રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રૂપિયાને સપોર્ટ કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. RBI સરકારી માલિકીની 3 ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ની દૈનિક અમેરિકન ડોલરની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે એક વિશેષ વિન્ડો ખોલી દીધી છે. આ ઉપરાંત, સટ્ટાખોરીને રોકવા અને રિઝર્વ રિસ્ક તથા કરન્સી હેજિંગ સંબંધિત ઉપાય કરવામાં આવ્યા છે.

RBIના નિવેદન અનુસાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)ને ડોલર વેચવામાં આવશે. આ વ્યવસ્થા સોમવાર, 12 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે. આ વ્યવસ્થા હેઠળ, RBI નિર્દિષ્ટ બેંકો દ્વારા પબ્લિક સેક્ટરની ત્રણ ઓઈલ કંપનીઓને અમેરિકન ડોલર વેચશે. આ સુવિધાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કંપનીઓ તેમની કામગીરી માટે દૈનિક વિદેશી મુદ્રાની જરૂરિયાતો પૂરી કરી શકે.
આ ઉપાય એવા સમયે આવ્યા છે, જ્યારે વિદેશી મુદ્રા બજારમાં કેન્દ્રીય બેંકના હસ્તક્ષેપ અને વ્યાજ દરોમાં વધારો કરવા છતા રૂપિયો અમેરિકન ડોલર સામે તેના રેકોર્ડ નીચલા સ્તરની નજીક છે. શુક્રવારે રૂપિયો 96.73 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે મે મહિનામાં નોંધાયેલા 96.96ના સર્વકાલીન નીચલા સ્તરની નજીક છે.

1. ઓઈલ કંપનીઓ માટે વિશેષ ડોલર વિન્ડો

કેન્દ્રીય બેન્કે બજારની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આ પગલાંની જાહેરાત કરી છે. જોકે, તેણે એ ,સ્પષ્ટ કર્યું નથી કે, આ સુવિધા કેટલા સમય સુધી અમલમાં રહેશે, માત્ર એટલું જ જણાવ્યું છે કે તે આગામી સૂચના સુધી ચાલુ રહેશે. આ વિશેષ વ્યવસ્થા હેઠળ ત્રણ ઓઈલ કંપનીઓ માટે બેંકિંગ સિસ્ટમ દ્વારા ડોલર મેળવવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. RBIએ આ વ્યવસ્થા હેઠળ પૂરા પાડવામાં આવનાર વિદેશી મુદ્રાની માત્રાનો ખુલાસો કર્યો નથી, કે વ્યક્તિગત વ્યવહારો પરની કોઈ મર્યાદાઓની વિગત આપી નથી. ઓઈલ વિતરણ કંપનીઓને ક્રૂડ ઓઈલની આયાત અને અન્ય વિદેશી મુદ્રાના ખર્ચની ચૂકવણી કરવા માટે અમેરિકન ડોલરની જરૂર હોય છે. ક્રૂડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય વેપાર મુખ્યત્વે ડોલરમાં થતો હોવાથી, રૂપિયો-ડોલર વિનિમય દરમાં થતી વધઘટ આયાત ખર્ચ અને આ કંપનીઓની નાણાકીય જરૂરિયાતોને પ્રભાવિત કરી શકે છે.

RBI
businesstoday.in

2. વિદેશી કરેન્સી ડેરિવેટિવ્ઝ માટે નીચી મર્યાદા

કેન્દ્રીય બેન્કે કેટલીક વિદેશી મુદ્રા ડેરિવેટિવ વ્યવહારો માટેની મર્યાદા 100 મિલિયન ડૉલરથી ઘટાડીને 5 મિલિયન ડૉલર કરી છે. સંશોધિત મર્યાદા રૂપિયા સાથે જોડાયેલા એક્સચેન્જ ટ્રેડેડ કરેન્સી-લિંક્ડ ડેરિવેટિવ્ઝ પર પણ લાગુ પડે છે. આ પગલાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે મોટા ડેરિવેટિવ પોઝિશન્સ, જેમ કે આયાત ચૂકવણીઓ અથવા નિકાસ સપોર્ટિવ હોય, ન કે સટ્ટાખોરીના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે.

3. નવી 20% વિદેશી કરેન્સી રિસ્ક

RBIએ 20 લાખ ડૉલરથી વધુના સાંકેતિક મૂલ્યવાળા લાયક રૂપિયા સાથે જોડાયેલા વિદેશી ચલણ ડેરિવેટિવ કરારો માટે ફોરેન કરન્સી રિસ્ક રિઝર્વ (FERR) જરૂરિયાત રજૂ કરી છે. રજિસ્ટર્ડ ડીલરોએ દરેક પાત્ર લેવડ-દેવડના રૂપિયા મૂલ્યના 20% જેટલી રોકડ અનામત રકમ RBI પાસે રાખવી પડશે. આ જરૂરિયાત ચાલુ ખાતાના જોખમોને હેજ કરવા માટે ઉપયોગમાં લેવાતા કરારોને લાગુ પડે છે જ્યાં વપરાશકર્તા રૂપિયા સામે વિદેશી ચલણ ખરીદે છે.

RBI-New-Rules1
navbharattimes.indiatimes.com

4. હેજિંગ માટે કડક દસ્તાવેજીકરણ

રજિસ્ટર્ડ ડીલરોએ ફોરેક્સ ડેરિવેટિવ કરારોમાં એન્ટ્રી કરનારા વપરાશકર્તાઓ પાસેથી બાંયધરી મેળવવા અને તેની પાસે રાખવી પડશે, જેમાં એવી પુષ્ટિ કરવામાં આવી હોય કે આ જ જોખમને બીજા ડીલર દ્વારા હેજ કરવામાં આવ્યો નથી. આ જરૂરિયાતનો હેતુ એક જ પ્રકારના જોખમના ડબલ હેજિંગને રોકવા અને બજારની કામગીરીમાં સુધારો કરવાનો છે.

શું આ રૂપિયાના ઘટાડાને અટકાવશે?

આ ઉપાયો ડોલરની સટ્ટાકીય માંગ ઘટાડી શકે છે અને ટૂંકા ગાળાની અસ્થિરતામાંથી રાહત મળી શકે છે. જોકે, તે ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણ પ્રવાહ અને વૈશ્વિક ડોલરની ગતિવિધિઓ સહિત વ્યાપક પરિબળો પર નિર્ભર કરશે. 2 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 12.95 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો, જે સતત ચોથા સાપ્તાહિક ઘટાડો છે.

About The Author

Top News

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

અમિતાભ બચ્ચનના અવાજને દુનિયામાં કોણ નથી ઓળખતું? વિવિધ બ્રાન્ડના પ્રમોશનમાં તેમના ફોટા અને વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. ઘણીવાર...
National 
'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રૂપિયાને સપોર્ટ કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. RBI સરકારી માલિકીની 3...
Business 
રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ

BJP નેતા અને નિવૃત્ત પોલીસ અધિકારી ભાસ્કર રાવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને યુટ્યુબર ધ્રૂવ રાઠીની નાગરિકતા અને વીઝા સ્થિતિની...
National 
ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.