શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝમાં રમવા માટે તૈયાર છે. જોકે, આ સીરિઝ પહેલાં તેની પસંદગીને લઈને સવાલો ઉઠ્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સદાગોપન રમેશે સવાલ ઉઠાવ્યો છે. તેમણે પોતાની યુટ્યૂબ ચેનલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આખરે હર્ષિત રાણા માટે અલગ નિયમો કેમ બન્યા છે? શું બુમરાહે ટેસ્ટ ટીમમાં પસંદગી પામતા પહેલા 'રેડ-બોલ' મેચો રમવી પડશે, જ્યારે હર્ષિત રાણા ઈજામાંથી પરત ફરી રહ્યો છે અને તેને ટેસ્ટ મેચ રમ્યા વિના જ સીધો ટીમમાં પસંદ કરી લેવામાં આવ્યો. ચાલો જાણીએ હર્ષિત રાણા વિશે રમેશે શું-શું કહ્યું.

sadagopan
aajtak.in

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા સદગોપન રમેશે કહ્યું કે, એવા સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ ગયા નવેમ્બરથી કોઈ રેડ-બોલ મેચ રમ્યો નથી, તેથી પસંદગી માટે વિચારણા કરવા માટે તેણે ન્યૂઝીલેન્ડ સામે 'ઈન્ડિયા A' માટે રમવું પડશે. તે એક યોગ્ય નિર્ણય છે. હર્ષિત રાણાને ઘૂંટણની ઈજા થઈ છે, તે ઘૂંટણની સર્જરી બાદ તરત જ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી. તે એકદમ સ્પષ્ટ છે કે કેટલાક સમયે કેટલાક વ્યક્તિઓ માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવે છે.

રમેશે કહ્યું કે, મારું કહેવું એ છે કે તમામ ખેલાડીઓ માટે નિયમો સમાન હોવા જોઈએ. જે ખેલાડી પહેલા પોતાને સાબિત કરી ચૂક્યા છે, તેમના પર સૌથી વધુ દબાણ છે. બૂમરાહ અને શમીને તેમની ફિટનેસ સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ હર્ષિત રાણાને ઈજામાંથી સાજા થયા બાદ સીધો જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. આ અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી અને BCCI આ બાબતે કંઇ કહ્યું નથી.

harshit rana
thestatesman.com

ઉલ્લેખનીય છે કે હર્ષિત રાણાએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પહેલા પાંચ T20 મેચો રમ હતી, ત્યારબાદ ફરી એક વાર હેમસ્ટ્રિંગની ઈજા થઇ. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ તેને અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રમેશે સવાલ કર્યો કે જો હર્ષિતની સીધી પસંદગી થઈ શકે છે તો  પછી બૂમરાહને ટેસ્ટ મેચોમાં સીધી તક કેમ આપવામાં આવતી નથી. કેમ બૂમરાહને 'ઈન્ડિયા A' માટે રમવું પડશે તેવી વાત કેમ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

હાલમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે, કારણ કે જ્યારે વરસાદની ખૂજ જરૂરિયાત હતી, ત્યારે પડ્યો ખરો. પરંતુ હવે નૈઋત્યના ચોમાસાની...
Gujarat 
મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.