50 કરોડના ઘરમાં રહેલી મહિલાએ ઘર કામ કરવા આવતી મહિલાને નિર્દયતાથી મારી, ધરપકડ બાદ તરત જ જામીન મળી ગયા

હરિયાણાના ગુરુગ્રામનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા તેની નોકરાણીને નિર્દયતાથી માર મારતી જોવા મળી રહી છે. જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે ગુરુગ્રામ પોલીસે ઔપચારિક લેખિત ફરિયાદની રાહ જોયા વિના, ઘટનાની સ્વતઃ નોંધ લીધી અને FIR નોંધી. આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી.

women1
x.com/thetimespatriot

ગુરુગ્રામ પોલીસે સોમવાર, 10 ઓગસ્ટની રાત્રે મહિલાની ધરપકડની જાહેરાત કરી હતી. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પોલીસે આરોપીની ઓળખ રૂચિરા સચદેવા તરીકે કરી છે, જે ગુરુગ્રામ સ્થિત દારૂના વ્યવસાયીની પત્ની છે. 52 વર્ષીય રુચિરા ગુરુગ્રામના સેક્ટર-42 સ્થિત 'DLF The Camellias'ના એક પોશ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરેલુ નોકરાણી નેપાળની વતની છે અને છેલ્લા બે વર્ષથી આરોપીના ઘરે કામ કરતી હતી. હુમલાના ત્રણ દિવસ પછી 27 જુલાઈના રોજ તેણેએનોકરી છોડી દીધી અને પોતાના વતન પરત જતી રહી છે.

આ ઘટના 24 જુલાઈના રોજ બની હતી, પરંતુ વીડિયો વાયરલ થયા પછી વિગતો બહાર આવી. પોલીસના જણાવ્યા અનુસાર, રુચિરા સચદેવાએ નાના વિવાદમાં તેની નોકરાણીને માર માર્યો હતો. એક પાડોશીએ રસોડાની બારીમાંથી આ ઘટના રેકોર્ડ કરી અને ફૂટેજ વાયરલ કર્યા હતા. આ વીડિયો આશરે 90 મિનિટ લાંબો છે. તેમાં રુચિરા પોતાની નોકરાણીને વારંવાર થપ્પડ મારતી, ધક્કો મારતી, ચહેરો પકડતી અને વાળ ખેંચતી જોવા મળે છે. સચદેવા તેને ધમકી આપતી પણ જોવા મળે છે.

પોલીસે શું કહ્યું?

DCP (પૂર્વ) સંદીપ કુમારે જણાવ્યું હતું કે પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને હકીકતોની ચકાસણી કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયોની નોંધ લીધા પછી, નોકરાણીને નોકરી આપનાર મહિલા વિરુદ્ધ સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અમે તથ્યોની ચકાસણી કરી રહ્યા છીએ, અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

women2
x.com/Narender_Zindal

ગુરુગ્રામ પોલીસે X પર પોસ્ટ કરીને લખ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા વીડિયોની સુઓમોટો નોંધ લેતા, સુશાંત લોક પોલીસ સ્ટેશન (ગુરુગ્રામ પોલીસ)એ કાર્યવાહી શરૂ કરી. આરોપી મહિલા, રુચિરા સચદેવા (52)ની ધરપકડ/અનુસંધાનમાં જોડાઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કામ અંગે બોલાચાલી બાદ મારામારી કરવામાં આવી હતી.

પોલીસે વીડિયોના આધારે FIR નોંધીને રુચિરા સચદેવાની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2) (જાણીજોઇને ઇજા પહોંચાડવી) અને 127(2) (ખોટી રીતે બંધક બનાવવી) હેઠળ નોંધવામાં આવી હતી. ગુનો જામીનપાત્ર હોવાથી તેને જામીન આપવામાં આવ્યા છે; રુચિરા હાલમાં જામીન પર મુક્ત છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘરેલુ નોકરાણીએ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી અને લેખિત નિવેદનમાં વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાવની વિનંતી કરી છે. પીડિતાના એક સંબંધીએ એમ પણ કહ્યું કે પરિવારને આરોપી મહિલા સામે કોઈ ફરિયાદ નથી.

About The Author

Related Posts

Top News

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપની કંપનીઓના બે મોટા પ્રોજેક્ટ્સ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જેટલી વન જમીનના બિન-વનીય ઉપયોગ (ડાયવર્ઝન) માટે...
Business 
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.