સુરતના વરાછામાં પાટીદાર યુવકે પહેલા માતાને પતાવી દીધી અને પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું, 40 લાખ રૂપિયા...

સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર શુક્રવારે મોડી રાત્રે 36 વર્ષીય પુત્રએ માતાને ગળે ટૂંપો આપીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  પ્રાથમિક તપાસમાં 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, મૂળ ભાવનગરમાં ગારીયાધરના વતની અને હાલમાં વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર રૂપમ સોસાયટીમાં 63 વર્ષીય ભાનુબહેન સોનાણી અને તેનો 36 વર્ષીય પુત્ર જતીન સાથે રહેતા હતા. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યા સુધી તેના ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેમના પડોશી અને સંબંધીએ દરવાજો ખખડાવતા અંદરથી જવાબ નહીં આપતા ચિંતામાં મુકાયા હતા. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોંચીને દરવાજો ખોલીને અંદર ગયા હતા. આ દરમિયાન બેડરૂમમાં જતીન લોખંડના હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા ભાનુબહેન સેટી ઉપર મૃત હાલતમાં મળ્યા હતા અને નજીકમાં વાયર કે પ્લાસ્ટીક જેવી દોરી જેવું મટીરિયલ મળી આવ્યું હતું.

દરમિયાન પોલીસે માતા અને પુત્રના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં બંનેના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરના જણાવ્યાનુસાર, ભાનુબહેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા મટીરિયલ વડે ગળા ઉપર ટૂંપો આપવાના લીધે થયાનું માલૂમ પડ્યું છે. જે હત્યા હોવાનું જણાય છે. જ્યારે જતીનનું મૃત્યુ જાતે ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાય છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જતીનના અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં સામાન્ય નોકરી કરતો હતો અને સાથે-સાથે શેરબજારનું નાનું-મોટું કામકાજ સંભાળતો હતો. જાતે કમાઈને આગળ વધવાની ઘેલછામાં તેણે અઢી-ત્રણ મહિના અગાઉ જ સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતના મિની બજાર ખાતે શેરબજારની પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી.

11

શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે 40થી 50 લાખ રૂપિયાનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા.

ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

શુક્રવારે બપોર સુધી ભાનુબેન કે જતીનમાંથી કોઈ પણ ઘરની બહાર ન આવતાં આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. તેઓએ દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે એક પડોશીએ ઘરની બારીમાંથી અંદર ડોકિયું કરતાં જ હોશ ઊડી ગયા હતા. અંદર માતા પલંગ પર પડેલી હાલતમાં અને પુત્રનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં જ પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

12

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા માતા-પુત્રનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું હતું કે ભાનુબેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા કોઈ મટીરિયલ વડે ગળા પર ટૂંપો આપવાના કારણે થયું હતું, જ્યારે પુત્ર જતીનનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ કરૂણ ઘટના પાછળ એક અત્યંત ભાવુક અતીત છુપાયેલો છે. જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(30 જુલાઈ) રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.

પોલીસના જણાવ્યાનુસાર, જતીન શેરબજારનો ધંધો કરતો હતો. જોકે તેને ધંધામાં લાખો રૂપિયાનું દેવું થઈ જતા સતત ટેન્શનમાં રહેતો હોવાથી તેણે માતાની હત્યા કરીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભાનુબહેનના પતિનું ઘણાં સમય પહેલા અવસાન થયું હતું. ત્યારથી ભાનુબહેન અને જતીન ઘરમાં એકલા રહેતા હતા.

ભાનુબહેનના પતિ જગદીશને લગ્ન ઘણાં સમય પહેલા થયા હતા. પણ તેને સંતાન સુખ મળ્યું નહોતું. જેથી જતીન છ મહિનાનો હતો ત્યારે દત્તક લીધો હતો. જગદીશના અવસાન બાદ જતીને માતાની હત્યા કરીને જાતે જીવન ટૂંકાવી લેતા સોનાણી પરિવારમાં માતમ છવાયો છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.