- Business
- એલોન મસ્કની સંપત્તિ દર કલાકે રૂ.454 કરોડ વધી
એલોન મસ્કની સંપત્તિ દર કલાકે રૂ.454 કરોડ વધી
વિશ્વના સૌથી અમીર વ્યક્તિની કુલ સંપત્તિમાં નવ મહિનાના ગાળા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ રૂ.10,900 કરોડનો વધારો જોવા મળ્યો. માત્ર સોમવારના દિવસે જ મસ્કની સંપત્તિમાં $62.6 અબજનો વધારો થયો હતો. એક જ દિવસમાં 6.8%ના વધારા સાથે તેમની કુલ સંપત્તિ વધીને $977 અબજ થઈ ગઈ હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 12 ઓગસ્ટ પછી ડોલરની દૃષ્ટિએ આ તેમનો એક દિવસનો સૌથી મોટો વધારો છે. આ નવ મહિનાની તેમની કુલ કમાણીને કલાકદીઠ વિભાજિત કરીએ તો આશરે રૂ.454 કરોડ હશે; એટલે કે એલોન મસ્કની સંપત્તિમાં દર કલાકે રૂ.454 કરોડનો વધારો થયો.
એક અંદાજ મુજબ, રૂ.454 કરોડમાં ભારતમાં લગભગ 405 કિમી ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થઈ શકે છે. આ રકમથી લગભગ 31કેન્દ્રીય વિદ્યાલયો જેવી શાળાઓના ભવન બનાવી શકાય છે અથવા.10 કરોડના ખર્ચે લગભગ 45 નાની-મધ્યમ કદની હોસ્પિટલો પણ બનાવી શકાય છે.
એલોન મસ્ક આ તેજીના સૌથી મોટી ગેનાર રહ્યા. સપ્ટેમ્બરના અંત સુધીમાં, તેમની કુલ સંપત્તિમાં $310 અબજ (આશરે રૂ.29.85 લાખ કરોડ)નો વધારો થયો હતો, જે બ્લૂમબર્ગ ઈન્ડેક્સના કુલ વધારાવા લગભગ 40% હિસ્સો છે. SpaceX અને તેમની AI કંપની xAIના મર્જર બાદ, મસ્ક થોડા સમય માટે વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનેર' પણ બન્યા હતા.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, વિશ્વના 500 સૌથી અમીર લોકોમાં સામેલ લગભગ 100 ટેક-બિલિયોનેર્સની સંયુક્ત સંપત્તિમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી $845 અબજનો વધારો થયો. કોઇપણ વર્ષના પહેલા 9 મહિનામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની તેજી અને અમેરિકાની ટેક કંપનીઓના શેરમાં આવેલા ઉછાળાએ ટેક-બિલિયોનેર્સની સંપત્તિને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની સંયુક્ત સંપત્તિ હવે અંદાજે $4.6 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં સામેલ કુલ સંપત્તિમાં તેમનો હિસ્સો લગભગ 36% છે, જ્યારે ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઇન્ડેક્સના સભ્યોમાં માત્ર પાંચમો ભાગ છે. તેની તુલનામાં, આ સમયગાળા દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રની બહારના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં $62 બિલિયનનો ઘટાડો થયો છે.
વિશ્વના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિઓમાં અમેરિકાનો દબદબો
10 સપ્ટેમ્બરથી વિશ્વના 10 સૌથી અમીર વ્યક્તિઓ તમામ અમેરિકન છે. બ્લૂમબર્ગે 2012માં અબજોપતિઓની રેન્કિંગ શરૂ કર્યા બાદ આવું પ્રથમ વખત બન્યું છે. વિશ્વના 10 સૌથી અમીર લોકોમાંથી 9 લોકોની સંપત્તિ અમેરિકન ટેક કંપનીઓ સાથે જોડાયેલી છે. ડેલ ટેક્નોલોજીસના સ્થાપક માઈકલ ડેલની સંપત્તિ આ વર્ષે 81% વધીને $254 બિલિયન સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, મેટા પ્લેટફોર્મ્સના શેરમાં આવેલા ઉછાળાને કારણે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં $23 બિલિયનનો વધારો થયો છે.

