અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ ટૂંકાવ્યું જીવન, મહિલાનો ભાઇ બોલ્યો- ‘આરોપી પોલીસમાં હોવાથી...’

અમદાવાદના જીવરાજ પાર્ક રોડ પર આવેલી એક સોસાયટીમાં થોડા દિવસો અગાઉ એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ તેના પતિના ત્રાસ બાબતે લખ્યું હતું. બનાવના દિવસે સવારે મહિલાને પતિ સાથે ઝઘડો થયો હોવાનું પરિવારના સભ્યએ જણાવતા વાસણા પોલીસે મૃતક મહિલાના પોલીસકર્મી પતિ સામે દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પતિ અવારનવાર ઝઘડા કરી મારમારી કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતા પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતા વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

suicide
gujaratijagran.com

મૃતિક મહિલાના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ‘મારી બહેનના ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો આત્મહત્યા છે કે હત્યા તે ખબર જ ન પડી. આરોપી પોલીસમાં હોવાથી સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે.

વર્ષ 2013માં મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ અર્જૂનસિંહ પુરોહિત સાથે થયા હતા. 15 એપ્રિલે અર્જૂનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલમાં ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે તેના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફી સાથે પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન અર્જૂનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની માહિતી મૃતકના ભાઈને આપી હતી. મૃતકના ઘરમાં તપાસમાં એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ‘ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.

DYSP
sandesh.com

મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડા થયા હોવાથી બે-ત્રણ વખત પિયર જતી રહી હતી. 14 એપ્રિલે ઝઘડો થતા વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ અર્જૂનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે મળીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના કારણોનો ઉલ્લેખ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ નોટ કબજે કરી તેને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર પુરાવાના આધારે પોલીસે આરોપી પોલીસકર્મી અર્જૂનસિંહ પુરોહિતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી જ આ પ્રકારે ગુનામાં સંડોવાતા વિભાગની છબી પર પણ સવાલો ઉભા થયા છે.

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.