Essar ગ્રુપ અને ટ્રમ્પ વચ્ચે મોટી ડીલ: અમેરિકાણાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવવાની યોજના...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે ભારતના Essar ગ્રુપના સહયોગથી અમેરિકામાં એક મોટા સ્ટીલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આયોવામાં 15 અબજ ડોલરના સ્ટીલ કોમ્પ્લેક્સની યોજનાનું અનાવરણ કર્યું હતું. આ પ્રોજેક્ટ Essar ગ્રુપની કંપની 'મેસાબી મેટાલિક્સ' દ્વારા વિકસાવવામાં આવશે. ટ્રમ્પે આને અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક મહત્ત્વપૂર્ણ રોકાણ ગણાવ્યું હતું.

જાહેરાત સમયે ટ્રમ્પની સાથે Essar ગ્રુપના ચેરમેન રેવંત રૂઈયા પણ હાજર હતા. તેમણે અમેરિકામાં ઉત્પાદનને વેગ આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો. રૂઈયાએ જણાવ્યું હતું કે એકવાર આયોવામાં નવું સ્ટીલ કોમ્પ્લેક્સ બની જાય પછી, અમેરિકામાં માઇનિંગથી લઈને સ્ટીલના ઉત્પાદન સુધીની સંપૂર્ણ સંકલિત સપ્લાય ચેઇન તૈયાર થઇ જશે.

મેસાબી મેટાલિક્સનો આ પ્રોજેક્ટ સંપૂર્ણ સંકલિત કામગીરી તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. કંપની મિનિસોટામાં આવેલી પોતાની ખાણમાંથી કાઢવામાં આવેલ આયર્ન ઓરને આયોવા લઈ જશે, જ્યાં તેના પર પ્રક્રિયા કરીને સ્ટીલ બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કામાં પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 75 લાખ ટન સ્ટીલની હશે. સમય જતા આ ક્ષમતા વધીને વાર્ષિક 1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. 2030માં સ્ટીલનું પ્રારંભિક ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે.

આ પ્લાન્ટ મિનિસોટાના નાશવોક ખાતે આવેલી મેસાબી મેટાલિક્સની નવી આયર્ન ઓર ખાણ સાથે જોડાયેલો હશે. કંપનીએ આ ખાણના વિકાસમાં પહેલેથી જ 2.5 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ટ્રમ્પે તેને 50 વર્ષથી વધુ સમયમાં અમેરિકામાં શરૂ થનારી પ્રથમ નવી આયર્ન ઓર ખાણ ગણાવી હતી.

trump1
indiatoday.in

મિનિસોટાની 'મેસાબી આયર્ન રેન્જ' આશરે 80 થી 100 માઈલ સુધી વિસ્તરેલી છે; અમેરિકાના જિયોલોજિકલ સર્વે અનુસાર, 20મી સદી દરમિયાન અમેરિકાના કુલ આયર્ન ઓર ઉત્પાદનમાં તેનો હિસ્સો લગભગ 60 ટકા હતો. નવી ખાણમાંથી વાર્ષિક આશરે 75 લાખ ટન આયર્ન નીકળવા અને મિનિસોટામાં લગભગ 350 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

આયોવા સ્ટીલ પ્લાન્ટ કાર્યરત થયા પછી ઓછામાં ઓછી 1750 કાયમી નોકરીઓનું સર્જન કરી શકે છે. પ્લાન્ટના નિર્માણના તબક્કા દરમિયાન વધારાની 5000 થી 6000 નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે નિર્માણ અને શરૂઆતના 10 વર્ષોના સંચાલન દરમિયાન આ પ્રોજેક્ટની અંદાજે 95 અબજ ડોલરની કુલ આર્થિક અસર થઈ શકે છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, Essar ગ્રુપ અમેરિકામાં કુલ 18 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. આયોવાનો આ પ્લાન્ટ અમેરિકન સ્ટીલ અને માઇનિંગ ક્ષેત્રોમાં કંપનીની હાજરીને વધુ વિસ્તારશે. આ મહિનાની શરૂઆતમાં એક સંઘીય એજન્સીએ પ્રોજેક્ટ માટે 10 અબજ ડોલર સુધીનું ફાઇનાન્સિંગ આપવાની વાત કરી હતી.

trump2
bengali.news18.com

આયોવાને પ્લાન્ટ માટે પસંદગી પાછળનું એક કારણ વીજળીનો ખર્ચ પણ હોઈ શકે છે. સ્ટીલના ઉત્પાદનમાં વીજળીનો ખર્ચ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, અને આયોવામાં વ્યાવસાયિક વીજળીના ભાવ મિનેસોટાની સરખામણીમાં થોડા ઓછા છે. આ ઉપરાંત, આયોવા મધ્ય અમેરિકાના મોટા બજારો અને ઔદ્યોગિક ગ્રાહકોની નજીક છે.

આ પ્રોજેક્ટને અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવાની ટ્રમ્પની નીતિના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે સ્ટીલની આયાત પરનો ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો છે. તેમનું કહેવું છે કે આનાથી કંપનીઓ વિદેશથી સ્ટીલની આયાત કરવાને બદલે અમેરિકામાં પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહિત થઇ રહી છે. પ્રોજેક્ટની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાનો સ્ટીલ ઉદ્યોગ ઝડપથી પાછો મજબૂત થઇ રહ્યો છે. કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપી રહી છે, જેથી અન્ય દેશોમાંથી આયાત થતા સ્ટીલ પર ટેરિફ ન ચૂકવવો પડે.

About The Author

Related Posts

Top News

MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા...
Gujarat 
MLA જિજ્ઞેશ મેવાણીએ 4 લાખ લીધા હોવાનો કોણે લગાવ્યો આરોપ? તુષાર ચૌધરીએ પણ આપી પ્રતિક્રિયા

રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

હરિયાણા અને ચંદીગઢમાં થયેલા રૂ.657 કરોડના બેંક કૌભાંડ પાછળ એક ચોંકાવનારી કહાની સામે આવી છે. મુખ્ય આરોપી ઋભવ ઋષિ...
રૂ.657 કરોડની પ્રેમ કહાની, પ્રેમીકાને દર મહિને 10 લાખ, કરોડોનું ઘર આપ્યું, ડાન્સરના પ્રેમમાં અધિકારીએ બેંક ડૂબાડી

'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

'અમારું ગામ વેચાણ માટે છે, મહેરબાની કરીને કોઈ તેને ખરીદી લે.' મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આ બેનરે બધાનું...
National 
'ટાટા, બિરલા, અંબાણી, આવો અને અમારું ગામ ખરીદી લો...' આ લોકો પોતાનું ગામ કેમ વેચી રહ્યા છે?

સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ

સુરત : સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) તથા તાપી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ગ્રાહક તકરારોના ઝડપી નિકાલની...
Gujarat 
સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.