સામાન્ય પ્રજાની રજૂઆત કોણ સાંભળશે?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત(PA) ભાવેશભાઈએ સમગ્ર મામલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, ‘આ વીડિયો રવિવારના દિવસનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને જ અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની અમને કોઈ જાણકારી નથી.

25

રોડ વિભાગના અધિકારી મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ રસ્તાનો ભાગ NHAI હેઠળ આવે છે. આ રસ્તાના સમારકામ માટે NHAI અને GWSSB વચ્ચે પત્રવ્યવહાર થયો છે. પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી અમે ગઈકાલે (20 જુલાઈ) સરફેસ પ્રીપેરેશન કરી દીધું છે. મેં GWSSBના કાર્યપાલક ઈજનેર સાથે વાત કરી લીધી છે અને તમામ બાબતોની ખાતરી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટ્સ અને હીરા બુર્સ સુરતની વૈશ્વિક ઓળખ છે. ધોળકિયા પરિવારનું પણ આ વિસ્તારમાં વિશાળ ડાયમંડ યુનિટ આવેલું છે. આટલા મહત્ત્વના ઔદ્યોગિક વિસ્તારમાં અને એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા, કાદવ અને બિસ્માર રોડ હોવાથી માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ દેશ-વિદેશથી આવતા વેપારીઓ સામે પણ સુરતની છબી ખરડાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.

28

સુરતના ડિંડોલીમાં બે મહિના પહેલા જ 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા 180 ફૂટનો રોડ વરસાદમાં ઉખડી જતા લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. સામાન્ય રીતે વરસાદમાં ડામર ધોવાઈ જતો હોય છે પરંતુ, અહીં તો જાણે ભૂંકપ આવ્યો હોય અને જમીનના ટુકડા થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાતા લોકો રસ્તાની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચી વીડિયો બનાવી રોષ ઠાલવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.