મોદીજી! તમે પસંદ કરેલા વલસાડના ઉચ્ચ શિક્ષિત યુવા સાંસદ ધવલ પટેલ પણ દેખાડામાં પડી ગયા!

આપણે હાલ જોઇ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે Gen-Zએ આંદોલન કર્યું. સરકારે તેમની માગો સાંભળી. PM નરેન્દ્ર મોદી પોતે હવે તેમની સાથે કનેક્ટ થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ શું PM મોદીએ જેમને યુવા સમજીને અનુભવ ન હોવા છતાં તક આપી દેવા યુવા નેતાઓ  Gen-Zને ગળે ઉતરે તેવું વર્તન કરે છે ખરા? 

વલસાડ-ડાંગના યુવા સાંસદ સુરતમાં રહે છે. તેમની ગાડી સુરતના રસ્તા પર ફરતી હતી. એક વાચકે અમને તેનો ફોટો મોકલ્યો. વાચક કદાચ તેમને ઓળખતો ન હતો. પરંતુ તેનો સવાલ હતો કે શું સાંસદ આટલા મોટા અક્ષરે બબ્બે વાર તેમની ખાનગી ગાડીની પાછળ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ અને સાંસદ આહવા ડાંગ લખાવી શકે ખરા. વાચકનો બીજો સવાલ હતો તેમણે આ લખાવવાની શું જરૂર છે? આવું લખાવી તે કોને અને શું મેસેજ આપવા માગે છે? 

આમ વાત સામાન્ય છે. Gen-Zના આંદોલન પહેલા આવા સવાલો કોઇ પૂછતું ન હતું. પરંતુ હવે પૂછાવા લાગ્યા છે. વાચકના સવાલોના બે પાસા છે. 
એક પાસું છે કે શું તે કાયદાકીય રીતે આવું લખાવી શકે. બીજું પાસું છે આની જરૂર શું છે. તો અમે તેના જવાબ શોધવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. મોટર વ્હીક્લ એક્ટની કલમો ચેક કરી.   

10

કાયદાકીય રીતે અમને એ જાણવા મળ્યું કે ગુજરાતનો કાયદો એમ કહે છે કે મોટર વ્હીકલ એક્ટની કલમ 111 મુજબ કોઇપણ સંસદ સભ્યને આ રીતે પોતાની ખાનગી કાર પર કોઇ પ્રકારનું લખાણ લખવાની કોઇ છૂટ નથી. તંત્ર તેમની સામે આ અંગે પગલા લઇ શકે છે. જો તેમણે પરવાનગી લઇને આવું કર્યું હોત તો તે કરી શકે છે. વાચકનો દાવો હતો કે તેમની કારના કાચ પણ કાળા હતા. જો તેમ હોય તો તેઓ કારના કાચ કાળા રાખી શકતા નથી. 

કદાચ તમને આ વાત નાની લાગી શકે પરંતુ સાંસદ ધવલ પટેલ માટે તે નાની વાત ન હોવી જોઇએ. તેની પાછળના ચોક્કસ કારણો અને તર્કો છે. 

ધવલ પટેલ યુવા સાંસદ છે. તેમની પસંદગી સીધી PM નરેન્દ્ર મોદી દ્વારા ખાસ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેમની પસંદગીનું કારણ હતું તેમનું શિક્ષણ અને કારકીર્દી, તેમને માત્ર 37 વર્ષની ઉંમરે સાંસદ બનવાની તક આપવામાં આપી. તેમના અંગે જે માહિતી ઉપલબ્ધ છે તે અનુસાર તેઓ વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને વર્ષ 2024માં સાંસદ બનવાની તક મળી. રાજકારણમાં આટલી ઝડપથી કોઇને તક મળતી નથી એ કારણે પણ તેમની ઉપર જવાબદારી મોટી છે. તેમણે ભાજપની આગામી પેઢીને પ્રેરણા પૂરી પાડવાની છે.

09

ધવલ પટેલ સુરતમાં આવેલી દેશની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બીટેક ભણ્યા છે. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડે છે. ખૂબ ઓછા લોકોને પ્રવેશ મળે છે. ધવલ પટેલ આટલી મોટી સંસ્થામાંથી ઇજનેર બન્યા છે. ત્યારપછી તેમણે મેનેજમેન્ટનું શિક્ષણ પણ દેશમાં અગ્રણી ગણાતી સિમ્બાયોસિસ કોલેજમાંથી એમબીએ ભણી ને મેળવ્યું છે. આમ બીટેક અને એમબીએ ભણ્યા પછી તેમણે નોકરી પણ દુનિયાની ખ્યાતનામ મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે IBM, Accenture Strategy, Capgeminiમાં કામ કર્યું છે. સંપત્તિની વાત કરીએ તો તેમણે રૂ. 6.78 કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું છે. સંસદમાં તેમની હાજરી પણ 93 ટકા જેટલી નોંધાઇ છે. સમય સમયે તેઓ સ્થાનિક પ્રશ્નો માટે પણ મહેનત કરે છે. આમ, સરવાળે ધવલ પટેલના નામે કોઇ વિવાદ નથી. તેમની પ્રોફાઇલ એક યુવાન નેતાને છાજે તેવી છે. 

પરંતુ અહીં સવાલ એ થાય છે કે આટલી સરસ પ્રોફાઇલ છતાં એક યુવા નેતાએ આવું કેમ કરવું પડે. શું તે પણ બીજા નેતાઓ જેવા જ થઇ ગયા છે કે થઇ જશે? શું તેમના ભણતરથી કોઇ ફરક પડતો નથી. તે પણ બીજા અભણ અને અજાણ નેતાઓની રીતે જ કઇ રીતે વર્તી શકે. સૌથી મોટો તો સવાલ વાચકે એ કર્યો કે તેમને આ કરવાની જરૂર શું છે. કાર પર મોટા અક્ષરે સાંસદ લખાવી તે શું સાબિત કરવા માગે છે? શું તે એ બતાવવા માગે છે કે હું તમારાથી જુદો છું? હું તમારાથી વધુ શક્તિશાળી છું? આવું લખેલું હશે તો કોઇ પોલીસવાળા મને રોકી નહીં શકે? મને કોઇપણ જગ્યાએ પાર્કિંગ કરવાની છૂટ મળી જશે. જો સાંસદ આ બધા કારણોથી પોતાની કાર પર આવું લખાણ લખાવતા હોય તો કદાચ તેમની પસંદગીમાં પીએમ મોદીએ થાપ ખાધી છે. તેમના જેવા શિક્ષિત વ્યક્તિથી આવી આશા પીએમ મોદીને તો નહીં જ હોય પરંતુ એક સામાન્ય મતદાર પણ કદાચ આ વસ્તુને પસંદ નહીં કરતો હોય. કદાચ પહેલા સવાલ પૂછાતા ન હતા. પરંતુ હવે તો પૂછાવા લાગ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Gujarat 
ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’
Copyright (c) Khabarchhe All Rights Reserved.