'પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ

સની દેઓલ હાલમાં તેમની આગામી ફિલ્મ 'બંટવારા 1947'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં જ અભિનેતા વિવાદમાં ફસાઈ ગયા છે. તેમણે તેમના પિતા, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને યાદ કર્યું, જેમાં તેમણે પાકિસ્તાનને ભારતની માસી' ગણાવ્યું હતું, જેનાથી સોશિયલ મીડિયા પર ટીકાનો માહોલ શરૂ થઇ ગયો. પટનામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતાએ આ ટિપ્પણી કરી હતી, જેના પર નેટીઝન્સ તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી છે.

sunny-deol1
deccanchronicle.com

'બંટવારા 1947'ના પ્રમોશન દરમિયાન સની દેઓલે શું કહ્યું?

'બંટવારા 1947'નું બેકગ્રાઉન્ડ પાકિસ્તાન સાથે જોડાયેલું છે, એટલે એક પત્રકારે સની દેઓલને પડોશી દેશ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ પૂછ્યો હતો. અભિનેતાએ જવાબ આપ્યો, પહેલા બંને દેશો એક હતા. જેમ કે મારા પિતા કહેતા હતા, ભારત માતા છે, અને પાકિસ્તાન ભારતમાંથી જ ઉદ્ભવ્યું છે, એટલે તે 'માસી' બની ગયું છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ.

સની દેઓલને ટ્રોલ થયા

ઘણા લોકોને સની દેઓલ દ્વારા પાકિસ્તાનને માસી તરીકે ઉલ્લેખ કરવાની વાતને પસંદ ન આવી, અને અભિનેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો તકનો લાભ લેવો એ એક કળા છે, તો સની દેઓલ તેના કલાકાર છે. બીજા યુઝરે પોસ્ટ કર્યું કે, ગદર થી 'ગદ્દાર' કેમ? શું તારા સિંહ હવે સકીના સાથે પાકિસ્તાનમાં રહેશે? બીજા કોઈએ ટિપ્પણી કરી કેટલું શરમજનક નિવેદન છે.

sunny-deol
aninews.in

'બંટવારા 1947' વિશે

'બંટવારા 1947' ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને દેશના સૌથી ઉથસ-પાથલવાળા સમયમાં હિંસા, વિસ્થાપન અને દુ:ખ વચ્ચે એક પરિવારના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ છે. તાજેતરમાં રીલિઝ પહેલા, સની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ બિહારના તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબની મુલાકાત લઈને પ્રાર્થના કરવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.