સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ

ડાયમંડ નગરી હવે નકલી વસ્તુઓની નગરી બની ગઇ હોય તેવો ભાસ થાય છે, કારણ કે અહીં નકલી વસ્તુઓ વારંવાર પકડાતી રહે છે. અહીં સુરત શહેરમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં પધરાવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉત્રાણ પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના મેનેજરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પ્રખ્યાત 'કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લિકેશન કરવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 લોકોની અટકાયત કરી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફ જતા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ કંપનીના ઓથોરાઈઝ્ડ મેનેજરોને સાથે રાખીને ગોડાઉન પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ગોડાઉન અંદરનું દૃશ્ય જોઈને પોલીસ પોતે પણ ચોંકી ઉઠી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી જાણીતી બ્રાન્ડના નામે આબેહૂબ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી.

fake-washing-poweder2
divyabhaskar.co.in

પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી કેશ કિંગ શેમ્પૂની હજારો ખાલી અને ભરેલી બોટલો, એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, ડુપ્લીકેટ સ્ટીકરો તેમજ પેકિંગ માટેના કાર્ટન બોક્સ મળી આવ્યા હતા. ગ્રાહકોને અસલ અને નકલનો ભેદ ખબર ન પડે તે રીતે આબેહૂબ પેકિંગ મટિરિયલ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું આયોજન હતું. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની કિંમતનો આ નકલી મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ ગેરકાયદેસર કૌભાંડમાં સંડોવાયેલા 3 લોકોને ઉત્રાણ પોલીસે સ્થળ પરથી જ દબોચી લીધા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલી શેમ્પૂની બોટલો અને વોશિંગ પાવડરના ડબ્બાઓની ચોક્કસ ગણતરી કરવાની કવાયત ચાલી રહી છે. આ ગણતરી પૂર્ણ થયા બાદ જ જપ્ત કરાયેલા મુદ્દામાલનો ચોક્કસ આંકડો અને તેની સાચી કિંમત સામે આવશે. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ આ આંકડો લાખો રૂપિયાનો હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ખતરનાક રેકેટ પાછલા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં સક્રિય હતું. ખામીયુક્ત અને કેમિકલયુક્ત સસ્તો પાવડર લાવીને તેને જાણીતી બ્રાન્ડના પેકિંગમાં ભરીને અસલી તરીકે વેચી દેવામાં આવતો હતો. પોલીસે ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ પાવડર, પ્રવાહી, બ્રાન્ડેડ કંપનીઓના લોગોવાળા સ્ટીકરો, પ્લાસ્ટિકના ખાલી ડબ્બા અને પેકિંગ કરવાનું મશીનરી સહિતનો તમામ સામાન કબજે કર્યો છે.

fake-shampoo
divyabhaskar.co.in

સુરતમાં અગાઉ પણ નકલી મસાલા, નકલી ઘી અને નકલી સેનિટાઈઝર ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે હવે રોજિંદા વપરાશમાં આવતા શેમ્પૂ અને વોશિંગ પાવડર જેવી વસ્તુઓ પણ નકલી બનવા લાગતા ગ્રાહકોની ચિંતા વધી છે. આ નકલી કેમિકલયુક્ત શેમ્પૂ અને પાવડર લોકોની સ્કીન અને સ્વાસ્થ્ય માટે કેટલા જોખમી હોઈ શકે છે તે તપાસનો વિષય છે. ઉત્રાણ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ અત્યાર સુધી સુરત અને ગુજરાતના કયા-કયા બજારોમાં સપ્લાય કરવામાં આવ્યો છે અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.