સરકારી યુનિવર્સિટી છે કે 5-સ્ટાર હોટેલ? 'કટિંગ' ચા માટે રૂ. 500 અને 1 કિમી કારનું ભાડું રૂ. 3000 ચૂકવાયું

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી બરકતુલ્લાહ યુનિવર્સિટી તેના દીક્ષાંત સમારોહ દરમિયાન થયેલા અજીબોગરીબ અને અતિશય ખર્ચને કારણે વિવાદમાં આવી ગઇ છે. 'માહિતી અધિકાર' (RTI) કાયદા હેઠળ સામે આવેલી માહિતીમાં બિલ અને ચૂકવણી અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દસ્તાવેજો અનુસાર, અડધા કપ બ્લેક ટી ('કટિંગ ચા') માટે ₹500 અને માત્ર એક કિલોમીટરના અંતર માટે કારના ભાડા પેટે ₹3,000 ચૂકવવામાં આવ્યા હતા. આ VIP ખર્ચે હવે યુનિવર્સિટીના વહીવટ અને નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Barkatullah University
tv9hindi.com

RTI દ્વારા મળેલી માહિતીના અનુસાર, બરકતુલ્લાહ યુનિવર્સિટી કેમ્પસમાં જ એક વિશાળ અને સુવિધાયુક્ત ઓડિટોરિયમ આવેલું છે. તેમ છતા દીક્ષાંત સમારોહનું આયોજન ભોપાલના રવીન્દ્ર ભવન હોલમાં કરવામાં આવ્યું હતું, જેના માટે ₹2 લાખનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું. પ્રશ્ન એ થાય છે કે જ્યારે યુનિવર્સિટી પાસે પોતાનું કેમ્પસ ઉપલબ્ધ હતું, ત્યારે સરકારી ખજાનામાંથી લાખો રૂપિયા ખર્ચવાની વહીવટી મંજૂરી આપી કયા અધિકારીએ અને કયા આધારે આપી?

Barkatullah University
tv9hindi.com

કદાચ આ બાબતનો સૌથી ગંભીર પાસું એ છે કે યુનિવર્સિટીના ફાઇનાન્સ કંટ્રોલરે આ અતિશય અને અસામાન્ય બિલો સામે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો હતો. તેમ છતા આ વાંધાઓને નજરઅંદાજ કરતા સંબંધિત વિક્રેતાઓને ચૂકવણી કરી દેવામાં આવી. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને RTI કાર્યકર્તા ધર્મેન્દ્ર સિંહ ગૌરે આ માહિતી સાર્વજનિક કરી છે, તેમણે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ, બિલોનું પુનઃ-ઓડિટ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

tea
sharmispassions.com

જોકે RTI દ્વારા સામે આવેલા બિલોની સંખ્યા અને અસામાન્ય રકમો સીધી રીતે નાણાકીય અનિયમિતતા તરફ સ્પષ્ટ સંકેત આપે છે, પરંતુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા ઓડિટ અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ માંગ કરી છે કે સમગ્ર કાર્યક્રમની પાઇ-પાઇનો હિસાબ સાર્વજનિક કરવામાં આવે, જેથી સરકારી પૈસાનો દુરુપયોગ રોકવા માટે જવાબદારી નક્કી કરી શકાય.

About The Author

Related Posts

Top News

IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ એક કાર્યક્રમમાં કહ્યું કે, IPOના ક્ષેત્રે ભારત હવે આખી દુનિયામાં નંબર વન બની...
Business 
IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

ભારતમાં, ઇલેક્ટ્રિક કાર અનેક ફાયદાઓ સાથે આવે છે, જેમ કે સબસિડી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ...
Tech and Auto 
શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

ટ્વિશા શર્મા કેસ હોય કે દીપિકા નાગર કેસ, આ કેસોએ લગ્ન પછી છોકરીઓના જીવન અને તેમના સાસરિયાંના ઘરમાં તેમની...
Lifestyle 
જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.