ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, અને તેના મૃત્યુ પછી તેના ઘરમાંથી મળેલી ચલણી નોટોના કોથળાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. પ્લાસ્ટિકના કોથળાઓમાંથી ₹10, ₹20 અને ₹50ની હજારો નોટો મળી આવી હતી. જ્યારે બધા તેને ગરીબ ભિખારી માનતા હતા, ત્યારે તે વાસ્તવમાં લખપતિ દાદી નીકળી. તેના ઘરમાંથી એટલી બધી રોકડ મળી આવી હતી કે તેને ગણવા માટે મશીન લાવવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

karnataka beggars house
hindi.news24online.com

શું છે આખો મામલો?

કર્ણાટકના મંડ્યા જિલ્લાના ગુથાલુ વિસ્તારની રહેવાસી હૂર ઉન્નિસા નામની એક વૃદ્ધ મહિલા, તેની બહેન સાથે રહેતી હતી અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. બંનેમાંથી કોઈએ ક્યારેય લગ્ન કર્યા નહોતા. હૂરની બહેનનું લગભગ બે વર્ષ અગાઉ અવસાન થયું હતું, જેના કારણે તે એકલી પડી ગઈ હતી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલી હૂર ઉન્નિસાનું રવિવારે અવસાન થઇ ગયું; ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ તેમના ઘરની તપાસ કરી. ઉન્નિસાના ઘરથી રોકડથી ભરેલી 30 થી વધુ કોથળા મળી આવી, જેમાં લાખો રૂપિયા હતા.

ઉન્નિસાના મૃત્યુ પછી, મળેલી રોકડમાંથી ₹8-9 લાખની ગણતરી થઈ ચૂકી છે, જ્યારે 20 કોથળાઓમાં રહેલી રકમની ગણતરી બાકી છે. ગુથાલુ વિસ્તારની એક મસ્જિદે હાલમાં તેના ઘરમાંથી મળેલા પૈસાને પોતાના કબજામાં લઇ લીધા છે. તેના સંબંધીઓને પૈસાઓ વિશે જાણ કરવામાં આવી છે. બાકીના 20 કોથળાઓની ગણતરી તેના સંબંધીઓની હાજરીમાં કરવામાં આવશે. ઉન્નિસાની આજીવન બચત કોને મળવી તે અંગે નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે.

karnataka beggars house
x.com/arunruby08

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભીખ માંગીને જીવતી હૂર ઉન્નિસા પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેણે આટલા વર્ષો સુધી તેને ઘરમાં કેમ સંભાળીને રાખી? હાલમાં, આ પ્રશ્નોના કોઈ જવાબ સામે આવ્યા નથી. સંબંધીઓ આવ્યા પછી અને સમગ્ર રોકડ રકમની ગણતરી કર્યા પછી જ નક્કી થશે કે આ પૈસા પર કોનો કાયદેસર અધિકાર છે?

About The Author

Related Posts

Top News

ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, ...
National 
ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા...
Gujarat 
સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.