સુરતમાં એક રાત માટે પત્નીઓની અદલા-બદલી ચાલી રહી છે, યુવતીએ જણાવ્યું- ‘કેવી રીતે ચાલે છે આખું નેટવર્ક'

છેલ્લા ઘણા દિવસથી કપલ સ્વેપિંગનો મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને TV ચેનલોમાં ચર્ચામાં રહ્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં કપલ સ્વેપિંગનું દૂષણ ઘૂસ્યું હોવાની વાતો થઇ રહી છે. એટલું જ નહીં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, હજારો લોકો કપલ સ્વેપિંગ કાંડમાં જોડાયેલા છે. આ ઘટનાઓની પીડિત મહિલાઓ એક-એક કરીને હવે સામે આવીને મોટા-મોટા ખુલાસા કરી રહી છે. જેને કારણે આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરતમાં કપલ સ્વેપિંગનો ભોગ બનેલી એક મહિલાએ કપલ સ્વેપિંગનું 'કાળું સત્ય' ઉજાગર કર્યું છે. તેણે એ પણ જણાવ્યું કે, આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે, એક કપલને આવું 'ગંદુ' કામ કરવાના કેટલા રૂપિયા મળે છે. તેણે કહ્યું કે, 'મારા સુરતના મનોજ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે 1 જુલાઈ 2022ના રોજ સમાજના રીત-રિવાજથી લગ્ન થયા હતા. લગ્નના પ્રથમ 3 મહિના સુધી લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. પરંતુ ત્યારબાદ મારા પતિએ મને કપલ સ્વેપિંગ વિશે માહિતી આપી. ફેસબુક પરની કેટલીક ચેટ્સ પણ બતાવી અને કપલ સ્વેપિંગ કેવી રીતે ચાલે છે તેની વિગતો પણ જણાવી. પરંતુ મેં આવા કામ કરવાની ચોંખ્ખી ના પાડી દીધી.'

wife-swapping

તેણે કહ્યું કે, 'મારો પતિ મને કપલ સ્વેપિંગમાં સામેલ કરવા માંગે છે, જે મને બિલકુલ મંજૂર નથી. આ આખું નેટવર્ક ફેસબુકથી ચાલે છે, ફેસબુકથી આ લોકો એક-બીજાના સંપર્કમાં આવે છે. આ લોકો સાચા નામથી નહીં, ફેક એકાઉન્ટ બનાવે છે. પછી એક-બીજા સાથે વાત કરે છે, ત્યારબાદ વાત વીડિયો કોલ સુધી પહોંચે છે. બંને કપલ આ બાબત પર સહમત થયા પછી એક કેઝ્યૂઅલ મીટિંગ ગોઠવવામાં આવે છે. આ કપલ જ મળવા માટે આવ્યું છે કે નહીં, તે ચેક કરવા માટે આ મીટિંગ ગોઠવવામાં આવે છે. હજારોથી વધારે કપલ આમાં સંકળાયેલા છે.'

આ મહિલાએ કહ્યું કે, 'મારો પતિ પહેલાથી આ રેકેટમાં જોડાયેલો છે, મારા જેઠ-જેઠાણી પણ આમાં સંડોવાયેલા છે. મને લાગે છે કે મારો પતિ એક પાર્ટનરની રાહ જોઈ રહ્યો હતો, એટલે જ તેણે લગ્ન કર્યા. મારા આવ્યા પછી તેણે ધીમે-ધીમે આ વાત ચાલું કરી કે આ રીતે આપણે કરી શકીએ, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. આ નેટવર્કનો હેતુ એ છે કે પર્સનલી એ લોકો એન્જોયમેન્ટ કરી શકે છે અને તેમને પૈસા પણ મળે છે.'

wife-swapping3

મહિલાએ કહ્યું કે, ઘણા પેઈડ કપલ પણ હોય છે. ઘણા પૈસાવાળા લોકો આવું કામ પૈસા આપીને પણ કરાવતા હોય છે. મહિલાને એક રાતના આશરે 20,000-25,000 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાતના મોટા-મોટા શહેરોમાં આ દૂષણ ચાલે છે, લોકો આ મામલે કંઈ બોલતા નથી, લોકો બહાર આવતા નથી. હું તો છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ વસ્તુ સહન કરું છું અને સાડા ત્રણ વર્ષથી હું કોર્ટમાં આ બાબતે લડાઈ લડું છું.

તેણે કહ્યું કે, લગ્ન જીવનને તમે શું મજાક બનાવી દીધી છે. લગ્ન જીવન એક પવિત્ર છે. પતિ-પત્નીનો પવિત્ર સંબંધ છે. કોઈ સ્ત્રી તમારી ઉપર ભરોસો રાખીને તમારા ઘરે આવે છે. તો તમે તેની પાસે આવા કામ કરાવો છો. છેલ્લે આ મહિલાએ અન્ય પીડિતાઓને અપીલ કરતા કહ્યું કે, મારું દરેક મહિલાને એટલું જ કહેવાનું છે કે, જો તમારી સાથે પણ આવું થાય, તમારા પતિ આવી ડિમાન્ડ કરે તો અવાજ ઉઠાવો અને બહાર આવો.

wife-swapping2

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રાજ પટેલે જણાવ્યું હતું કે કેટલાક કપલ રિસોર્ટ અથવા અન્ય સ્થળોએ ફરવા જવાના બહાને ભેગા થાય છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં 5 કે તેથી વધુ કપલ સામેલ હોય છે. કેટલાક લોકો એક-બીજાની જાણ વગર સંબંધો બનાવતા હોય છે અને ત્યારબાદ ધીમે-ધીમે પાર્ટનર સ્વેપિંગ જેવી પ્રવૃત્તિ તરફ આગળ વધે છે. તેમણે દાવો કર્યો કે આવી પ્રવૃત્તિ આપણી સંસ્કૃતિ માટે યોગ્ય નથી અને આ કારણસર તેમણે આ મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉજાગર કર્યો હતો.

રાજ પટેલે વધુમાં જણાવ્યું કે આ મુદ્દો સોશિયલ મીડિયા પર લાવ્યા બાદ અનેક મહિલાઓએ તેમને મેસેજ કરીને પોતાના અનુભવો જણાવ્યા હતા. ઘણી મહિલાઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે તેની માહિતી આપી હતી. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ આ પ્રકારની પ્રવૃત્તિ સ્વીકારતી નથી, પરંતુ તેમના પર પરિવાર અથવા પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાના દાવા પણ સામે આવ્યા છે. રાજ પટેલે સરકારને આવી પ્રવૃત્તિઓ રોકવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. તેમણે સંદેશ આપ્યો કે જો કોઈ મહિલા આ પ્રકારની પ્રવૃત્તિની પીડિત હોય અને પોતાની વાત બહાર લાવવા માંગતી હોય તો તેઓ તેની મદદ કરવા તૈયાર છે.

About The Author

Related Posts

Top News

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

ટ્રેનના ફસ્ટક્લાસ AC કોચમાં આરામ કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીને ઉંદર કરડ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોહીથી...
National 
ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.