ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અંગે નોએલ ટાટાએ પ્રશ્નો ઉઠાવ્યા

દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ, ટાટા ગ્રુપમાં ચાલી રહેલી લડાઈ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં જે મતભેદો સામે આવ્યા હતા તે હજુ ઉકેલાયા નથી. તો હવે પાછો નોએલ ટાટા અને N ચંદ્રશેખરન વચ્ચેનો તણાવ ફરી એકવાર સપાટી પર આવી રહ્યો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ ફેબ્રુઆરી 2027 પછી N ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન તરીકે વધુ 5 વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પડકાર્યો છે. આ પ્રસ્તાવ 17 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં પસાર કરવામાં આવ્યો હતો.

Chandrasekaran2
hindi.business-standard.com

નોએલ ટાટાએ કંપની સેક્રેટરીને N ચંદ્રશેખરનની નિમણૂકને પડકારતો પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે આ પ્રસ્તાવ યોગ્ય પ્રક્રિયા અને એજન્ડા વિના અચાનક આગળ લાવવામાં આવ્યો હતો, જેના કારણે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર બની ગયો છે. એટલું જ નહીં, નોએલ ટાટાએ બોર્ડ મીટિંગના ડ્રાફ્ટ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે દલીલ કરી હતી કે મીટિંગ દરમિયાન ખરેખર શું થયું તેનો એકમાત્ર રેકોર્ડ વીડિયો રેકોર્ડિંગ છે. એક ડિરેક્ટર તરીકે, તેમણે મીટિંગનું અનએડિટેડ વીડિયો  રેકોર્ડિંગ કરવાની વિનંતી કરી છે. આ સત્યને જુઠ્ઠાણાથી અલગ કરવામાં મદદ કરશે.

નોએલ ટાટાએ એવી પણ દલીલ કરી હતી કે, ટાટા સન્સના નિયમોમાં મહત્વપૂર્ણ નિર્ણયો માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નામાંકિત ડિરેક્ટરોની સંમતિ જરૂરી છે. ટાટા ગ્રુપની આસપાસના સમગ્ર વિવાદે એક નવો વળાંક ત્યારે લીધો કે જ્યારે નોએલ ટાટાએ TVS મોટર કંપની અને N ચંદ્રશેખરનના પરિવાર સાથે સંકળાયેલી કંપની હૈનો વન વેરહાઉસિંગ વચ્ચેના વ્યવસાય કરારનો ઉલ્લેખ કર્યો. મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કરતા, તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે, શું ચંદ્રશેખરનની પુનઃપરીક્ષા પહેલાં ટાટા સન્સ બોર્ડને આ સંબંધ વિશે જાણ કરવી જોઈતી હતી.

Chandrasekaran-Noel-Tata
livehindustan.com

નોએલ ટાટાએ આ સમગ્ર પ્રક્રિયામાં ભાગ લેનારા વેણુ શ્રીનિવાસનની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. ટાટા ગ્રુપમાં ચાલી રહેલા ઉથલપાથલે કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. રાષ્ટ્ર ટાટા ગ્રુપના મુખ્ય નિર્ણયો અને શાસન માળખાની ભાવિ દિશા અંગે નોએલ ટાટા અને અન્ય બોર્ડ સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદ પર આતુરતાથી નજર રાખી રહ્યું છે.

Noel-Tata1
x.com

ટાટા ગ્રુપની અંદર ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે ટોચના નેતૃત્વ અંગે મતભેદ થયો છે. આ વિવાદના મૂળમાં ફેબ્રુઆરી 2027ના રોજ પૂરા થતા 5 વર્ષના કાર્યકાળ માટે ટાટા સન્સના ચેરમેન તરીકે N. ચંદ્રશેખરનને ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ છે. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગ દરમિયાન, આ પ્રસ્તાવ બહુમતી મતથી પસાર પણ થયો હતો. જોકે, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ સમગ્ર પ્રક્રિયા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. નોએલ દલીલ કરે છે કે આ એજન્ડા અચાનક, પૂર્વ સૂચના વિના રજૂ કરવામાં આવ્યો હતો. ટાટા સન્સના નિયમો અનુસાર, ટ્રસ્ટના ડિરેક્ટરોની સંમતિ જરૂરી છે.

About The Author

Related Posts

Top News

'માય લોર્ડ, ન્યૂઝરૂમ બંધ કરી દેવા પડશે'; આ કાયદા સામે મોટા મોટા મીડિયા હાઉસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (DNPA)એ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ની કેટલીક જોગવાઈઓને પડકારતા સુપ્રીમ કોર્ટમાં...
National 
'માય લોર્ડ, ન્યૂઝરૂમ બંધ કરી દેવા પડશે'; આ કાયદા સામે મોટા મોટા મીડિયા હાઉસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અંગે નોએલ ટાટાએ પ્રશ્નો ઉઠાવ્યા

દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ, ટાટા ગ્રુપમાં ચાલી રહેલી લડાઈ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં જે મતભેદો સામે આવ્યા...
Business 
ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અંગે નોએલ ટાટાએ પ્રશ્નો ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે SIR પર સુનાવણી કરશે, અરજદારને ECના સોગંદનામાનો જવાબ આપવા 10 દિવસનો સમય આપવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચની કામગીરીને પડકારતી અરજીઓ પર સુનાવણી મુલતવી રાખી હતી. આ અરજીઓમાં મુખ્યત્વે આરોપ મૂકવામાં આવ્યો છે...
National 
સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે SIR પર સુનાવણી કરશે, અરજદારને ECના સોગંદનામાનો જવાબ આપવા 10 દિવસનો સમય આપવામાં આવ્યો

કોણ છે અનબિલ મહેશ પોય્યામોઝી? જેમની 100 કરોડના શાળા કૌભાંડમાં થઇ ધરપકડ

તમિલનાડુના રાજકારણમાંથી એક મોટી ઘટના સામે આવી છે. DMK નેતા અને રાજ્યના પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અનબિલ મહેશ પોય્યામોઝીની 100...
Politics 
કોણ છે અનબિલ મહેશ પોય્યામોઝી? જેમની 100 કરોડના શાળા કૌભાંડમાં થઇ ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.