iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ

Appleએ તેના 'Surprise and Shine' ઇવેન્ટમાં તેની નવી ફ્લેગશિપ સીરિઝ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. ગયા વર્ષના iPhone 17 Pro મોડલ્સની સરખામણીમાં કંપનીએ હાર્ડવેર અને પર્ફોર્મન્સમાં ઘણા મોટા સુધારા કર્યા છે. આ નવા સ્માર્ટફોન્સમાં Appleની અત્યાધુનિક 2nm-જનરેશનવાળી A20 Pro ચિપસેટ, નવું ઇન-હાઉસ C2 મૉડેમ અને અપડેટેડ 'ડાયનેમિક આઇલેન્ડ' (Dynamic Island) આપવામાં આવ્યું છે, જે એકસાથે ત્રણ એક્ટિવિટી દર્શાવવા માટે સક્ષમ છે.

કિંમત અને ઉપલબ્ધતા

કિંમતની વાત કરીએ તો, ભારતમાં iPhone 18 Proની શરૂઆતની કિંમત ₹1,64,900 છે, જ્યારે iPhone 18 Pro Maxની કિંમત ₹1,79,900થી શરૂ થાય છે. 256GBના બેઝ મોડેલ ઉપરાંત, આ બંને ફોન 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે. iPhone 18 Proના 512GB વેરિયન્ટની કિંમત ₹1,89,900 છે, તો 1TB વેરિયન્ટની કિંમત ₹2,39,900 અને 2TB વેરિયન્ટની કિંમત ₹3,14,900 છે.

Appleએ આ મોડલ્સને બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને નવા બર્ગન્ડી રંગમાં રજૂ કર્યા છે. આ નવા ઉપકરણો માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.

iphone 18 pro
apple.com

iPhone 18 Pro અને iPhone 18 Pro Maxના Specifications

સ્પેશિફિકેશનની વાત કરીએ તો, બંને મોડલ્સ લેટેસ્ટ iOS 27 પર ચાલે છે. iPhone 18 Proમાં 6.3-ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જ્યારે Pro Max મોડેલમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે સાથે આવે છે. સ્પીડ અને પર્ફોર્મન્સ માટે આમાં Appleની નવી 2nm ટેક્નોલોજીવાળી A20 Pro ચિપ લગાવવામાં આવી છે, જેમાં 6-કોર CPU તથા 7-કોર GPU છે. નેટવર્ક અને કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે, કંપનીએ તેનું પોતાનું નવું C2 મોડેમ સામેલ કર્યું છે.

થર્મલ મેનેજમેન્ટ માટે કંપનીએ, ઉપયોગ દરમિયાન પણ ફોનને ઠંડો રાખવા માટે નવી 'વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ' ઉમેરી છે. આ ઉપરાંત, સ્ક્રીન પરના 'ડાયનેમિક આઇલેન્ડ' (Dynamic Island)ને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે તે એકસાથે ત્રણ લાઇવ પ્રવૃત્તિઓ બતાવી શકે છે.

iphone 18 pro
apple.com

ફોટોગ્રાફી માટે બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં વેરિયેબલ અપર્ચરવાળું સેન્સર, 48-મેગાપિક્સલનું ફ્યૂઝન પ્રાઇમરી સેન્સર, 48-મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 48-મેગાપિક્સલનું 2x ટેલિફોટો લેન્સ સામેલ છે.

સેલ્ફી અને વીડિયો કોલ માટે ઓટોફોકસ સપોર્ટ સાથેનો 18-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. બેટરી લાઇફની વાત કરીએ તો iPhone 18 Pro સામાન્ય ઉપયોગ સાથે એકવાર ચાર્જ કરવા પર 24 કલાક સુધી ચાલે છે, જ્યારે Pro Max મોડેલ 30 કલાક સુધી ચાલવાનો દાવો કરે છે. વીડિયો પ્લેબેકની વાત કરીએ તો, Pro મોડેલમાં 36 કલાક સુધી અને Pro Max મોડેલ 45 કલાક સુધીનું નોન-સ્ટોપ બેકઅપ મળે છે.

આ સિવાય Apple તેનો સૌથી મોંઘો અને સૌથી પહેલો ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરી દીધો છે. આ ફોનનું નામ છે iPhone Duo. 

પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ને વૈશ્વિક સ્તરે રજૂ કર્યો છે. આ ફોન પ્રીમિયમ ‘બુક-સ્ટાઇલ’ ડિઝાઇન અને પાસપોર્ટ જેવા આકારમાં આવે છે. તેમાં ગ્લેર અને ક્રીઝ ઘટાડવા માટે ખાસ નેનો-ટેક્સચર ફિનિશ સાથે 7.6-ઈંચની ઈનર Super Retina XDR AMOLED ડિસ્પ્લે અને બહાર 5.4-ઈંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. બંને સ્ક્રીન 120Hz ProMotion ને સપોર્ટ કરે છે. ફોનની મજબૂતાઈ માટે ટાઇટેનિયમ ગ્રેડ 5 ફ્રેમ, મિરેર-પોલિશ્ડ ફિનિશિંગ, સેરામિક શીલ્ડ 2 પ્રોટેક્શન અને IP68 વોટર રેસિસ્ટન્સ રેટિંગ મળેલ છે.
Photo-(2)
 
પરફોર્મન્સ માટે iPhone Duo માં વિશ્વની પ્રથમ 2nm પ્રોસેસ પર બનેલી શક્તિશાળી A20 Pro ચિપસેટ અને 12GB RAM નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે AI ટાસ્ક, એપ્લિકેશન મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગને અતિ ઝડપી બનાવે છે. કૂલિંગ માટે સ્પેશિયલ વેપર-ચેમ્બર ટેક્નોલોજી અને ડ્યુઅલ-બેટરી આર્કિટેક્ચર (5,400 mAh) આપેલું છે, જે 20 મિનિટમાં 50% સુધી ફાસ્ટ ચાર્જ થઈ શકે છે. આ સિવાય, નોટ્સ અને સ્કેચિંગ માટે તેમાં Apple Pencil સપોર્ટ પણ ઉમેરાયો છે.
 
