રશિયાના 'ગુગલ' પર હુમલો... લોકો પૈસા ઉપાડી શકતા નથી, ઘરના ડિજિટલ લોક ખોલી શકતા નથી!

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ડિજિટલ દુનિયામાં પણ અનુભવાઈ છે. યુક્રેને રશિયાના 'ગુગલ' યાન્ડેક્ષના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. આ હુમલાએ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર અસર કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુક્રેનિયન હુમલાથી રશિયન બેંકિંગ એપ્લિકેશનો, ટેક્સી સેવા એપ્લિકેશનો અને ડિજિટલ લોક પણ પ્રભાવિત થયા છે.

હકીકતમાં, રશિયામાં ઇન્ટરનેટ દિગ્ગજ યાન્ડેક્ષના ડેટા સેન્ટરો પર યુક્રેનના હુમલાઓને નવા બદલો લેવાના હુમલાની શરૂઆત માનવામાં આવે છે. આના કારણે સ્થાનિક રહેવાસીઓ ખુબ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

22

મીડિયા રિપોર્ટ્સમાં, એક સોશિયલ મીડિયા પ્રભાવકે જણાવ્યું હતું કે જે દિવસે ડિજિટલ સેવાઓ પહેલી વાર બંધ થઈ તે દિવસ તેમના બિલ ચુકવણી માટેની છેલ્લી તારીખ હતી. દરેકને આશા હતી કે થોડા કલાકોમાં બધું બરાબર થઈ જશે. જો કે, હજુ સુધી બધી એપ્લિકેશનો ફરીથી શરુ થઇ શકી નથી. ત્યાં સુધી કે, આવશ્યક બિલોના પેમેન્ટ પણ નથી થઇ રહ્યા.

યુક્રેન દ્વારા આ હુમલાઓ આ મહિનાની શરૂઆતમાં થોડા દિવસો સુધી થયા હતા. અહેવાલો અનુસાર, રશિયાએ સૌપ્રથમ યુક્રેનિયન ડેટા સેન્ટરોને નિશાન બનાવ્યા હતા, ત્યારપછી યુક્રેન દ્વારા રશિયન ડેટા સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

21

યાન્ડેક્ષ ડેટા સેન્ટર પર હુમલા પછી ઘણી રશિયન સેવાઓ પ્રભાવિત થઈ છે. આમાં શામેલ છે: યાન્ડેક્ષ પે-ડિજિટલ પેમેન્ટ અને મની ટ્રાન્સફર માટે વપરાય છે. યાન્ડેક્ષ ગો/ટેક્સી-ગો ટેક્સી મોબાઇલ દ્વારા કેબ અને ટેક્સી બુક કરવાની મંજૂરી આપે છે. ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ-લોકોને ખાવાના ઓર્ડર આપવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યાન્ડેક્ષ ક્લાઉડ-લોકો તેમની ફાઇલો અને અન્ય માહિતી ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત કરે છે અને જરૂર પડ્યે તેને ઍક્સેસ કરે છે. ડિજિટલ ડોર લોક કી-કેટલાક એપાર્ટમેન્ટ્સમાં તેમના દરવાજા પર ડિજિટલ લોક અને ગેટ સિસ્ટમ હોય છે. સેવા બંધ થવાને કારણે, લોકો તેમના ઘરો અથવા ઇમારતોમાં પ્રવેશ કરી શકતા નથી.

23

8 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં, યુક્રેનમાં થયેલા હુમલાઓએ યાન્ડેક્ષના 5 મુખ્ય ડેટા સેન્ટરોમાંથી 3ને નુકસાન પહોંચાડ્યું છે. યાન્ડેક્ષ એક મુખ્ય રશિયન ટેક કંપની છે અને ઘણીવાર રશિયામાં ગૂગલ સાથે સરખામણી કરવામાં આવે છે.

યાન્ડેક્ષની સેવાઓ રશિયામાં સ્થાનિક લોકો માટે રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ત્યાં સુધી કે, અન્ય ઘણી ડિજિટલ પ્લેટફોર્મની સેવાઓ પણ યાન્ડેક્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે. પરિણામે, આ ડિજિટલ સેવાઓ બંધ થઇ જવાથી ઘણા લોકોને અસુવિધા થઈ રહી છે.

About The Author

Related Posts

Top News

રશિયાના 'ગુગલ' પર હુમલો... લોકો પૈસા ઉપાડી શકતા નથી, ઘરના ડિજિટલ લોક ખોલી શકતા નથી!

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ડિજિટલ દુનિયામાં પણ અનુભવાઈ છે. યુક્રેને રશિયાના 'ગુગલ' યાન્ડેક્ષના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે....
Tech and Auto 
રશિયાના 'ગુગલ' પર હુમલો... લોકો પૈસા ઉપાડી શકતા નથી, ઘરના ડિજિટલ લોક ખોલી શકતા નથી!

પગાર નહીં તો શું 'બોસ' બની રહ્યા છે નોકરી છોડવાનું કારણ? રિપોર્ટમાં થયો ખુલાસો

જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગતા હો, તો તમારી નોકરી બદલો, જો પગાર તમારી અપેક્ષા મુજબનો નથી...
Education 
પગાર નહીં તો શું 'બોસ' બની રહ્યા છે નોકરી છોડવાનું કારણ? રિપોર્ટમાં થયો ખુલાસો

'અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવી દેવામાં આવી,' સંજય રાઉતની આ પોસ્ટથી થયો વિવાદ

અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવવા અંગે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતની પોસ્ટથી રાજકીય હોબાળો મચી ગયો છે. તેમની એક...
National 
'અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવી દેવામાં આવી,' સંજય રાઉતની આ પોસ્ટથી થયો વિવાદ

છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

સુરતમાં પોતાને 'છોટા યોગી' તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે...
Gujarat 
છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.