ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, બોલ્યા- ‘મોદી ખૂબ ટફ વ્યક્તિ છે’, આગામી 12 મહિનામાં દુનિયાને...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોડ (QUAD) નેતાઓની બેઠક દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમને ટફ વ્યક્તિ ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત વ્યક્તિત્વવાળા નેતા છે અને તેમની સાથે અમેરિકાના સારા સંબંધો છે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે QUADના સભ્ય દેશો એક સાથે સૈન્ય યુદ્વાભ્યાસ કરશે.
આ સાથે જ તેમણે દાવો કર્યો કે અમેરિકા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સબમરીન છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આગામી 12 મહિનામાં દુનિયાને આશ્ચર્યચકિત કરી દેનારું કામ કરવાના છીએ. અમે ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ. સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવીશું.

ટ્રમ્પે કહ્યું કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બનેલા QUAD સમૂહના તમામ દેશો સાથે તેમના સારા સંબંધો છે અને અમેરિકા આ સમૂહમાં મોટું રોકાણ કરશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે 2027માં QUAD દેશોની આર્થિક બેઠક આયોજિત કરવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદનોને ન સભ્ય દેશો વચ્ચે રક્ષા, સુરક્ષા અને આર્થિક સહયોગને મજબૂત કરવાના દિશામાં એક મહત્ત્વપૂ માનવામાં આવી રહ્યું છે.

QUAD ચાર દેશો- ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું એક રણનીતિક સમૂહ છે. આ બેઠક આજે ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં યોજાઈ હતી. QUAD સમિટનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવાનો અને પ્રાદેશિક સુરક્ષા તથા સ્થિરતાને મજબૂત કરવાનો છે.
મોદીએ પણ કહ્યું કે ટ્રમ્પ સાથે તેમની અવારનવાર વાતચીત થાય છે. તેમણે કહ્યું કે આજની QUAD બેઠકથી ભવિષ્યનો પાયો વધુ મજબૂત બનશે. ટ્રમ્પ અને મોદી વચ્ચે 6 મહિનામાં આ બીજી મુલાકાત છે. આ પહેલાં બંને નેતાઓ 17 જૂને G7 સમિટ દરમિયાન ફ્રાન્સમાં મળ્યા હતા. QUAD બેઠકમાં PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઇચી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ સામેલ થયા હતા.

