- Gujarat
- સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ...
સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ કર્યું
સુરત : દેશની સૌથી મોટી અને વિશ્વસનીય લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ એ તેની વૃદ્ધિ યાત્રામાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સુરત શહેરના અશ્વની કુમાર રોડ, ઉમિયાધામ રોડ, અંકુર સોસાયટી ખાતે તા.11મી ઓગસ્ટ 2026ને મંગળવારના રોજ નવા લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ બ્રાન્ડ દ્વારા આ સાથે જ 'પાવરમાર્ક' નામનું ખાસ ડાયમંડ બ્રોચ કલેક્શન ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને વકીલોને ગૌરવ થાય એ રીતે પણ રજૂ કરવામાં આવ્યુ છે.
આ સ્ટોરનું ઉદ્ઘાટન લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર નિરવ ભટ્ટ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. નવા આઉટલેટમાં ગ્રાહકોને સર્ટિફાઇડ લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ - સોલિટેયર, રોજિંદા પહેરી શકાય તેવી આકર્ષક જ્વેલરી, બ્રાઇડલ અને સ્ટેટમેન્ટ કલેક્શન હવે એક જ જગ્યાએ મળશે. આથી ગુજરાતમાં લાઇમલાઇટની જ્વેલરી રેન્જ પ્રત્યેની માંગ વધુ મજબૂત બનશે.
"Wear Your Pride" ની ફિલોસોફી સાથે પાવરમાર્ક લોન્ચ: લોન્ચ દરમિયાન લાઇમલાઇટે "Wear Your Pride" એટલે કે "તમારા ગૌરવને પહેરો"ની ફિલોસોફી સાથે પાવરમાર્ક કલેક્શન રજૂ કર્યું છે. દેશમાં પોતાના પ્રકારનું સૌપ્રથમ આ કલેક્શન, ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વકીલો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ડાયમંડ બ્રોચને સમર્પિત છે. દરેક બ્રોચ તેમના પ્રોફેશનલ ટાઇટલ પાછળની મહેનત, શિસ્ત અને દ્રઢતાને સન્માન આપે છે. સિદ્ધિના શાશ્વત પ્રતીક તરીકે ડિઝાઇન કરાયેલા આ બ્રોચ દ્વારા પ્રોફેશનલ્સ પોતાની સફળતા સુધીની યાત્રાને ગર્વથી પહેરી શકે છે.
લાઇમલાઇટના અગ્રણીઓએ કરી પોતાની પ્રોડક્ટ વિશે કરી વાત: પૂજા માધવન, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર : "દેશના ડાયમંડ ઉદ્યોગમાં સુરત હંમેશાં મોખરે રહ્યું છે. અમને આ શહેરમાં ફેક્ટરી આઉટલેટ ખોલવાનો આનંદ છે. આ સ્ટોર દ્વારા ગ્રાહકો લાઇમલાઇટની શ્રેષ્ઠ લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની શ્રેષ્ઠ અનુભૂતિ કરી શકશે. સાથે જ અમે પાવરમાર્કનું અનાવરણ કરીને સમાજની સેવા અને પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરણા આપતા પ્રોફેશનલ્સની મહેનત અને પ્રામાણિકતાને સન્માન આપવા માટે ગર્વ અનુભવીએ છીએ."

નિરવ ભટ્ટ, કો-ફાઉન્ડર અને ડિરેક્ટર : “સુરત ફેક્ટરી આઉટલેટનું ઉદ્ઘાટન લાઇમલાઇટ માટે વધુ એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે અમે સમગ્ર ભારતમાં સતત વિસ્તરણ કરી રહ્યા છીએ. તે જ સમયે, પાવરમાર્ક એ અમારા એ વિશ્વાસને વ્યક્ત કરે છે કે જ્વેલરી અર્થપૂર્ણ વાર્તાઓ કહી શકે છે. ‘Wear Your Pride’ કેમ્પેઇન દ્વારા, અમે દરેક ડૉક્ટર, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓળખ સમાન સમર્પણ, દૃઢતા અને જુસ્સાને સન્માનિત કરીએ છીએ. આ માત્ર તેમની સિદ્ધિઓની ઉજવણી નથી, પરંતુ તેમને શક્ય બનાવનારી તેમની સફરની પણ ઉજવણી છે.”
લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ વિશે: મુંબઈ સ્થિત લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ દેશની સૌથી મોટી અને વિશ્વસનીય લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ છે. તે શુદ્ધ CVD લેબ ગ્રોન ડાયમંડ્સમાં અગ્રણી છે. ભારતમાં લેબ ગ્રોન ડાયમંડ કેટેગરીના અગ્રણી તરીકે, લાઇમલાઇટ ઉત્તમ કારીગરી, પ્રવર્તમાન ડિઝાઇન અને નવીનતા સાથે ફાઇન ડાયમંડ જ્વેલરીને વધુ સરળ અને આકર્ષક બનાવે છે. હાલમાં બ્રાન્ડના 45+ શહેરોમાં 80+ એક્સક્લુઝિવ સ્ટોર્સ છે, જે દેશમાં લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી માટેનું સૌથી મોટું રિટેલ નેટવર્ક છે.

