સુરતમાં બારેમેઘ ખાંગા, વરસાદનો વિરામ પણ અનેક જગ્યાએ પાણી હજુ નથી ઉતર્યા, બચાવ કામગીરી માટે કલેક્ટરે 3 હેલિકોપ્ટરની માંગ કરી, પણ...

ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાંથી પસાર થતી ચાર ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ 12 લોકોઓ જીવ ગુમાવ્યા છે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કલેક્ટર તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઉધના, લિંબાયત, સચિન, પર્વત ગામ અને વરાછા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કટોકટીની આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આખી રાત જાગીને આપત્તિના કોલ અટેન્ડ કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ 3 હેલિકોપ્ટરની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી સ્થિતિ નિયંત્રણમાં જણાતા અને હેલિકોપ્ટરની તાતી જરૂરિયાત ન જણાતા હાલ પૂરતું હેલિકોપ્ટર બોલાવવાનું માંડી વાળવામાં આવ્યું છે.

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન સાથે NDRFની 3 અને SDRFની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા આશરે 3400 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળોએ તેમજ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

surat-rain5
gujarati.news18.com

જિલ્લા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર સાજીદ મેરૂજીના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં વરસાદી આફતને કારણે કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયો છે, જેમાં ઝાડ પડવાથી 2, વીજ કરંટ લાગવાથી 4, સચિન GIDCમાં પાણીમાં ડૂબી જવાથી 2 અને કામરેજમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વર કૃપા રોડ પર ધૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે લોકો પાણીમાં પલળીને નોકરી ધંધા પર જવા મજબૂર બન્યા છે. બે દિવસ દરમિયાન વીજકરંટ લાગવા, ઝાડ પડવા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું ભારે નુકસાન થયું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો. આજે સુરત અને ઉપરવાસમાં વરસાદની શક્યતા હોય તંત્રએ સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. ફોસ્ટા દ્વારા શહેરની કાપડ માર્કેટ પણ 8 જુલાઈએ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી હતા કે, વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી. જેના કારણે 7 જુલાઈએ સિટી, BRTS અને એસટી બસના પૈડા થંભી ગયા હતા. BRTSના કુલ 13 રૂટ પૈકી 2 રૂટ શરૂ કરાયા છે. તેમજ સિટી બસ સેવાના 45 રૂટ પૈકી 27 રૂટ શરૂ કરાયા છે. બાકી રહેલા રૂટ જે તે વિસ્તારની પરિસ્થતિ સામાન્ય થયા બાદ તાકીદના ધોરણે મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવશે. હાલમાં કુલ 200થી વધુ બસ ઓપેરશનલ કરવામાં આવ્યા છે.

સુરત ST વિભાગ દ્વારા સુરતથી ઉપડતી તમામ બસોને બંધ કરી દેવામાં આવી હતી. પાણી ઓસરી જવાના કારણે હાલ મોટાભાગની બસોને શરૂ કરી દેવામાં આવી છે. જોકે નવસારી સચિન રોડ પર પાણી હોવાના કારણે એક રૂટ બંધ રાખવામાં આવ્યો છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાસાઈ થઈ ગઈ છે. ડ્રીમ હેરિટેજની બાજુમાં નિર્માણધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના બિલ્ડરની ભૂલના કારણે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફટી વોલ ધરાસાયી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટમાં બિલ્ડરે સેફટી વૉલનું બાંધકામ વ્યવસ્થિત ન કરતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. જેના કારણે વેસુની ડ્રીમ હેરિટેજ બિલ્ડીંગ ખતરામાં મુકાઈ છે. માટી ધસી જતા સેફ્ટી વોલ ધરાશાયી થતા ડ્રીમ હેરિટેજમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે.

સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ. પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી. જેના કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.

surat-rain5
gujarati.news18.com

બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેમાં સ્લમ વિસ્તાર હોય કે પોશ કોઈ બાકાત ન રહ્યા. શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બે દિવસ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદના કારણે વીજકરંટ લાગતા, વીજળી પડતા અને ઝાડ પડવાના કારણે નાના બાળકો, પરિણીતા અને યુવકો સહિત 9 લોકોના જીવ ગયા હતા.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 8 જુલાઈએ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને 'ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ' (FOSTTA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 8 જુલાઈ (બુધવાર)ના રોજ સુરતના તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓ માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે કે જે વેપારીઓની દુકાનો બેઝમેન્ટ કે લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી હોય, અથવા જેમને માલસામાનની સુરક્ષા માટે તેને અન્ય સ્થળે શિફ્ટ કરવો હોય કે કોઈ અતિ આવશ્યક દસ્તાવેજી કામ માટે દુકાન ખોલવી અનિવાર્ય હોય, તેઓએ સંબંધિત માર્કેટ એસોસિયેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ખોલવાની રહેશે.

સુરતમાં જળબંબાકારના કારણે રસ્તા પર બસ ચલાવવી શક્ય ન હોવાના કારણે 7 જુલાઈએ સિટી અને BRTS બસ બંધ કરી દેવામાં આવી હતી. એસટી બસો પણ બંધ કરી દેવામાં આવી હતી. આ તમામ બસો પાણી ઓસર્યા બાદ સ્થિતિની ચકાસણી કર્યા બાદ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

શહેરમાં બે દિવસ દરમિયાન વરસાદી આફતનો સામનો કરનારા લોકોના મનમાં એક જ સવાલ છે કે હવે શું થશે? હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે (8 જુલાઈએ) યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 9 જુલાઈએ વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 48 કલાકની આગાહી જોતા તો શહેરીજનોને રાહત મળવાની શક્યતા છે.

સ્થાનિક મહિલા અલકાબેને પોતાની આપવીતી ઠાલવી છે. તેમના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ટીવી, ફ્રિજ સહિતની તમામ ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી છે અને રાતથી જ ખાવા-પીવા કે સુવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આખો પરિવાર ભારે હાલાકી ભોગવી રહ્યો છે. ઘરકામ કરીને મહિનાના માંડ દસ હજાર રૂપિયા કમાતા અને પરિવારમાં એકમાત્ર કમાનાર આ મહિલાને અંદાજે પચાસ હજાર રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ કપરા સમયે પણ કોઈ રાજકીય નેતા કે વહીવટી તંત્રના અધિકારી તેમની વહારે આવ્યા નથી. હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે અને અમારું કોણ સાંભળશે? તેવા વેધક સવાલો સાથે સ્થાનિક પીડિતોમાં નેતાઓ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સુરતના નાગસેનનગરમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે પોતાના જ મકાનમાં નજરકેદ થઈ ગયેલા એક પરિવાર માટે SDRF અને સુરત મનપા (SMC) ની ટીમ દેવદૂત બનીને પહોંચી હતી. પૂરના ધસમસતા પાણી વચ્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બચાવ ટુકડીએ માત્ર 15 જ દિવસની માસૂમ બાળકી, તેની માતા અને પરિવારના અન્ય સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ચારેય તરફ પાણીથી ઘેરાયેલા અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા આ પરિવારને ભારે જહેમત બાદ હેમખેમ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

પ્રેમનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે આશરે 4 થી 5 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે SDRFના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ઘરોમાં ફસાયેલા આશરે 150 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા અને તેઓને હેમખેમ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

Prabhas-Mandal-Mother4
facebook.com

6 જુલાઈએ બપોરના 3 વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 6 જુલાઈએ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજ પડતા પડતાં વરસાદનો આંક 13 ઈંચ સુધી પહોંચી ગયો હતો. શહેરના કેટલાક ઝોન તો એવા હતા કે જ્યાં માત્ર બે કલાકના ગાળામાં 5થી 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 7 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. 7 જુલાઈએ દિવસ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા હવે સિઝનનો 30 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.

surat-rain3
divyabhaskar.co.in

surat-rain2
x.com/airnews_abad

surat-rain1
gujaratsamachar.com

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.