સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

AppleiPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે દુબઈની સરખામણીમાં ભારતમાં Pro સીરિઝ હંમેશાં મોંઘી રહી છે, પરંતુ આ વખતે કિંમતમાં ₹50,000થી વધુનો તફાવત છે. એવામાં અમેરિકા, કેનેડા કે સિંગાપોર જેવા દેશોમાંથી આ ડિવાઇસ મંગાવવું ફાયદાનો સોદો લાગે છે. જો તમે પણ આવું વિચારતા હોવ અને તમે કોઈ મિત્ર કે સંબંધી દ્વારા નવો iPhone મંગાવવાનું વિચારી રહ્યા હોવ, તો જરા થોભો. પહેલા નિયમો અને ટેક્સ અંગે સમજી લો.

વિદેશથી ફોન કે અન્ય ડિવાઇસ લાવવું સરળ છે, પરંતુ તેની વાસ્તવિક પ્રક્રિયા થોડી જટિલ છે. હકીકતમાં, તમે ભારતની બહારથી ₹75,000થી વધુ મૂલ્યની વસ્તુઓ કે ઉત્પાદનો નહીં લાવી શકો; અને લાવો છો તો તેના પર તમારે કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવવી પડે છે. જો કે, જો તમે પોતે અથવા તમારા સંબંધી iPhoneને ખોલીને, તેમાં SIM કાર્ડ નાખીને, તેને એક્ટિવેટ કરીને પોતાના ખિસ્સામાં રાખીને લાવે છે, તો તેને વ્યક્તિગત ડિવાઇસ માનવામાં આવશે અને તેના પર કસ્ટમ્સ ડ્યૂટી લાગતી નથી. પરંતુ જો તમે બોક્સમાં પેક કરેલો iPhone લાવો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે જો તમને વિદેશમાં ₹1,25,000માં iPhone મળે છે, તો તમારે ₹50,000 પર તમારે કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવવી પડશે.

iPhone
apple.com

હવે ઝટકાનો સમય છે, કારણ કે કસ્ટમ્સ ડ્યૂટીનો દર 38.5% છે (જેમાં બેઝિક બેગેજ ડ્યૂટી અને સોશિયલ વેલ્ફેર સરચાર્જનો સમાવેશ થાય છે). આનો અર્થ એ છે કે જો તમે અમેરિકામાં iPhone 18 Pro ખરીદો છો, તો તે તમને ₹1.14 લાખમાં પડશે. અમેરિકામાં તે રાજ્યના ટેક્સના આધારે, તેની કિંમત ₹1.14 લાખથી ₹1.23 લાખની વચ્ચે હોઈ શકે છે.

હવે જો આપણે ₹1.14 લાખની કિંમતને ધ્યાનમાં લઈએ અને તેમાંથી ₹75,000 હટાવી દઇએ, તો તમારે ₹39,000ની રકમ પર તમારે 38.5% ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે લગભગ ₹15,000, તો તમને ભારતમાં ડિવાઇસ ₹1.30 લાખમાં પડશે. તમારી બચત ₹34,000ની થાય છે. જો તમે આ જ ડિવાઇસ કેનેડામાં ખરીદો, તો તેની કિંમત ₹1.23 લાખ થશે. એટલે કે તમારે ₹48,000ની પર ₹18,000નો ટેક્સ ચૂકવવો પડશે. તમારે ભારતમાં ડિવાઇસ ₹1.41 લાખનું પડશે અને તમારા લગભગ ₹23,000 બચી જશે. પાડોશી દેશ દુબઈમાં તેની કિંમત ₹1.33 લાખ છે; એટલે કે ₹58,000ક પર ₹22,000નો ટેક્સ લાગતા કુલ કિંમત ₹1.55 લાખ થઇ જશે. અહીં તમારા ₹10,000 બચી જશે.

iPhone
mashable.com

જોકે, કેટલાક દેશો ટેક્સમાં છૂટછાટ પણ મળે છે, જેનાથી કિંમત હજુ પણ ઘટી શકે છે. એવામાં તમારે થોડા ઓછા પૈસા ચૂકવવા પડશે. હવે તમે જોઇ લો કે ક્યાંથી જુગાડ થાય છે. જો કોઇ સિમ નાખીને લઇ આવે તો સૌથી સારું. જો કસ્ટમ્સ ડ્યૂટી વાળો મામલો છે તો અમેરિકાથી જ મંગાવવાનું સારું રહેશે.

About The Author

Top News

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Gujarat 
ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

રાત્રે 1 વાગ્યે સ્ટીયરિંગ લોક તોડી ટ્રક ઉપાડી ગયા, કોર્ટે ફાઇનાન્સરને 15 લાખ ચૂકવવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે લોનની વસૂલાત અને વાહન જપ્ત કરવાની પ્રક્રિયા અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
રાત્રે 1 વાગ્યે સ્ટીયરિંગ લોક તોડી ટ્રક ઉપાડી ગયા, કોર્ટે ફાઇનાન્સરને 15 લાખ ચૂકવવા આપ્યો આદેશ

સરકારી યુનિવર્સિટી છે કે 5-સ્ટાર હોટેલ? 'કટિંગ' ચા માટે રૂ. 500 અને 1 કિમી કારનું ભાડું રૂ. 3000 ચૂકવાયું

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી બરકતુલ્લાહ યુનિવર્સિટી તેના દીક્ષાંત સમારોહ દરમિયાન થયેલા અજીબોગરીબ અને અતિશય ખર્ચને કારણે વિવાદમાં આવી ગઇ...
Education 
સરકારી યુનિવર્સિટી છે કે 5-સ્ટાર હોટેલ? 'કટિંગ' ચા માટે રૂ. 500 અને 1 કિમી કારનું ભાડું રૂ. 3000 ચૂકવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.