માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીએ ભાજપની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધનમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષે 7 માંથી 5 બેઠકો પર જોરદાર જીત મેળવ્યા બાદ, ભાજપે પક્ષની લાઇન વિરુદ્ધ જઈને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની જાહેરાત કરી છે.

ગુરુવારે યોજાયેલી આ ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને બૂસ્ટર ડોઝ આપ્યો છે, જ્યારે ભાજપ અને તેના સહયોગી પક્ષ JDS વચ્ચેની તિરાડો સપાટી પર લાવી દીધી છે. ભાજપ માંડ બે બેઠકો જીતવામાં સફળ રહ્યો છે, જ્યારે JDS પોતાની એકમાત્ર બેઠક પણ ગુમાવી બેઠો છે. બંને વિપક્ષી પક્ષોના ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગને કારણે આખી બાજી કોંગ્રેસની તરફ નમી ગઈ હતી.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ જણાવ્યું છે કે પક્ષ વિરુદ્ધ જઈને મતદાન કરનારા ધારાસભ્યોની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે ટૂંક સમયમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિજયેન્દ્રએ આકરા શબ્દોમાં કહ્યું કે ગઈકાલે કોણે-કોણે ક્રોસ વોટિંગ કર્યું છે તેની તમામ માહિતી મારી પાસે છે. JDSના 6 થી 7 ધારાસભ્યોએ અને ભાજપના પણ ઓછામાં ઓછા 5 થી 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જે ધારાસભ્યોએ પક્ષ સાથે દગો કર્યો છે તેમને માફ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

તેમણે ઉમેર્યું કે આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે તેમણે ભાજપના પ્રભારી નીતિન નવીન સાથે મુલાકાતનો સમય માગ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે જે પણ જરૂરી પગલાં હશે તે લેવામાં આવશે. કર્ણાટક ભાજપના આંતરિક જૂથવાદ અને રાજ્યના નેતૃત્વ સામે ચાલી રહેલી નારાજગી વચ્ચે આ ક્રોસ વોટિંગ ભાજપ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

બીજી તરફ, કોંગ્રેસ આ ચૂંટણીમાં સૌથી મોટી વિજેતા તરીકે ઉભરી આવી છે અને તેના તમામ 5 ઉમેદવારો જીતી ગયા છે. સત્તાધારી પક્ષ કોંગ્રેસને અપેક્ષા મુજબના 140 મતોના બદલે 151 મતો મળ્યા હતા. આ 11 વધારાના મતો સ્પષ્ટપણે દર્શાવે છે કે વિપક્ષી છાવણીના ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સાથ આપ્યો છે.

આ ચૂંટણી JDS (જનતા દળ-સેક્યુલર) માટે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક સમાન સાબિત થઈ છે. બેંગલુરુ મહાનગરપાલિકાની ચૂંટણી અને 2028ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષની આંતરિક એકતા પરખવા માટે જેડીએસે માત્ર 18 મતો હોવા છતાં પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો.

07

કેન્દ્રીય મંત્રી અને JDSના વરિષ્ઠ નેતા એચ.ડી. કુમારસ્વામીએ સ્વીકાર્યું છે કે તેમના પક્ષના કેટલાક ધારાસભ્યોએ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું છે, જોકે તેમણે ભાજપના આંકડાને નકારી કાઢ્યો હતો. કુમારસ્વામીએ કહ્યું:

અમારા 4 લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને હું તેમને સારી રીતે ઓળખું છું. મને એ પણ ખબર છે કે તેઓ પક્ષ છોડવાની ચર્ચા કરી રહ્યા હતા... જેમને પક્ષ છોડીને જવું હોય તે ભલે જાય.

આ આંચકા છતાં આત્મવિશ્વાસ બતાવતા કુમારસ્વામીએ કહ્યું કે હવે તેમનો પક્ષ નવા અને યુવા નેતાઓ (Gen Z) સાથે સંગઠનને ફરીથી મજબૂત કરવા પર ધ્યાન આપશે. તેમણે કહ્યું કે તેઓ આ પરિણામ પહેલાથી જ જાણતા હતા તેથી તેઓ વિચલિત નથી.

તેમણે ઉમેર્યું કે આ ચૂંટણીએ પક્ષના નેતૃત્વને મોટો પાઠ ભણાવ્યો છે: તેમણે સંદેશ આપ્યો છે કે કોઈના પર પણ અતિશય વિશ્વાસ કરવો સારો નથી. આપણા જ લોકોએ આપણને વધુ પડતા વિશ્વાસ કરવાની આદત સુધારવાનો સંકેત આપ્યો છે. અસલી જંગ તો 2028ની ચૂંટણીમાં ખેલાશે. બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે પક્ષમાં ચર્ચા ભલે થાય, પણ અંતિમ નિર્ણય તેમનો પોતાનો રહેશે.

02

કોણ જીત્યું અને કોણ હાર્યું?

ધારાસભ્યો દ્વારા ચૂંટાતી વિધાન પરિષદની 7 બેઠકો માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા:

  • કોંગ્રેસના વિજેતા ઉમેદવારો: થિપ્પન્નાપ્પા કામકનૂર, પી.વી. મોહન, બી.કે. હરિપ્રસાદ, શિવન્ના બી.એસ. અને વિનય કાર્તિક પ્રકાશ.
  • ભાજપના વિજેતા ઉમેદવારો: લિંગરાજ પાટીલ અને રઘુ આર.
  • JDSના પરાજિત ઉમેદવાર: ગોવિંદરાજુ.

કોંગ્રેસના નેતાઓ આ પરિણામને નવા વરાયેલા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કર્ણાટક કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદની મોટી જીત તરીકે જોઈ રહ્યા છે, જેમણે ન માત્ર પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખ્યા પરંતુ વિપક્ષી ખેમામાં ગાબડું પાડીને મતો પણ અંકે કર્યા.

About The Author

Related Posts

Top News

પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

વારાણસીમાં 22 વર્ષની શ્રેયા ઉપાધ્યાયની દર્દનાક હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતની તપાસમાં પોલીસ તેને પાગલ પ્રેમીનું કૃત્ય...
National 
પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.