CSKની આટલી ખરાબ હાલત કેમ થઈ? ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યા 4 મુખ્ય કારણો

ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ સતત 3 વર્ષથી IPL પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. શરૂઆતની મેચોમાં સતત હારનો સામનો કર્યા પછી, ટીમે ટૂર્નામેન્ટના મધ્ય તબક્કામાં સારું પ્રદર્શન કર્યું હતું; રુતુરાજ ગાયકવાડ અને તેની ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક હતી, પરંતુ અંતે સતત 3 હાર બાદ તેની સફર પૂર્ણ થઈ ગઈ. ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ ટીમની વર્તમાન દુર્દશા માટે જવાબદાર ચાર કારણો ગણાવ્યા છે.

ખેલાડીઓની ઇજાઓ બની મુશ્કેલી

આકાશ ચોપરાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરતા ચાર કારણો ગણાવ્યા. પ્રથમ, તેમણે ટીમમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની વાત કહી. તેમણે કહ્યું કે, ‘ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં અને પછી ઈજાઓ થઈ હતી. ડેવાલ્ડ બ્રેવિસ પ્રથમ 3 મેચ માટે ઉપલબ્ધ નહોતો, અને સ્પેન્સર જોહ્ન્સન લાંબા સમય સુધી નહોતો. ખલીલ અહેમદ અને ત્યારબાદ આયુષ મ્હાત્રેને ઇજાઓ થઈ. જેમી ઓવરટન પણ ઇજાગ્રસ્ત થઈ જાય, મોટા-મોટા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા હતા, ટીમ માટે કાર્ય ક્યારેય સરળ નહોતું.

akash-chopra
dailypioneer.com

કેપ્ટન રુતુરાજ ગાયકવાડનું ખરાબ ફોર્મ

પૂર્વ ક્રિકેટરના મતે ટીમની વર્તમાન દુર્દશા માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડનું ફોર્મ પણ રહ્યું. તેમણે કહ્યું કે, એક હતો શું તમે આયુષ મ્હાત્રેને ઓપન કરાવી શકો છો? જોકે રુતુરાજે કહ્યું કે, હું જ કરવાનો છું, તેણે ઓપનિંગ કર્યું, પરંતુ તેનું ફોર્મ સાધારણ રહ્યું. રન પણ ન બન્યા અને તેનો એપ્રોચ પણ સવાલોના ઘેરામાં રહ્યું.

હરાજીની વ્યૂહરચના

આકાશ ચોપરાએ ચેન્નાઈ સુપર કિંગ્સની હરાજી વ્યૂહરચના અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, તે સારી ન રહી કારણ કે, તમારી પાસે ડેવાલ્ડ બ્રેવિસ નહોતો, મેથ્યુ શોર્ટને રમાડી શકતા નહોતા કારણ કે તમારી પાસે ટીમમાં ફક્ત બે વિદેશી બેટ્સમેન હતા. તમે જેક ફોક્સને એક પણ મેચ ન રમાડી શક્યા, તમે મેટ હેનરીને તક આપી હતી, પરંતુ જલદી જ તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો. તમે પ્રશાંત વીરનો ઉપયોગ ન કરી શક્યા.

CSK
BCCI

મિડલ-ઓર્ડરની સમસ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સના મિડલ ઓર્ડરને એક કારણ ગણાવતા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ‘તમારો મિડલ ઓર્ડર અસ્થિર રહ્યો. શિવમ દુબે ફોર્મમાં નહોતો, અને ડેવાલ્ડ બ્રેવિસ પણ કંઈ ખાસ ન કરી શક્યો.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા રાજકીય કટાક્ષ સંગઠન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ...
Politics 
કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે, CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો...
Business 
10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્વે સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. અમેરિકાના હુમલા બાદ, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી...
Business 
ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી...
Politics 
રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.