અમદાવાદમાં ડેટિંગ એપ પર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને પૈસા પડાવનાર નકલી PSI ઝડપાયો

અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર તરીકે ઓળખાવી એક યુવતીને લગ્નની જાળમાં ફસાવીને હજારો રૂપિયા પડાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતી લીધો હતો. પરંતુ વધુ પડતી લાલચના કારણે તેનો ભાંડો ફૂટી ગયો છે. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ હિમાંશુ પંચાલ તરીકે થઈ છે, જે ખાખી વર્દીનો રોફ જમાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો.

સંદેશના અહેવાલ મુજબ, આરોપી હિમાંશુ પંચાલે એક લોકપ્રિય ડેટિંગ એપ પર પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે રજૂ કર્યો હતો. આ એપના માધ્યમથી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. હિમાંશુએ યુવતીને પોતાની નકલી ઓળખ આપી હતી અને લગ્નની લાલચ આપીને તેને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. યુવતી તેના પોલીસ હોવાના અને લગ્ન કરવાના બહાના પર વિશ્વાસ કરી બેઠી હતી.

એકવાર યુવતીનો વિશ્વાસ જીતી લીધા બાદ, હિમાંશુએ પોતાની અસલી ખેલ ચાલું કરી દીધોમી હતી. તેણે પોતાના ઘર (મકાન)ના રિનોવેશનનું બહાનું આગળ ધરીને યુવતી પાસે પૈસાની માંગણી કરી હતી. યુવતીએ પ્રેમ અને વિશ્વાસના કારણે અલગ-અલગ કરીને કુલ 80 હજાર રૂપિયા હિમાંશુને આપી દીધા હતા. જો કે, સમય જતા યુવતીને તેની કરતૂતો અને નકલી ઓળખ અંગે શંકા જતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

fake--PSI1
gujarati.news18.com

શું છે આખો મામલો

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, મૂળ રાજકોટની અને હાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહીને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી 35 વર્ષીય યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી. આ માટે તેણે બમ્બલ નામની ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીને ફસાવવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ ID પર પોલીસની વર્દીવાળા ફોટા મૂક્યા હતા અને બાયોમાં ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યોરિટી ઓફિસર લખ્યું હતું. જેથી યુવતી સરકારી નોકરીયાત અને તે પણ પોલીસ અધિકારી હતો, એટલે લલચાઇને યુવતી સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતો શરૂ થઇ હતી.

બંને વચ્ચે લગ્નની વાતો શરૂ થયા બાદ, 16 મેના રોજ તે યુવતીને રૂબરૂ મળવા ગયો હતો. મુલાકાત દરમિયાન તેણે સેટેલાઇટ વિસ્તારમાં પોતાના મકાનનું કામ ચાલતું હોવાનું કહીને રડવાનું નાટક કર્યું હતું. કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પૈસા ચૂકવવાના બહાને તેણે યુવતી પાસે આર્થિક મદદ માંગી હતી. ભાવુક થઈને યુવતીએ તેની વાતો પર ભરોસો કરી લીધો અને 17 મેના રોજ ગૂગલ પેથી રૂપિયા 79,700 ટ્રાન્સફર કરી દીધા.

fake--PSI2
facebook.com/offbeatstoriesindia

79 હજાર રૂપિયા મેળવ્યા બાદ નકલી PSIની લાલચ વધી ગઈ. તેણે એ જ રાત્રે નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને યુવતી પાસે વધુ 60 હજાર રૂપિયા તેમજ તેના અંગત ઓળખપત્રો (આધારકાર્ડ અને પાનકાર્ડ) માંગ્યા હતા. અચાનક જ પૈસા અને સરકારી દસ્તાવેજોની માંગણી થતા યુવતીને શંકા ગઈ હતી. તેણે પોતાની રીતે ખાનગીમાં તપાસ કરાવી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

યુવતીની તપાસમાં સામે આવ્યું કે, રોકી પંચાલનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. તે પોલીસ વિભાગમાં કોઈ જ નોકરી કરતો નથી અને માત્ર ઠગાઈ કરવા માટે નકલી ઓફિસર બન્યો હતો. પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ યુવતીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હિમાંશુ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ નકલી PSIની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક એક્શન લઈને નકલી PSI હિમાંશુ પંચાલને દબોચી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પૂછપરછ શરૂ કરી છે કે તેણે અન્ય કેટલી યુવતીઓને આ રીતે ભોગ બનાવી છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.