નિમિષા પારેખ દ્વારા રચિત મેહંદીકૃત રામાયણ માટે મોરારી બાપુએ આપ્યા આશીર્વચન

સુરતના વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે એક અનોખું મેહંદીકૃત એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. તારીખ 8 ઓક્ટોબર 2026ના રોજ સવારે 10 કલાકથી શરૂ થયેલા આ એક્ઝિબિશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિઝિટર્સ અને શહેરના મહાનુભાવો પધાર્યા હતા. 

મેંહદીકલ્ચરના કો-ફાઉન્ડર નિમિષા પારેખ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્ઝિબિશનમાં ખાસ નિમિષા પારેખ દ્વારા બનાવવામાં આવેલા પેઇન્ટિંગ અને સાથે જ મેહંદીકૃત રામાયણ આકર્ષણનું કેન્દ્ર હતું. 

18

રામાયણના 51 પ્રસંગોને વારલી ચિત્રકલા સ્વરૂપે મેહંદીમાં રચીને તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. હાલમાં જ નિમિષા પારેખે  જાણીતા રામકથાકાર પૂજનીય મોરારી બાપુને મેંહદીકૃત રામાયણ ભેટમાં આપીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રામાયણને આ રીતે મેહંદીના સ્વરૂપે જોઇને મોરારી બાપુએ પુસ્તકને લઇને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને પુસ્તકની રચનાને આશીર્વચન આપ્યા હતા અને સાથે જ આ કલાને વધુ વિકસિત કરવા માટે નિમિષા પારેખને પણ આશીર્વાદ આપ્યા હતા. 

20

એક્ઝિબિશનમાં સવારથી જ કલારસિકોએ આ પેઇન્ટિંગ ઉપરાંત મેહંદીકૃત રામાયણના પુસ્તકને ખરીદવા માટે રસ દાખવ્યો હતો.  આ બાબતે મેહંદીકલ્ચરના સહ-સ્થાપક નિમિષા પારેખે જણાવ્યું હતું કે, આપણી કલા, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા માટે આ પુસ્તક એક ઓસ્પિશિયસ ગિફ્ટ માટે બેસ્ટ છે. રામાયણના આ 51 પ્રસંગોને વારલી કલા સ્વરૂપે દર્શાવીને લોકોને અચરજ પમાડી દેનાર નિમિષા પારેખે કેન્વાસ તેમજ અલગ અલગ રીતે મેહંદીને દર્શાવીને પોતાની કલાનું અનોખું પ્રદર્શન કર્યુ હતું. આ એકદિવસીય એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના જાણીતા મહાનુભાવો પધાર્યા હતા અને નિમિષા પારેખના આ કલાને બિરદાવી હતી.

About The Author

Related Posts

Top News

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

અમિતાભ બચ્ચનના અવાજને દુનિયામાં કોણ નથી ઓળખતું? વિવિધ બ્રાન્ડના પ્રમોશનમાં તેમના ફોટા અને વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. ઘણીવાર...
National 
'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રૂપિયાને સપોર્ટ કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. RBI સરકારી માલિકીની 3...
Business 
રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ

BJP નેતા અને નિવૃત્ત પોલીસ અધિકારી ભાસ્કર રાવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને યુટ્યુબર ધ્રૂવ રાઠીની નાગરિકતા અને વીઝા સ્થિતિની...
National 
ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.