સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ભણતર સહિતના પ્રેશરમાં બાળકો માનસિક રીતે કેટલા એકલા પડી જાય છે અને કેવા પગલાં ભરી બેસે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. બાળકો પર દબાણ કરવાને બદલે તેમની રુચિ-અરુચિ સમજવી અને તેમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું અત્યંત જરૂરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વેસુની જાણીતી એસ.ડી.જૈન સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતો અને પીપોદરાના લૂમ્સ કારખાનેદારનો 12 વર્ષનો પુત્ર નીરવ (નામ બદલ્યું છે) ભણતર સહિતના તણાવમાં ટ્યૂશનથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરીને રેલવે પોલીસની મદદથી માસૂમને મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો છે. દીકરાને સુરક્ષિત જોઈને પોલીસ સ્ટેશનમાં જ માતા-પિતા રડી પડ્યા હતા અને અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

student-2.jpg-4

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કારખાનેદાર (મૂળ અમરેલીના વતની) 12 જુલાઈના રોજ સવારે 10:00 વાગ્યે તેમના 12 વર્ષના પુત્ર નીરવ અને તેની બહેનને સાધના સોસાયટીમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં મૂકવા ગયા હતા. ટ્યૂશનનો સમય 11:30 વાગ્યાનો હતો, પરંતુ તે અગાઉ 11:00 વાગ્યે ટ્યૂશન ટીચરનો પરિવારે ફોન આવ્યો કે, નીરવ બાથરૂમ જવાનું કહીને ક્લાસમાંથી નીકળ્યો છે અને હજુ સુધી પાછો આવ્યો નથી. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી છતા નીરવનો કોઈ પત્તો ન મળતા આખરે ભારે હૈયે વરાછા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને વરાછા પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે સાધના સોસાયટીથી લઈને રોડ-રસ્તાના CCTV ફૂટેજની તપાસ કરી . તપાસ દરમિયાન નીરવ રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો હતો. પોલીસે એક પછી એક 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરી ત જાણવા મળ્યું કે નીરવ ટ્રેનમાં બેસી ગયો છે. પોલીસે વિલંબ કર્યા વિના બાળકનો ફોટો અને વિગતો રેલવે પોલીસ (GRP/RPF)ને મોકલી આપીને સર્ચ ઓપરેશન તેજ કર્યું હતું.

student

રેલવે પોલીસે સુરત પોલીસ તરફથી મળેલી બાતમીના આધારે મુંબઈ તરફ જતી ટ્રેનો અને સ્ટેશનો પર તપાસ આદરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પર બાળક એકલો બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેનો સુરક્ષિત કબજો મેળવી વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે બાળકને લઈને સુરત આવી ત્યારે લાડકવાયાને જોઈને માતા-પિતાના આંસુ રોકાયા નહોતા.

student-2.jpg-3

નીરવ ગણિત અને અંગ્રેજીમાં હોશિયાર છે, પણ અન્ય વિષયોમાં તેને કોઈ રુચિ નહોતી. સોમ-મંગળવારે એ જ વિષયોની પરીક્ષા હોવાથી 15 દિવસ પહેલા જ તેણે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. સ્કૂલ અને ટ્યૂશનમાં મળતા અતિશય હોમવર્કથી તે કંટાળી ગયો હતો. સાથે પરિવારનું પણ દરેક બાબતે પ્રેશર હતું. સ્કૂલમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ખાસ સ્કોપ ન હોવાથી તે નારાજ હતો. પરિવાર પહેલા સંયુક્ત રહેતો હતો, પરંતુ થોડા સમય પહેલા જ પપ્પા-મમ્મી નવા ઘરમાં રહેવા આવ્યા હોવાથી તે દાદા-દાદીથી દૂર થવાને કારણે એકલતા અનુભવતો હતો.

પોલીસ પૂછપરછમાં નીરવ જણાવ્યું કે, તેણે ટ્યૂશનના સમયે જ મુંબઈ જતી ટ્રેનની પૂરેપૂરી માહિતી મેળવી લીધી હતી. તેનો પ્લાન એવો હતો કે મુંબઈ જઈને બે દિવસ રોકાશે અને પરીક્ષાઓ પૂર્ણ થઈ ગયા ગયા પછી જાતે જ પપ્પાને ફોન કરીને ઘરે પરત આવી જશે. જોકે, તે ટ્રેનના જનરલ કોચમાં બેઠો હતો ત્યારે કોઈને વાત કરતા સાંભળ્યા કે, આ ટ્રેન પાછી વળીને સુરત જ જવાની છે. સુરત પરત જવું ન હોવાથી ડરી ગયેલો નીરવ અધવચ્ચે જ દહાણું સ્ટેશન પર ઉતરી ગયો હતો અને ત્યાં જ બે દિવસ કાઢવાનું નક્કી કર્યું હતું.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.