પગાર નહીં તો શું 'બોસ' બની રહ્યા છે નોકરી છોડવાનું કારણ? રિપોર્ટમાં થયો ખુલાસો

જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગતા હો, તો તમારી નોકરી બદલો, જો પગાર તમારી અપેક્ષા મુજબનો નથી મળી રહ્યો, તો તમારી નોકરી બદલો. પરંતુ, જીનિયસ HRTech લિમિટેડના સપ્ટેમ્બર 2026ના અહેવાલમાં નવા ખુલાસા જાહેર કરવામાં આવ્યા છે. નોકરી છોડવાનું એકમાત્ર કારણ ઓછો પગાર નથી, પરંતુ ઓફિસનું વાતાવરણ, બોસનું વર્તન અને કામ કરવાની રીત પણ મહત્વપૂર્ણ પરિબળો હોઈ શકે છે. જીનિયસ HRTech લિમિટેડના અહેવાલ મુજબ, 47 ટકા કર્મચારીઓએ નબળા મેનેજમેન્ટ અને ઓફિસના વાતાવરણને કારણે નોકરી બદલવાનો નિર્ણય લીધો. પરંતુ, 30 ટકા કર્મચારીઓએ ઓછા પગારને કારણે નોકરી બદલવાનો નિર્ણય લીધો.

33

કર્મચારીઓ વારંવાર નોકરી છોડવાનું કેમ વિચારી રહ્યા છે?: 47 ટકા કર્મચારીઓએ ખરાબ ઓફિસ વાતાવરણ અને મેનેજમેન્ટ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો, 30 ટકાએ કહ્યું કે તેઓ બજારમાં મળતા પગાર કરતા અહીં ઓછો પગાર મેળવી રહ્યા છે. 39 ટકા લોકોએ કહ્યું કે, તેઓ માને છે કે સારું મેનેજમેન્ટ, સારું કાર્યસ્થળ અને કાર્ય સુગમતા હોય ત્યાં નોકરી કરવા રોકાઈ શકે શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીનિયસ HRTech લિમિટેડે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા 1,255 કર્મચારીઓના મંતવ્યો પર સર્વે કર્યો હતો. આ સર્વે 1થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં IT, ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ, બેંકિંગ, નાણાકીય સેવાઓ, FMCG અને એન્જિનિયરિંગ ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સર્વે મુજબ, કર્મચારીઓને નોકરીમાં ટકાવી રાખવા માટે પગાર એકમાત્ર પરિબળ નથી, ઓફિસમાં તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે, મેનેજમેન્ટ તરફથી તેમને કેટલી મદદ મળી રહે છે અને તેમના કામના કલાકો દરમિયાન તેમને મળતી સુગમતા પણ મહત્વપૂર્ણ છે. જો કર્મચારીઓને તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવે અને કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું હોય, તો તેઓ નોકરી છોડવાને બદલે એક જ કંપનીમાં કામ કરવાનું ચાલુ રાખે તેવી શક્યતા વધુ હોય છે.

34

ઓફિસના તણાવથી બચવા માટે શું કરવું?: જ્યારે પણ તમે તણાવ અનુભવો છો, ત્યારે થોડી મિનિટો માટે થોભો અને ધીમે ધીમે શ્વાસ લો અને બહાર કાઢો. આ તમારા મનને શાંત કરશે. તમારી દિનચર્યામાં 20-30 મિનિટનું ચાલવાનું, હળવી કસરત અથવા યોગનો સમાવેશ કરો. કામ દરમિયાન દર 60-90 મિનિટે થોડો વિરામ લો. કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સીમાઓ બનાવો. જો જરૂરી હોય તો વધારાના કામનો નમ્રતાપૂર્વક ઇનકાર કરો. તમારી ચિંતાઓ વિશે સહકાર્યકરો અને મેનેજરો સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરો. તમારી રજા દરમિયાન ઓફિસ કામથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરો.

About The Author

Related Posts

Top News

પગાર નહીં તો શું 'બોસ' બની રહ્યા છે નોકરી છોડવાનું કારણ? રિપોર્ટમાં થયો ખુલાસો

જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગતા હો, તો તમારી નોકરી બદલો, જો પગાર તમારી અપેક્ષા મુજબનો નથી...
Education 
પગાર નહીં તો શું 'બોસ' બની રહ્યા છે નોકરી છોડવાનું કારણ? રિપોર્ટમાં થયો ખુલાસો

'અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવી દેવામાં આવી,' સંજય રાઉતની આ પોસ્ટથી થયો વિવાદ

અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવવા અંગે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતની પોસ્ટથી રાજકીય હોબાળો મચી ગયો છે. તેમની એક...
National 
'અલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ સળગાવી દેવામાં આવી,' સંજય રાઉતની આ પોસ્ટથી થયો વિવાદ

છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

સુરતમાં પોતાને 'છોટા યોગી' તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે...
Gujarat 
છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

ભાજપે ફરી એકવાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વારંવારની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટીએ તેમના પર આરોપ લગાવ્યો કે જ્યારે...
Politics 
‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.