કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

 કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે. કાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે.

 એસોસિયેશનનુ કહેવું છે કે,માત્ર દક્ષિણ ગુજરાત નહી, પરંતુ આખા દેશના સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં છે. પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા ચે. નિયમો ફરજિયાત થવાને કારણે પ્રોજેક્ટ ખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. સોલાર ઉદ્યોગ દ્વારા 8 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.