કેમેરા વિભાગમાં 48MP ફ્યુઝન મેઈન કેમેરા (Zero Shutter Lag અને 2x ઓપ્ટિકલ ઝૂમ) તથા 48MP અલ્ટ્રા-વાઈડ કેમેરા ધરાવતી ડ્યુઅલ સિસ્ટમ શામેલ છે. ફોલ્ડ સેટઅપના લીધે મેઈન કેમેરાથી સેલ્ફી લેતી વખતે બહારની સ્ક્રીન પર 'Duo Preview' જોઈ શકાય છે. સુરક્ષા માટે પાવર બટનમાં Touch ID સિસ્ટમ મળે છે. 'Star White' અને 'Night Sky' કલર્સમાં ઉપલબ્ધ આ ફોનની ભારતમાં શરૂઆતી કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે. આ ફોનના 2 TB વેરિયન્ટની કિંમત 4 લાખ 49 હજાર રૂપિયાથી પણ વધુ છે.
 
iPhone 18 સીરિઝ અને વિશેષ કરીને Pro મોડલ્સની કિંમત વધુ હોવાના મુખ્ય કારણો...
 
  • 2nm પ્રોસેસર ટેક્નોલોજી: A20 Pro ચિપસેટ વિશ્વની સૌપ્રથમ 2-નેનોમીટર (2nm) ફેબ્રિકેશન પ્રોસેસ પર આધારિત છે. આ અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન અત્યંત જટિલ અને ખર્ચાળ હોવાથી મોડ્યુલર કોસ્ટમાં મોટો વધારો થયો છે.

  • વેરિયેબલ એપર્ચર કેમેરા મોડ્યુલ: નવા 48MP ફ્યુઝન કેમેરામાં ફિઝિકલ મુવિંગ બ્લેડ્સ સાથેનું વેરિયેબલ એપર્ચર મિકેનિઝમ વાપરવામાં આવ્યું છે. આ પ્રકારની કેમેરા હાર્ડવેર સિસ્ટમ સામાન્ય સેન્સર કરતાં ઘણી મોંઘી હોય છે.

  • સિલિકોન-એનોડ બેટરી અને વેપર ચેમ્બર: ડિવાઇસને ઠંડુ રાખવા માટે ઉમેરાયેલી એડવાન્સ્ડ વેપર-ચેમ્બર કૂલિંગ સિસ્ટમ અને નવી હાઈ-ડેન્સિટી સિલિકોન બેટરી ટેક્નોલોજીને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી છે.

  • ઈમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ: બઝારમાં વિદેશી સ્પેરપાર્ટ્સ, મોંઘા રો મટીરિયલ (જેમ કે ગ્રેડ 5 ટાઇટેનિયમ) અને કરમાળખા (GST તથા ઈમ્પોર્ટ ડ્યુટી)ના કારણે પણ ભારતમાં તેની વેચાણ કિંમત વધુ જોવા મળે છે.

  • બેઝ સ્ટોરેજ અપગ્રેડ: Pro સીરિઝમાં જૂના 128GB વેરિયેન્ટને બદલે સીધું વધુ સ્ટોરેજ (256GB થી શરૂ) અને 12GB RAM ને સ્ટાન્ડર્ડ તરીકે આપવાનું શરૂ કરાયું છે.

About The Author

Top News

એવું શું કે ગોપાલ ઈટાલિયા અને DyCM હર્ષ સંઘવી સામસામે આવી ગયા? DyCM બોલ્યા- પંજાબમાં AAPની સરકારે આવું કંઈ કર્યું હોય તો જણાવો

ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન આજે વિવિધ ગંભીર મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી અને હોબાળો જોવા મળ્યો હતો. આજ વિધાનસભાના ગૃહની...
Gujarat 
એવું શું કે ગોપાલ ઈટાલિયા અને DyCM હર્ષ સંઘવી સામસામે આવી ગયા? DyCM બોલ્યા- પંજાબમાં AAPની સરકારે આવું કંઈ કર્યું હોય તો જણાવો

iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ

Appleએ તેના 'Surprise and Shine' ઇવેન્ટમાં તેની નવી ફ્લેગશિપ સીરિઝ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સત્તાવાર...
Tech and Auto 
iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બપોરે 12:00  વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. આજે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને દિવ્યભાસ્કરના...
Gujarat 
ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

IT મેનેજરની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર; જણાવી એક મહિનાની કમાણી

એક મહિલા ઓટો રિક્ષા ચાલક સાથેની સામાન્ય વાતચીત કેવી રીતે એક અણધારી અને પ્રેરણાદાયી મુલાકાતમાં બદલાઈ ગઈ, તેનો એક...
Lifestyle 
IT મેનેજરની નોકરી છોડી મહિલા બની ઓટો ડ્રાઈવર; જણાવી એક મહિનાની કમાણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.